ગોળ ખરીદતા પહેલા ચકાચો આ એક વસ્તુ, તરત ખબર પડી જશે અસલી છે કે ભેળસેળ વાળો. જાણો દેશી ગોળ ઓળખવાની રીતે અને ફાયદા…

શુગર એ બજારમાં સરળતાથી મળતી ખાદ્ય પદાર્થમાં મીઠાસ વધારનારી એક સાધારણ વસ્તુ છે. પણ શું તમે જાણો છો કે, જ્યારે વાત તેના પૌષ્ટિક ગુણોની આવે છે ત્યારે તે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. શુગર એટલે કે ખાંડને તમે ચા, કોફી સિવાય અન્ય વસ્તુઓમાં પણ મિક્સ કરો છો. તેનાથી તમે પોતાની મીઠાસની ક્રેવિંગ શાંત કરી શકો. પરંતુ શું તમે જાણો છો કે મીઠાસની ક્રેવિંગ શાંત કરવા માટે ખાવામાં આવતી શુગરનું વધુ સેવન તમારા શરીરને નુકશાન કરી શકે છે. અને જો તમે શુગરના હેલ્દી વિકલ્પનો શોધ કરી રહ્યા છો તો ગોળ એ સૌથી બેસ્ટ છે.

પરંતુ સમસ્યા ત્યાં પણ આવે છે કે, લોકોએ પૈસા કમાવવાના ચક્કરમાં નકલી ગોળ વેંચવાનું શરૂ કરી દીધું છે. જે તમારા સ્વસ્થાને નુકશાન કરે છે. આ લેખમાં અમે તમને અસલી અને નકલી ગોળના અંતર વિશે જણાવશું. અસલી એટલે કે અહીં દેશી ગોળને કેવી રીતે ઓળખવો તેના વિશે જણાવશું. તો તમે પણ આ રીતે તપાસ કરી શકો છો કે દેશી ગોળ છે કે બનાવટી ગોળ છે.

આ રીતે ઓળખો ઘરમાં રહેલ ગોળ દેશી છે કે બનાવટી : હંમેશા એવો ગોળ ખરીદો જેનો રંગ વધુ ભૂરો હોય,  એ વાતનું ધ્યાન રાખો કે, પીળા રંગનો અથવા હળવા પીળા રંગનો ગોળ ન ખરીદો, દરરોજ આપણે જે ગોળ ખાઈએ છીએ તેમાં ઘણા તત્વોને મિક્સ કરવામાં આવે છે, ગોળમાં મિક્સ કરવામાં આવતા તત્વોમાં કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ.શા માટે મિક્સ કરવામાં આવે છે આ તત્વ : કેલ્શિયમ કાર્બોનેટને ગોળમાં એટલા માટે મિક્સ કરવામાં આવે છે કારણ કે તેનાથી ગોળનું વજન વધે છે. જ્યારે સોડિયમ કાર્બોનેટનો પ્રયોગ પીળો રંગ મિક્સ કર્યા પછી તેનો દેખાવ ચમકાવવા માટે કરવામાં આવે છે.

આ સિવાય રંગ, વજન અને આકારમાં સુધાર લાવવા માટે બીજા અનેક રસાયણ મિક્સ કરવામાં આવે છે. આ જ કારણ છે કે, ગોળનો રંગ ભૂરો થવાના બદલે પીળો દેખાય છે. વાસ્તવમાં ભૂરો રંગ ગોળનો અસલી રંગ છે. જેને શેરડીને ઉકાળ્યા પછી શુગરના રૂપમાં ફેરવવામાં આવે છે.

લોકોને એલર્જી કેમ થાય છે : ઘણા લોકોને ગોળ ખાધા પછી એલર્જી થઈ જાય છે એવું એટલા માટે થાય છે કારણ કે તેમાં મિક્સ કરવામાં આવતા તત્વ તમને પ્રભાવિત કરે છે. વાસ્તવમાં ગોળ બનાવતા ઘણા ઉત્પાદક તેમાં વધુ પ્રમાણમાં ખાવા યોગ્ય કેલ્શિયમ કાર્બોનેટ મિક્સ કરી દે છે. આવો ગોળ ઘસીને અથવા તો હળદરના પાણીમાં નાખીને તપાસી શકાય છે. આમ કરવાથી તેનો રંગ પીળામાંથી લાલ થઈ જાય છે અથવા હળવા લાલ રંગનો થઈ જાય છે.રંગ અને આકાર ફેરફાર પ્રયોગમાં કરવામાં આવેલ કેલ્શિયમ કાર્બોનેટની માત્રા પર નિર્ભર કરે છે. આથી હવે પછી જ્યારે પણ તમે ગોળ ખરીદો તો તેનો રંગ જરૂર જુઓ અને ઘરમાં આવીને ઉપર આપેલ પ્રયોગથી તપાસ કરો.

ગોળના ફાયદાઓ : ગોળનો પ્રયોગ પાચન તંત્ર સુધારવા માટે કરવામાં આવે છે. ગોળ શરીરમાં પાચનક્રિયા સુધારીને કબજિયાતની સમસ્યાથી રાહત અપાવે છે. આથી દરેક લોકોએ દિવસમાં એક વખત ગોળનો એક કટકો જરૂર ખાવો જોઈએ.

આયરનનો સારો એવો સ્ત્રોત : આયરન હિમોગ્લોબીન માટે એક ખુબ જ જરૂરી ઘટક છે. દરરોજ એક ટુકડો ખાવાથી તમારા શરીરની દૈનિક આયરનની જરૂરત પૂરી થાય છે. તે એનીમિયાના શિકાર લોકો માટે ખુબ જ ફાયદાકારક છે.શરદી અને તાવમાં : ગોળને શરદી અને તાવ માટે એક ઉપચારના રૂપમાં લેવામાં આવે છે. તે ગરમ અને પ્રાકૃતિક છે અને આથી તેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.

એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપુર છે ગોળ : ગોળ એન્ટી-ઓક્સીડેન્ટનો અદ્દભુત સ્ત્રોત છે. જે તમારી ઇમ્યુનિટી વધારે છે. તે શરીરમાં મુક્ત કણોના નુકશાનને રોકવામાં મદદ કરે છે. તે શરીરમાં હાડકાઓ અને સાંધાને મજબુત બનાવવામાં મદદ કરે છે.

ક્લીઝીંગ એજેંટના રૂપમાં કામ કરે છે : ગોળની ચા શરીરથી વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. જે સાબિત પણ થઈ ચુક્યું છે. ગોળ શરીરમાં એક ક્લીઝીંગ એજેંટના રૂપમાં કામ કરે છે. જે વિભિન્ન અંગોથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment