જાણો વગર દવાએ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો આ મંત્ર, જીવો ત્યાં સુધી રહેશે 100% કાબુમાં…

આજના સમયમાં ડાયાબિટીસની સંખ્યા ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. તે એક ચિંતાનું કારણ છે. ડાયાબિટીસના લેટેસ્ટ અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે કાર્બોહાઈડ્રેટનું સેવન 50 થી 55 % ઓછું અને પ્રોટીનનું સેવન 20% વધારે કરવું જોઈએ. ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે બ્લડમાં ગ્લુકોઝનું લેવલ ખૂબ જ વધી જાય છે.

તેને સંતુલિત કરવા માટે પેનક્રિયાઝ એક હોર્મોન રિલીઝ કરે છે જેને ઇન્સ્યુલિન કહેવાય છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝને મેન્ટેન કરવાનું કામ કરે છે. પરંતુ જ્યારે પેનક્રિયાઝ સરખી રીતે રિલીઝ નથી થઈ શકતું ત્યારે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસમાં પેનક્રિયાઝ બિલકુલ પણ ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી કરી શકતું. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસમાં પેનક્રિયાઝ ખૂબ જ ઓછી માત્રામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે.ડાયાબિટીસ થતા પહેલાની સ્થિતિને પ્રી ડાયાબિટીક કહેવાય છે. ડાયાબિટીસ પર ચાલી રહેલ સૌથી મોટા અભ્યાસ પ્રમાણે જો તમે પ્રી ડાયાબિટીસ હોવ તો ભાત અને રોટલીનું સેવન ન કરવું. અને પ્રોટીનની વસ્તુઓ વધારો. આ રીતથી તમે ટાઈપ 2 ડાયાબિટીસના જોખમથી મુક્તિ મેળવી શકો છો. અભ્યાસમાં એવી સલાહ આપવામાં આવી છે કે ડાયટથી મળતી કુલ ઉર્જામાં કાર્બોહાઈડ્રેટનો ભાગ 50 થી 55% ઓછો કરવા અને પ્રોટીન ઇન્ટેક 20% વધારવાથી ડાયાબિટીક અને પ્રી ડાયાબિટીસની સમસ્યાથી બચી શકાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલી ડાયાબિટીસની લેટેસ્ટ સ્ટડી 18, 090 વ્યક્તિઓના ખાન પાનમાં સામેલ  પોષક તત્વોના વિશ્લેષણ પર આધારિત છે.

ડાયટ છે સૌથી સારી દવા:- ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. હાલના સમયમાં ભારતમાં ડાયાબિટીસની સમસ્યાથી કુલ 7.4 કરોડ લોકો પીડિત છે. જ્યારે 8 કરોડ લોકો પ્રિ ડાયાબિટીક છે. સાથે જ લોકો ઘણું ઝડપથી પ્રિ ડાયાબિટીકથી ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ રહ્યા છે. અભ્યાસ પ્રમાણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2045 માં ભારતમાં ડાયાબિટીસની કુલ 13.5 કરોડ દર્દી હશે. તેનો મતલબ એ છે કે આવતા 20 વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બે ગણી થઈ જશે. તેનું સૌથી મોટું કારણ હાઈ કાર્બોહાઈડ્રેડ યુક્ત ડાયટનું સેવન કરવું છે. તેમને જણાવ્યું કે આપણા કુલ કેલરી ઇન્ટેકના લગભગ 60 થી 75% કાર્બોહાઇડ્રેટ રૂપમાં હોય છે. અને માત્ર 10%માં પ્રોટીન હોય છે. પહેલા કેટલાય અભ્યાસમાં જણાવ્યું છે કે સફેદ ભાતને વધુ સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. ઘઉં પણ એટલા જ ખરાબ હોય છે હવે જો કોઈ વ્યક્તિ કાર્બોહાઈડ્રેટ ઇન્ટેકને 50 થી 55% સુધી ઘટાડે અને પ્રોટીન ઇન્ટેકને 20 %વધારે તો ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળી શકે છે.

ડાયાબિટીસની છુટકારો મેળવવા માટે ફુડ રેસીયો:- ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે કાર્બોહાઇડ્રેટ અને ફૂડ રેશિયો 49 થી 54 ટકા, પ્રોટીન 19 થી 20 ટકા, ચરબી 21 થી 26 %અને ડાયેટરી ફાઈબર 5 થી 6 % હોવો જોઈએ. સરખું રીઝલ્ટ મેળવવા માટે મહિલાઓને પુરુષોની તુલનાએ 2% કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરવું જોઈએ. તેવી જ રીતે યુવાનોની તુલનાએ વૃદ્ધોએ કાર્બોહાઇડ્રેટનું સેવન 1% ઓછું કરવું જોઈએ. અને પ્રોટીનનું સેવન 1% વધુ કરવું જોઈએ.જ્યારે પ્રિ ડાયાબિટીસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કાર્બોહાઈડ્રેટનું સેવન 50 થી 56 ટકા, પ્રોટીન 10 થી 20 %, ફેટ 21 થી 27% અને ડાયટરી ફાઇબર 3 થી 5 % કરવું જોઈએ. આની સાથે જ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો ફિઝિકલી એક્ટિવ નથી તેઓ એક્ટિવ લોકોની તુલનાએ કાર્બોહાઈડ્રેટનું 4 %ઓછું સેવન કરે.

કેવી હોવી જોઈએ આદર્શ ભોજનની થાળી:- એક આદર્શ ભોજનની થાળી માં અડધી જગ્યા શાકની હોવી જોઈએ. તેમાં લીલા શાક બિન્સ, કોબી, ફ્લાવર નો સમાવેશ કરો. એ ધ્યાન રાખવું કે બટાકા જેવા વધુ સ્ટાર્ચ વાળી વસ્તુઓને સામેલ ન કરવી. જ્યારે થાળી ના બીજા ભાગમાં પ્રોટીન જેવા કે માછલી, ચિકન, અને સોયા ને સામેલ કરો. તેવી જ રીતે થાળીમાં  થોડા ભાત અને રોટલી રાખો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment