આવા લોકોએ ભૂલથી પણ ન પીવો શેરડીની રસ, નહિ તો ફાયદાને બદલે થશે આવા ગંભીર નુકશાનો….

મિત્રો ઉનાળાની ઋતુ આવતા જ ઠેર ઠેર શેરડીના રસના સ્ટોલ લાગી જાય છે. શેરડીનો રસ નાના શહેરો અને ગામડામાં તો લોકોનો ફેવરેટ સમર ડ્રીંક હોય છે. આને પીવાથી અનેક રોગોથી શરીર બચી રહે છે. શેરડીનો રસ સ્વાદિષ્ટ હોવાની સાથે જ શરીરને અંદરથી શીતળ રાખે છે. જ્યારે શેરડીનો રસ કાઢવામાં આવે છે તો તેમાં માત્ર 15% કાચી ખાંડ હોય છે જે તમને કેટલાક ફળો ના રસ કે સ્મુથી કરતા ખૂબ જ ઓછી હોય છે. શેરડીના રસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે.

શેરડીના રસમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, જસત, આયર્ન અને પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ તત્વો પણ હોય છે. આ વિટામીન એ, બી1, બી2, બી 3, અને સી નો સમૃદ્ધ સ્ત્રોત છે. જેના કારણે કમળો, એનિમિયા, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવે છે. જ્યાં એક તરફ આના આટલા બધા સ્વાસ્થ્ય લાભ છે, તેવી જ રીતે કેટલાક લોકો માટે આ નુકસાનદાયક પણ સાબિત થઈ શકે છે. તો જાણો કયા લોકોને શેરડીના રસનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.આ લોકોએ ન કરવું જોઈએ શેરડીના રસનું સેવન:-

1) લોહીને કરી શકે છે પાતળું:- શેરડીના રસમાં પોલીફેનોલ્સ નામનું તત્વ ઉપલબ્ધ હોય છે. જેના કારણે તમારું લોહી પાતળું થઈ શકે છે. એવામાં કંઈ પણ વાગવાથી બ્લડ ક્લોટ બનવામાં સમય લાગે છે અને તમારું ખૂબ જ વધારે લોહી વહી શકે છે. જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેમને શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ.

2) ડાયાબિટીસ:- શેરડીમાં ખાંડનું પ્રમાણ વધારે હોવાના કારણે પણ આ સુગરના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. 240ml શેરડીના રસમાં 50 ગ્રામ ખાંડ હોય છે કે જે 12 ચમચી જેટલી હોય છે. જોકે શેરડીના રસમાં ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) હોય છે અને વધુ પ્રમાણમાં ગ્લાયસેમિક લોડ (GL) હોય છે. જેના કારણે તમારા બ્લડ સુગર લેવલને અસર કરે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ આનુ વધુ પડતું સેવન કરવાથી બચવું જોઈએ.3) કોલેસ્ટ્રોલ:- જો તમને પહેલેથી જ કોલેસ્ટ્રોલ વધેલું હોય તો તેનું સેવન ન કરવું. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં વધી શકે છે.

4) પાચનતંત્ર:- શેરડીના રસમાં ઉપલબ્ધ થતું પોલીફેનોલ્સ પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે. જેના કારણે તમને પેટનો દુખાવો, ડાયરિયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જો તમારું પાચનતંત્ર સહેજ પણ કમજોર હોય તો એકવાર કોઈ ડોક્ટર કે ડાયટિશિયન ની સલાહ અવશ્ય  લેવી.

5) વજન ઘટાડે:- જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો આ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શેરડીના રસમાં એવા ગુણ ઉપલબ્ધ હોય છે  જે તમારા શરીરની ફેટને ઘટાડવામાં મદદ કરે છે. તેમજ જો તમારું વજન ખૂબ જ ઓછું હોય તો આનું સેવન કરવાથી બચવું જોઈએ. જેથી તમે અન્ડરવેટ એટલે કે તમારું વજન વધારે જ પડતું ઓછું થઈ શકે છે. 6) અનિંદ્રા ની સમસ્યા:- જો તમને પહેલેથી જ સ્ટ્રેસ કે અન્ય કોઈ કારણે અનિંદ્રાની સમસ્યા થઈ રહી હોય તો શેરડીના રસનું વધારે સેવન ન કરવું. કારણકે તેમાં ઉપલબ્ધ પોલિફેનોલ તમારી ઊંઘ ઉડાવી શકે છે. જેથી તમને અનિંદ્રા ની સમસ્યા થઈ શકે છે.

7) માથાનો દુખાવો:- શેરડીના રસની તાસીર ઠંડી હોય છે.તેની સાથે જ તેમાં ઉપલબ્ધ પોલીફેનોલ તમને માથાની સમસ્યા માં મૂકી શકે છે.

8) શરદી કફ:- જો તમને શરદી કફની સમસ્યા હોય તો શેરડીનો રસ ન પીવો જોઈએ. કારણકે તેની તાસીર ઠંડી હોય છે જેથી વધુ સેવન કરવાથી તમે કફની સમસ્યાથી જકડાઈ શકો છો.9) શેરડીના રસમાં કેલેરી હોય છે વધુ:- શેરડીના રસમાં કેલેરીનું પ્રમાણ વધારે હોય છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો આને ઓછો જ પીવો જોઈએ. એક રસ માં લગભગ 250 કેલેરી અને 100 ગ્રામ સુગર હોય છે. તેથી એ જ સારું રહેશે કે શેરડીના રસથી પરેજી કરવી જોઈએ જેથી વજન નિયંત્રિત રહે. 

10) પેટ થઈ શકે છે ખરાબ:- શેરડીનો રસ વધુ પ્રમાણમાં પીવાથી પેટ ખરાબ થઈ શકે છે. જો તમે એક દિવસમાં પાંચ થી છ ગ્લાસ પીવો છો તો તમારી હાલત ખરાબ થઈ શકે છે. તેમાં પોલીફેનોલ નામનું તત્વ હોય છે જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તમારું પેટ ખરાબ થવાની સાથે ઉલટી, ચક્કર આવવા, ઇંસોમ્નિયાનું જોખમ ઊભું થઈ શકે છે.11) સંક્રમણ થવાનું જોખમ વધે:- લારી પર રોડ સાઇડે મળતા શેરડીના રસ ને ન પીવો જોઈએ. તમે એ જોયું હશે કે ત્યાં કેટલી માખીઓ બમણતી રહેતી હોય છે ત્યાં સાફ-સફાઈ નું પૂરું ધ્યાન રાખવામાં નથી આવતું. શેરડીને પાણીથી સાફ કર્યા વગર જ મશીનમાં નાખી દેવામાં આવે છે. બજારમાં લગભગ શેરડીને ધોયા વગર જ રસ કાઢવામાં આવે છે. તેથી શેરડીના છાલ પર ચોટેલી ગંદકી, માટી પણ જ્યુસ ની સાથે મિક્સ થઈ જાય છે અને તમારા પેટમાં હાનિકારક બેક્ટેરિયા જઈને તમને અનેક  રોગો આપી શકે છે. માખીઓના કારણે પણ બહાર લારી પર મળતા શેરડીના રસને પીવાથી પેટ ખરાબ થઈ શકે છ.  

12) લાંબા સમય સુધી મૂકી રાખેલા રસ થી થઈ શકે છે બીમારીઓ:- તમે માર્કેટમાંથી શેરડીનો રસ લાવીને ફ્રીઝમાં રાખી દો છો અને તેને બે-ત્રણ કલાક બાદ પીવો છો તો એવું બિલકુલ ન કરવું. શેરડીનો રસ ખૂબ જ જલ્દી ખરાબ થવાની સાથે જ દૂષિત પણ થઈ જાય છે. જ્યારે તમે આ જ્યુસ ને 15 થી 20 મિનિટ માટે પણ રાખો છો તો આ ઓક્સીડાઇઝ બની જાય છે. એવામાં તેને પીવાથી અનેક શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી હંમેશા ફ્રેશ રસનું જ સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment