ડાયાબિટીસના દર્દીમાં માટે આવી મોટી ખુશખબરી, ફક્ત 15 મિનીટમાં જ આ વસ્તુથી ઘટી જશે તમારું બ્લડ શુગર… જાણો કેવી રીતે અને શું કરવાનું છે….

આજના સમયમાં ડાયાબિટીસ એક એવી સમસ્યા છે જેમાં દર્દીને જીવનભર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ ને કંટ્રોલમાં રાખવા માટે નિયમિત રીતે દરરોજ દવાનું સેવન કરવું જરૂરી છે. જયારે કેટલાક કેસમાં તો ઇન્સુલીન પણ લેવું છે. આથી જ આ બીમારીને જીવલેણ બીમારી કહેવામાં આવે છે. પણ તમે ડાયાબિટીસ ને અમુક એવા ઉપાયો દ્વારા કંટ્રોલમાં રાખી શકો છો. આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું જેમાં તમારું બ્લડ શુગર માત્ર 15 મીનીટમાં કંટ્રોલમાં આવી જશે. 

ટાઈપ 2 ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે પેનક્રિયાઝ ઇન્સુલિનનું ઉત્પાદન ઘણી ઓછી માત્રામાં કરે છે. ઇન્સુલિન એક એવું હાર્મોન હોય છે જે લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલમાં રાખે છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં બ્લડ ગ્લુકોઝ ખતરનાક લેવલ પર પહોંચી જાય છે. પછી જ્યારે ઇન્સુલિન પોતાનું કામ સરખી રીતે કરી શકતું નથી ત્યારે ગ્લુકોઝ રક્ત કેશિકાઓમાં જમા થવાનું શરૂ થઈ જાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ જ્યારે થાય છે તો શરીર શર્કરાને સંસાધિત કરવાની ક્ષમતા ખોઈ બેસે છે અથવા શરીર ઇન્સુલિનનું ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે. એવામાં તમારી ડાયટ જ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે. રિસર્ચ મુજબ, એક ટેસ્ટી ડ્રિંક ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તે ડ્રિંક કઈ છે. તે વિશે પણ જાણી લો.

શું કહે છે રિસર્ચ:- કરંટ ડેવલોપમેન્ટ ઇન ન્યૂટ્રીશન જર્નલમાં પબ્લીશ થયેલ સ્ટડી મુજબ, લગભગ 236 મિલી દાડમનું જ્યુસ પીનારા લોકોમાં બ્લડ શુગરની ઉણપ જોવા મળી છે. આ રિસર્ચમાં 21 સ્વસ્થ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં સમાવિષ્ટ લોકોને દાડમનું જ્યુસ અથવા દાડમનું પાણી મિક્સ કરેલ ડ્રિંક પીવા માટે આપવામાં આવી હતી.રિસર્ચમાં સમાવિષ્ટ વોલેંટીયર્સને તેમના ફાસ્ટિંગ સિરમ ઇન્સુલિનના લેવલના આધારે બે સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. રીસર્ચર્સે જાણ્યું કે જે લોકોએ દાડમના રસનું સેવન કર્યું હતું તેમના બ્લડ શુગરમાં ઉણપ જોવા મળી હતી. લો ફાસ્ટિંગ સિરમ ઇન્સુલિન વાળા લોકોની બ્લડ શુગર માત્ર 15 મિનિટમાં ઓછી થઈ ગયી હતી. 

રીસર્ચર્સે તારણ કાઢ્યું કે, દાડમના રસમાં રહેલ કમ્પાઉન્ડ લોકોના ગ્લૂકોઝ મેટાબોલીજ્મને કંટ્રોલ કરી શકે છે. દાડમના રસમાં એંટીઓક્સિડેંટ ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે. તે સિવાય દાડમમાં એંથોસાયનીન વધુ જોવા મળે છે જે તેના રંગને ઘાટો લાલ કરે છે. આ એંટીઓક્સિડેંટ ખાંડ અને ઇન્સુલિન લેવલને અટકાવવામાં અસરકારક હોય છે. જોકે, દાડમના રસ અને બ્લડ શુગર લેવલ પાછળનું મેકેનીઝમ સરખી રીતે સ્પષ્ટ નથી માટે જ તેની અસરને વધુ જાણવા માટે રિસર્ચની જરૂરિયાત છે. જર્નલ ન્યૂટ્રીશન રિસર્ચમાં પબ્લીશ રિસર્ચમાં જાણવા મળ્યું કે, દાડમના જ્યુસનો રંગ ઘાટો હોય છે માટે ફાસ્ટિંગ સિરમ ગ્લુકોઝને ઘટાડવા માટે અને ટાઈપ 2 ડાયાબિટીસ વાળા લોકોમાં ઇન્સુલિન રેજિસ્ટેંટ ઘટાડવામાં મદદ મળે છે. ટાઈપ 2 ડાયાબિટીસના મુખ્ય લક્ષણો:- સામાન્યથી વધુ પેશાબ આવવો, દરેક સમયે  અનુભવવો, અચાનક વજન ઘટી જવો, સ્પષ્ટ ન દેખાવું, ઘાવ ધીમે ધીમે રુઝાવાં. જો તમે આમાંથી કોઈ પણ લક્ષણથી પીડિત હોય તો, ડાયાબિટીસનું જોખમ હોય શકે છે. સાચી જાણકારી માટે ડોક્ટરને મળો અને તમારી શુગરની તપાસ કરાવો. આમ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે જે રીચર્સ કરવામાં આવી તેમાં દાડમના પાણી કે જ્યુસને દર્દીને આપવામાં આવ્યું. જેનાથી દર્દી પર ઘણી સારી અસર જોવા મળી. દર્દીનું બ્લડ શુગર લેવલ ઓછુ હતું. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં દાડમનું ડ્રીંક્સ ખુબ જ અસરકારક છે. તેના સેવનથી તમેં બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment