કેલ્શિયમથી ભરપુર આ ફળને ખાવા લાગો રોજ, 55 વર્ષે પણ હાડકા રહેશે લોખંડ જેવા મજબુત.. જીવો ત્યાં સુધી નહિ થાય ગોઠણના દુખાવા…

આજની ખાણી પીણીને જોતા મોટાભાગના લોકો હાડકાની નબળાઈ અને સાંધાના દુખાવાથી પરેશાન છે, મોટી ઉમરના લોકોની મુખ્ય સમસ્યા છે ગોઠણનો દુખાવો.જેની માટે તેઓ અવનવા નુસખાઓ આજમાવતા હોય છે અને અનેક મોંઘી દવાઓ પણ લે છે. પરંતુ તેનાથી કાયમી છુટકારો મળતો નથી. અને લાંબા ગાળે આવી દવાઓ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. પરંતુ આજે અમે તમને એક એવો ઈલાજ જણાવવા જય રહ્યા છીએ જેનાથી કોઈપણ ખર્ચ અને દવા વગર ગોઠણ અને સાંધાના દુખાવાથી કાયમી છુટકારો મળી જશે.

50 થી વધુ ઉમરના વડીલોને પગ અને ગોઠણના દુખાવાની સમસ્યા હોય તો તેમના માટે કેળા સૌથી સારો વિકલ્પ છે. જો દરરોજ 2 કેળા 15 દિવસ સુધી ખાવામાં આવશે તો ગોઠણના દુખાવામાં ઘણી રાહત જોવા મળશે અને આજ રીતે કેળા થોડા દિવસ સુધી નિયમિત રૂપે ખાવાનું શરુ રાખવાથી ગોઠણના અને સાંધાના દુખાવા માંથી કાયમી છુટકારો મળી જશે.તમને જણાવીએ કે પાકાં અને કાચાં બંને પ્રકારનાં કેળાંનો ઉપયોગ થાય છે. પાકાં કેળાંને છાલ છોલીને સીધાં જ ખાઈ શકાય છે, જયારે કાચાં કેળાંનું શાક બનાવવામાં આવે છે. કેળના ડોડાનું (કૂલનું) પણ શાક થાય છે. ડૈસૂર અને મદ્રાસ(તામિલનાડુ)માં શાક ઉપરાંત કાચાં કેળાંની ભાખરી પણ બનાવવામાં આવે છે. તેની અન્ય વાનગીમાં કેળાંનાં ભજિયાં, રાયતું વગેરે પણ બને છે.

કેળામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે, જે હાડકાને જરૂરી પોષણ પૂરું પાડે છે, જેથી નાની ઉંમર હાડકાને લગતી સમસ્યા થઈ હોય તો કેળા ખાઈ શકાય છે, આના સિવાય જો તમારે 55 વર્ષની ઉમર પછી પણ હાડકાને એકદમ મજબૂત બનાવી રાખવા હોય તો પણ કેળાને દરરોજ તમારા આહારમાં સામેલ કરવા જોઈએ.કેટલાક લોકોનું એવું માનવું છે કે રાત્રે કેળાં ખાવાથી પચતાં નથી, પરંતુ આ માન્યતા ખોટી છે. પાકાં કેળાં સહેલાઈથી પચે છે. તદ્દન પીળાં થયાં હોય અને ઉપર તપખીરિયા કે બદામી રંગની છાંટ કે કણીઓ પડી હોય તે જ કેળાં પાકાં થયેલાં સમજવાં. એ કેળાંમાં સાકર-ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોવાથી તે લીધા પછી બીજે દિવસે ઝાડો-દસ્ત સાફ લાવે છે. બાળકોને અને મોટી ઉંમરના, કબજિયાતથી પીડાતા લોકોને રાત્રે પાકાં કેળાં ખાવાથી ફાયદો થાય છે. તેમને જુલાબની દવા કે રેચ લેવાની જરૂર પડતી નથી.

પાકાં કેળાં સાથે ધી ખાવાથી પિત્ત નો રોગ મટે છે. કેળાં લીંબુ સાથે ખાવાથી મરડો મટે છે અને ખોરાક જલદી પચવામાં મદદ મળે છે. કેળાંમાં દહીં મેળવીને ખાવાથી પણ મરડો અને ઝાડા મટે છે. કેળાં ખાઈને તરત જ ઉપર પાણી ન પીવું. તેનાથી શરદી થાય છે. કેળાંની છાલ ગળા ઉપર એટલે કે ગળા ની બહાર બાંધવાથી ગળાનો સોજો મટે છે અને કાકડા ફૂલ્યા હોય તો તેમાં રાહત થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment