આ 5 દેશી અને સસ્તી વસ્તુઓ ખાવાથી આજીવન નહિ આવે મોંઘુ દવાખાનું, શરીરમાં નવી તાકાત અને લોહી આપી… વજન, પાચનની સમસ્યા કરી દેશે ગાયબ…

મિત્રો આપણે ત્યાં અનેક દેશી વસ્તુઓનો ઉપયોગ સ્વાસ્થ્યને હેલ્દી રાખવા માટે કરવામાં આવે છે. તેમજ તેનું સેવન તમારા શરીરને તંદુરસ્ત રાખે છે. આજે અમે તમને આ લેખમાં એવી જ કેટલીક સસ્તી પણ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે વાત કરીશું જેનો ઉપયોગ તમારા શરીરની શક્તિ વધારે છે અને તમારું લોહી શુદ્ધ કરે છે. 

તેમાં કોઈ શક નથી કે હેલ્થી અને ફિટ રહેવા માટે હેલ્થી ડાયેટ જરૂરી હોય છે. પરંતુ હેલ્થી ડાયેટનો મતલબ એ નથી કે, તેમાં મોંઘી અને ફેન્સી ખાણીપીણીની આઇટમો સમાવિષ્ટ હોય. અમુક લોકો એવું વિચારે છે કે, મોંઘી અને ઓછું વેચાણ થતી વસ્તુઓ વધારે સ્વાસ્થ્યકારી હોય છે. વાસ્તવમાં તે સાચું નથી.એક્સપર્ટ્સ માને છે કે, તમારી આસપાસ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓમાં તમામ એવા પોષકતત્વો જોવા મળે છે જે, સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. એક્સપર્ટનું કહેવું છે કે, હેલ્થી ડાયેટનો મતલબ મોંઘું હોવું જરૂરી નથી. ઘણા બધા સસ્તા ખાદ્ય પદાર્થો સરળતાથી ઉપલબ્ધ છે જે સ્વાસ્થ્યનો ખજાનો છે.

એક્સપર્ટ મુજબ, એવા ઘણા ખાદ્ય પદાર્થો છે જે, હેલ્થી છે અને તેને સરળતાથી ડેઇલી ડાયેટમાં સમાવિષ્ટ કરી શકાય છે. ચિંતાની વાત એ છે કે, મોટાભાગના લોકો તેને ક્યારેક-ક્યારેક ખાય છે. જો તમે તેના સ્વાસ્થ્ય લાભ જાણી લેશો તો તમે પણ તેને ખાવાનું શરૂ કરી દેશો.1) બાજરી:- તે સૌથી સામાન્ય અનાજમાંથી એક છે. તે ભારતમાં વ્યાપક રૂપથી ખાવામાં આવે છે. મજાની વાત એ છે કે, તેને સામાન્ય રીતે ગરીબોનું મુખ્ય ભોજન કહેવામા આવે છે, પરંતુ તેને આ રીતે જોવું ખોટું થશે. બાજરીના ફાયદાની વાત કરીએ તો તે ઉર્જા, કેલરી અને પ્રોટીનનો એક સારો એવો સ્ત્રોત છે. તે રેસિસ્ટેંટ સ્ટાર્ચ, ઘૂલનશીલ અને અઘુલનશીલ ફાઈબર, ખનીજ અને એંટીઓક્સિડેંટનો ખજાનો છે. 

2) કેળા:- તમે બધા જ કેળા ખાતા હશો. વાસ્તવમાં, નાનપણમાં જ્યારે પણ એનર્જી ઓછી લગતી હતી ત્યારે મોટા લોકો આપણને કેળું ખાવાની સલાહ આપતા હતા. કેળું સરળતાથી મળે તેવું, સસ્તું અને પોષકતત્વોથી ભરપૂર છે જેમાં પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, લોહતત્વ, ફોલેટ અને બી6 સમાવિષ્ટ છે.3) છોલે:- પ્રોટીન માટે હવે તમારે માંસ, માછલી કે ચિકન પર નિર્ભર રહેવાની જરૂર નથી. છોલે પ્રોટીનથી ભરપૂર હોય છે. છોલે ખાવાના ફાયદાની વાત કરીએ તો, છોલે ફાઈબર, વિટામીન અને ખનીજોથી ભરપૂર હોય છે. નિયમિત રૂપથી છોલેનું સેવન કરવાથી વજન ઘટાડવા, પાચનમાં સુધારો કરવા અને ઘણી બીમારીઓના જોખમને ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. 

4) પાલક:- લોકો હવે મોટા ભાગે પાંદડાવાળી શાકભાજી પોતાના આહારમાં સમાવિષ્ટ કરી રહ્યા છે, એ જાણીને કે તેના સ્વસ્થ્ય લાભ ઘણા છે. તમે તેને સલાડ, પુલાવ અને સુપમાં મિક્સ કરી શકો છો. પાલક બજારમાં સરળતાથી મળી જાય છે. તે વિટામિન કે થી ભરપૂર હોય છે. જે હાડકાંના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ હ્રદય રોગ અને કેન્સરના જોખમને ઓછું કરે છે.5) મગની દાળ:- આ દાળ પ્રોટીન અને ફાઈબરમાં ઉચ્ચ કેલરીમાં ઓછી છે. તે માંસપેશીઓની સારવાર અને નિર્માણમાં મદદ કરે છે અને આપણને લાંબા સમય સુધી ભરાયેલા રાખે છે. તે એવા લોકો માટે સારો વિકલ્પ છે જે શાકાહારી ભોજન પસંદ કરે છે અને પોતાના પ્રોટીનનું સેવન વધારવા માંગતા હોય. આમ આ સસ્તી વસ્તુ ગુણોનો ખજાનો છે. જેનું સેવન તમારા સ્વાસ્થ્યને ફીટ રાખે છે. આ વસ્તુઓ સસ્તી જરૂર છે પણ પોષક તત્વોની દ્રષ્ટીએ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment