ટાઈપ 1અને 2 કરતા વધારે ખતરનાક છે ટાઈપ 3 ડાયાબિટીસ… જાણો કેવી રીતે થાય છે ટાઈપ 3 ડાયાબિટીસ, શું તેના લક્ષણો અને ઈલાજની સંપૂર્ણ માહિતી….

ટાઈપ 3 ડાયાબિટીસની સારવાર ડાયાબિટીસના અન્ય વેરિઅન્ટથી ખૂબ જ મુશ્કેલ અને પડકાર જનક હોય છે. કારણ કે આમાં સ્વાદુપિંડ ને થતા નુકશાનના આધારે કરવાનું હોય છે. આનો ઈલાજ સમયસર ન કરવામાં આવે તો દર્દીના શરીરના અંગ પણ ખરાબ થઈ શકે છે. ઘણા કિસ્સામાં આ બીમારી જીવલેણ સુધી સાબિત થાય છે.

ટાઈપ 3ડાયાબિટીસથી કેવી રીતે બચાય:- આજના સમયમાં ડાયાબિટીસ ખૂબ જ સામાન્ય બીમારી થઈ ચૂકી છે. મોટા ભાગે લોકો ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ વિશે જાણે છે. દુનિયામાં ડાયાબિટીસથી પીડિત દર પાંચમો વ્યક્તિ ભારતીય છે. પરંતુ શું તમને ખબર છે કે લોકોની વચ્ચે ટાઈપ 3 સી ડાયાબિટીસ પણ ધીરે ધીરે પગ પેસારો કરી રહી છે.

ટાઈપ 3 સી ડાયાબિટીસ ટાઈપ 1 અને ટાઈપ 2 થી વધુ ખતરનાક છે અને સૌથી વધારે જોખમકારક વાત એ છે કે ડોક્ટર પણ આ બીમારીની જલ્દી તપાસ નથી કરી શકતા. આ ઘણી વાર માણસને ધીમે ધીમે ખોખલું કરી દે છે. આની ઓળખ ત્યારે જ થાય છે જ્યારે દર્દીમાં સતત લક્ષણ જોવા મળે અને તે નિયમિત રૂપે ડોક્ટરની સાથે સંપર્કમાં રહે.

ટાઈપ 3 સી ડાયાબિટીસ શું છે?:- ટાઈપ 3 સી ડાયાબિટીસ સ્વાદુપિંડમાં ગડબડ થવાના કારણે થાય છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા સ્વાદુપિંડમાં કોઈ પ્રકારનું નુકસાન થયું હોય. જેવી રીતે સર્જરી થઈ હોય, સ્વાદુપિંડ ટ્યુમર હોય કે પછી તેનાથી જોડાયેલી કોઈપણ બીમારી હોય.

ટાઈપ 3 સી ડાયાબિટીસમાં  ઇન્સ્યુલિન નું પ્રમાણ ઘટી જાય છે અને તમારા શરીરમાં પૂરતું ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી થઈ શકતું. ઇન્સ્યુલિન આપણા લોહીમાં હાજર ગ્લુકોઝને આપણી કોશિકાઓને મોકલવા અને આપણા શરીરમાં ઉર્જા આપવાનું કામ કરે છે. જો તમને ટાઈપ 3 સી ડાયાબિટીસ થયું હોય તો તમારું સ્વાદુપિંંડ ખાવાને બચાવવા માટે જરૂરી એન્ઝાઇમનો ઉત્પાદન નથી કરી શકતું.ટાઈપ 3 સી ડાયાબિટીસના લક્ષણ:- ડાયાબિટીસ 3 સી પોતાની જાતે ખૂબ જ રેર કેસમાં થાય છે. કેટલાક કિસ્સાઓમાં આના લક્ષણો જોવા પણ નથી મળતા તેથી સમયસર આ બીમારીની તપાસ કરવી અને તેનો ઈલાજ મુશ્કેલ થઈ જાય છે. જોકે શરીરમાં થતા કેટલાક બદલાવો ના આધારે આ બીમારીને ઓળખી શકાય છે. જેમ કે જો તમને ડાયાબિટીસના દર્દી છો, અને તમારું વજન અચાનક કોઈ કારણ વગર જ ઝડપથી ઓછું થવા લાગ્યું હોય તો તમારે તરત જ ડોક્ટર થી ચેકઅપ કરાવી લેવું જોઈએ. તેના સિવાય ટાઈપ 3 સી ડાયાબિટીસના દર્દીઓમાં પેટમાં દુખાવો, જરૂરત કરતા વધારે થાક, ઝાડા, ગેસ અને હાઈપોગ્લાયસીમિયા જેવા લક્ષણો પણ જોવા મળે છે.

ટાઈપ 3 સી ડાયાબિટીસના કારણો:- ટાઈપ 3 સી ડાયાબિટીસના અનેક કારણો છે જેમાં વધુ પડતો સંબંધ સ્વાદુપિંડ થી જોડાયેલી બીમારીઓ સાથે છે. સ્વાદુપિંડ ની બીમારીથી પીડિત 80% લોકોમાં ટાઈપ 3 સી નું જોખમ રહે છે. આ ઉપરાંત, દર્દીને તીવ્ર સ્વાદુપિંડનો સોજો, સ્વાદુપિંડનું રિલેપ્સિંગ, સ્વાદુપિંડનું કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને હેમોક્રોમેટોસિસ રોગોમાં પણ ટાઇપ 3સી ડાયાબિટીસ પણ થઈ શકે છે.પ્રકાર 3સી ડાયાબિટીસનું કારણ બને તેવા જોખમી પરિબળો:- આનું સૌથી મોટું કારણ સ્વાદુપિંડમાં થતી બીમારી છે. તેના સિવાય આ ડાયાબિટીસથી પીડિત દર્દીઓ મેદસ્વિતાપણા થી પીડિત અને હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોમાં પણ થઈ શકે છે. જો કોઈ રોગીમાં સતત લક્ષણ જોવા મળે તો બીમારીની ઓળખાણ કરી શકાય છે. પરંતુ રોગી પોતાનો ઈલાજ ઠીક રીતે ન કરાવે તો ટાઈપ બે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ લેતા રહેવાથી  તેમના અંગ ખરાબ થવાનું જોખમ વધી જાય છે 

ટાઈપ 3સી ડાયાબિટીસ ના ઉપચારમાં લગભગ  ઇન્સ્યુલિન મેનેજમેન્ટ જરૂરી હોય છે. તો તેવી જ રીતે ટાઈપ બે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ ઇન્સ્યુલિન રેસિસ્ટન્ટ માટે કરી શકાય છે. સરળ ભાષામાં કહીએ તો ટાઈપ બે ડાયાબિટીસમાં તમારું શરીર યોગ્ય રીતે ઇન્સ્યુલિનનો ઉપયોગ નથી કરી શકતું.

કેવી રીતે કરી શકાય આ બીમારીની સારવાર:- ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ પોતાના લક્ષણોને ડોક્ટરની સાથે વિસ્તારથી જણાવીને અને વિશેષ રૂપે સ્વાદુપિંડથી જોડાયેલી કોઈપણ મુશ્કેલી જણાવવી મહત્વપૂર્ણ છે. ટાઈપ 3સી ડાયાબિટીસ વિશે જાગૃતતા ની કમી છે કે નથી અને તેથી અનેકવાર તમને ખોટી સલાહ કે ઈલાજ પણ મળી શકે છે.આ બીમારી સ્વાદુપિંડ ને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. આનો ઈલાજ પણ ડાયાબિટીસના ટાઈપ 2 પ્રકારથી પણ ખૂબ જ મુશ્કેલ અને પડકાર જનક છે, કારણ કે આમાં સ્વાદુપિંડ ને થતા નુકસાનના આધારે કરવાનું હોય છે. ટાઈપ 3સી ડાયાબિટીસના દર્દીઓને પોતાનું બ્લડ શુગરને મેન્ટેન રાખવા માટે ટાઈપ 2 ડાયાબિટીસની તુલનામાં શરૂઆતી ચરણમાં જ ઇન્સ્યુલિનની જરૂરત પડવા લાગે છે.

આમાં દર્દીઓએ ડાયટ અને જીવનશૈલી પણ સુવ્યવસ્થિત કરવી પડે છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન પ્રમાણે ટાઈપ 3 ડાયાબિટીસ હકીકતમાં પહેલાની તુલનામાં વધારે સામાન્ય થઈ ગયું છે. ડાયાબિટીસના દરેક દર્દીઓમાં ઓછામાં ઓછું 8% લોકોમાં ટાઈપ 3સી ડાયાબિટીસ થવાનું જોખમ હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment