આ 5 કડવી વસ્તુ શરીરને રાખશે આજીવન સ્વસ્થ અને બીમારીઓથી દુર, જાણી લો સેવન કરવાના ચમત્કારિક ફાયદા…

મિત્રો કડવી વસ્તુનું નામ લેતાં જ આપણું મોઢું બગડી જાય છે. આમ કડવો સ્વાદ કોઈને પણ ગમતો નથી. આ મોઢાને કડવાશથી ભરી દે છે. આ જ કારણથી બાળકોથી માંડીને મોટા પણ આનો સ્વાદ ચાખવા નથી માંગતા. પછી વાત કારેલાની હોય કે ગ્રીન ટી ની. પરંતુ શું તમે જાણો છો સ્વાદમાં કડવી આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ગજબની ફાયદાકારક હોય છે. જો તમે આના ફાયદા વિશે ન જાણતા હોવ તો અમે તમને આ લેખના માધ્યમથી  સંપૂર્ણ માહિતી પૂરી પાડીશું. તો સ્વાદમાં આ કડવી વસ્તુના મીઠા ગુણો જાણવા વિશે આગળ વાંચતા રહો.

1) ક્રુસિફેરસ:- ક્રુસિફેરસ વાસ્તવમાં શાકભાજીનો એક પરિવાર છે, જેમાં બ્રોકોલી, મૂળો, ફુલાવર અને કોબી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેનો સ્વાદ થોડો કડવો હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા ગ્લુકોસિનોલેટ્સને કારણે તેનો સ્વાદ કડવો હોય છે.2) કોકોપાવડર:- અન્ય ચોકલેટની તુલનાએ ડાર્ક ચોકલેટના સ્વાદમાં થોડી કડવાશ હોય છે. આવું એટલા માટે કારણ કે તેમાં કોકો પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. જ્યારે કોકો કાચો હોય છે ત્યારે તેનો સ્વાદ કડવો હોય છે. આમાં પોલિફેનોલ્સ અને એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે, જે રક્તવાહિનીઓ માટે ફાયદાકારક હોવાની સાથે શરીરમાં સોજાને પણ ઘટાડે છે.

3) કારેલા:- કડવા કારેલાનો સ્વાદ આમ તો કોઈને પણ પસંદ નથી આવતો, તે છતાં આ શાકમાં એવા અસંખ્ય ગુણો ઉપલબ્ધ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા સાબિત થાય છે. કારેલા ફાઈટોકેમિકલ્સ, પોલિફીનોલ્સ, ફ્લેવોનોઈડ્સ ઉપલબ્ધ હોય છે જે બોડી શુગરને નિયંત્રિત રાખે છે અને તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સથી ત્વચાને બચાવે છે.4) ગ્રીન ટી:- કડવા સ્વાદથી ભરપૂર ગ્રીન ટીનો સ્વાદ પણ ઉપર જણાવવામાં આવેલી વસ્તુઓની જેમ કડવો જ હોય છે. જોકે આ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. વજન ઘટાડવા, મેટાબોલિઝ્મને સારું બનાવવા, ડાયજેશન ઠીક કરવા અને હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદગાર છે.

5) લીંબુ અને સંતરા:લીંબુ અને સંતરા વિટામિન સી ના ગુણોથી ભરપૂર હોય છે. શું તમે જાણો છો કે આની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આની છાલમાં હાજર કડવાશ ફળમાં કીડા થતાં બચાવે છે. જો તમે આની છાલની પેસ્ટ નો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં કરો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment