ચોમાસામાં ભૂલથી પણ ન ખાતા આ હેલ્દી વસ્તુ, નહિ તો સુંદર ચહેરો થઈ જશે ખીલ અને દાગ વાળો… જાણો ચહેરો સુંદર રાખવા શું ન ખાવું જોઈએ…

ચોમાસાની ઋતુ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને તેની એવી અસર થાય છે કે આપણને અનેક પ્રકારના પકવાન ખાવાની ઈચ્છા જાગૃત થાય છે. ખોરાકનો આપણી ત્વચા સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. આપણે જે પણ આહાર લઈએ છીએ તેની સીધી અસર આપણી ત્વચા પર થાય છે. ઉદાહરણ માટે તાજા ફળ અને શાકભાજી સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ લુક આપવામાં મદદ કરે છે.

જોકે દરેક ઋતુ પોતાની સાથે કેટલાક એવા બદલાવ લાવે છે જેને અનુસાર કેટલાકના શરીર આ બદલાવમાં ઢળી નથી શકતા. આવું એટલા માટે થાય છે કારણ કે આ વસ્તુઓ શરીર પર પ્રતિક્રિયા આપે છે અને ઘણીવાર ત્વચાની સમસ્યાઓના સ્વરૂપમાં આવે છે. જો તમે તમારી સ્કિન પર ખીલ અને તેનાથી થતા ડાઘ ન ઇચ્છતા હોવ તો બહેતર એ રહેશે કે ચોમાસામાં કેટલીક વસ્તુઓને ખાવાની એવોઇડ કરવી જોઈએ, નહીં તો તમારી સ્કિન પર ખરાબ અસર થશે. આ કઈ વસ્તુઓ છે તે જાણીએ.1) દૂધ અને તેનાથી બનતા ખાદ્ય પદાર્થ:- દૂધ પીવું સારું છે પરંતુ તેનું વધુ પડતું સેવન હોર્મોન્સ પર અસર કરે છે. વિશેષરૂપે વરસાદની ઋતુમાં જ્યારે ઠંડકના કારણે પાચન આમ પણ તુલનાત્મક રૂપે ધીમુ રહે છે. હોર્મોન્સ વધુ ઝડપથી ત્વચા પર અસર કરે છે. એવામાં આ પ્રભાવિત થવાથી ચહેરા પર ખીલ અને ફોલ્લી થતા વાર નથી લાગતી.

2) હાઈ ગ્લાયસેમીક ઇન્ડેકસવાળા ફૂડ:- જે ખાદ્ય પદાર્થોના ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ હાઈ હોય છે, તે સ્કિન ઈન્ફ્લેમેશનનું કારણ બનતા ખીલ થાય છે. આનાથી સ્કિન રેસીસ પણ થાય છે હાઈ ગ્લાઇસેમીક ફૂડમાં કેક, ચોકલેટ, સ્વીટ ડ્રન્ક્સ, આઈસક્રીમ, કોલ્ડ્રીંક સફેદ બ્રેડ બટાકા સફેદ ચોખા વગેરે જેવી વસ્તુઓ શામેલ છે.3) તળેલા ખાદ્ય પદાર્થ:- વરસાદમાં ભજીયા જેવી વસ્તુઓ ખાવાની મજા જ કંઇક અલગ છે. જોકે આ કેટલાક અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે વધારે તળેલું ખાવાનું સ્કિનને ડેમેજ કરીને ખીલ થવાનું કારણ બને છે. એવામાં શ્રેષ્ઠ એ જ રહેશે કે ચોમાસામાં તળેલી અને વધારે મસાલેદાર ખાદ્ય ચીજવસ્તુઓ ઓછી જ ખાવી જોઈએ.

4) પાલક:- પાલક એ આયર્નથી ભરપૂર પાંદડાવાળી શાકભાજી છે. આ આંખો માટે ખૂબ જ સારી હોય છે, સાથે જ તેનાથી હિમોગ્લોબીન પણ વધે છે. જો કે ચોમાસામાં આને વધારે ખાવાથી ખીલની સમસ્યા થઈ શકે છે. આવું તેમાં હાજર આયોડીન નું પ્રમાણ વધારે હોવાના કારણે થાય છે. જો આ શાક તમારું મનપસંદ હોય તો પણ તેને નિયંત્રિત કરવું જ શ્રેષ્ઠ રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment