પગથી માથા સુધી હાડકાને મજબુત કરવાનો એકમાત્ર ઉપચાર, કેલ્શિયમની કમી, હાડકાની નબળાઈ અને દુખાવા પણ થઈ જશે ગાયબ…

આપણા શરીરમાં હાડકાઓ મજબુત હોવા જરૂરી છે અને હાડકાની મજબૂતી માટે કેલ્શિયમનું સેવન જરૂરી છે. હાડકાને મજબુત બનાવવા માટે તમારે અમુક વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે. અહી આ લેખમાં અમે તમને કેટલાક જ્યુસ વિશે જણાવીશું જેના સેવનથી તમારા શરીરના દરેક હાડકા મજબુત થવામાં તમારી મદદ કરે છે. 

ખાવાપીવાની ખોટી આદત અને સુસ્ત જીવનશૈલીને કારણે ઘણા લોકો હાડકાને લગતી સમસ્યાઓથી પીડિત રહે છે. કમરમાં દુખાવો, કાંડામાં દુખાવો, આંગળીઓમાં દુખાવો, પીઠમાં દુખાવો, વગેરે સમસ્યાઓ સામાન્ય છે, આ બધું કમજોર હાડકાઓની નિશાની છે. જો તમે થોડું કામ કરીને પણ થાકનો અનુભવ કરતા હો તો સમજી લો કે તમારા હાડકા કમજોર થઇ ગયાં છે. પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ અને વિટામીન ડી ન મળવાથી હાડકાઓ કમજોર થઇ જાય છે. મેડીકલ ભાષામાં તેને ઓસ્ટીયોપોરોસીસ ના નામથી ઓળખવામાં આવે છે. જેમાં હાડકાઓ કમજોર અને ભંગુર થઇ જાય છે. સમય પર ધ્યાન ન આપવાથી આ સમસ્યા ગંભીર થઇ શકે છે. તમારા હાડકામાં પડવા અથવા હળવા તનાવ જેમ કે વળવાથી અથવા ઉધરસ ખાવાથી પણ ફ્રેકચર થઇ શકે છે.

હાડકાઓને મજબુત બનાવવાના ઉપાયોમાં કસરત કરવી, સ્મોકીંગથી બચવું, ઘણા વિટામીન અને મિનરલ્સ સપ્લીમેન્ટ લેવા અને સૌથી મોટી વાત કેલ્શિયમ અને વિટામીન ડી વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જરૂરી છે. બેશક દૂધ, દહીં, અને પનીર ડેરી ઉત્પાદોમાં ભારે માત્રામાં કેલ્શિયમ રહેલ છે. પણ ઘણા જ્યુસ પણ છે, જે તમારા હાડકાને ભારે માત્રામાં કેલ્શિયમ, વિટામીન ડી, ફોસ્ફરસ, વિટામીન સી અને અન્ય પોષક તત્વ આપીને તેને મજબુત બનાવી શકે છે. 1 ) દ્રાક્ષનો રસ :- દ્રાક્ષનો રસ પણ હાડકાઓને મજબુત બનાવી રાખવામાં મદદ કરે છે. તેમાં વધુ પ્રમાણમાં વિટામીન સી હોય છે, જે હાડકાના મેટ્રીકસ માં કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે અને હાડકાના સ્વાસ્થ્ય માટે હાનીકારક મુક્ત કણોને બહાર કાઢે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દ્રાક્ષના સેવનથી ઉંદરના હાડકાની ગુણવત્તામાં સુધાર આવ્યો. જયારે બીજા અભ્યસમાં જાણવા મળ્યું કે દ્રાક્ષનો રસ પીવાથી હાડકાની ગુણવત્તા અને અસ્થી ખનીજ સામગ્રી વધારવામાં મદદ મળી છે. 

2 ) પોશ્ચરાઈજ્ડ દૂધ:- ડેરી ઉત્પાદ કેલ્શિયમના સારા સ્ત્રોતો માંથી એક છે. પણ પોશ્ચરાઈજ્ડદુધમા કેલ્શિયમની સાથે સાથે વિટામીન ડી પણ વધુ પ્રમાણમાં રહેલ છે. પર્યાપ્ત વિટામીન ડી પ્રાપ્ત કરવાથી કેલ્શિયમનું અવશોષણ વધી જાય છે. હાડકાને મજબુત કરવા માટે તમારે દરરોજ તેનું સેવન કરવું જોઈએ. આ સિવાય તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન પણ મળે છે. 3 ) કેફીર મિલ્ક:- તમે દૂધ નથી પીતા તો તમારા માટે કેફીર એક સારો વિકલ્પ છે. તેમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ હોય છે. તે વિટામીન K2 નો પણ સારો સ્ત્રોત છે. જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વ છે. ઓસ્ટીયોપોરોસીસ ના રોગીઓ પર 2015 માં એક અભ્યાસ કરવામાં આવ્યો કે છ મહિના સુધી જેમણે તેનું સેવન કર્યું, તેમને હાડકા મજબુત બનાવવામાં મદદ મળી છે. 

4 ) ગ્રીન સ્મુદી:- કેલ્શિયમની બાબતે ઘાટા લીલા પાન વાળી શાકભાજી પણ પાછળ નથી. પાલક અને કેળા બંનેમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. હાડકાને મજબુત બનાવવા માટે તમારે લીલા પાન વાળી શાકભાજીની સ્મુદી બનાવીને પીવી જોઈએ. તમે તેમાં કેળા અને સંતરા પણ નાખી શકો છો. 

5 ) બદામ અને સોયા દૂધ:- હાડકાને સ્વસ્થ અને મજબુત બનાવવા માટે તમે બદામ અને સોયા દૂધ પણ લઇ શકો છો. આ પ્રવાહી પદાર્થોમાં સામાન્ય રીતે ઘણા પોષક તત્વો હોય છે જે હાડકાને થતા નુકશાનને રોકે છે. વિશેષ રૂપે કેલ્શિયમ અને વિટામીન ડી. આમ હાડકાની મજબૂતી માટે અહી આપેલ જ્યુસનું સેવન તમને ફાયદાકારક સાબિત થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment