શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

શરીરમાં આ વસ્તુ ઘટવાથી થાય છે આવી તકલીફો, નજરઅંદાજ કરશો તો મુકાય જશો મુશ્કેલીમાં. જાણો આ કમી દૂર કરવાના ઘરેલુ ઉપાય..

એક સારા સ્વાસ્થય માટે અને શરીરને ફિટ રાખવા માટે નિયમિત રૂપથી મિનરલ્સ, આયરન, પ્રોટીન અને પોષક તત્વોની જરૂર પડે છે. આપણા પૂરા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન જ કરે છે, પરંતુ જો તમને આયરનની ખામી છે, તો તમારું હિમોગ્લોંબિન બરોબર બનતું નથી.

પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં આયરનની ખામી વધારે જોવા મળે છે. તેવામાં જરૂરી છે કે, આયરનની ખામી ન થાય, આ માટે તમારે તમારા ડાયટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરવી પડશે. આયરનની ખામીને દૂર કરવા માટે, આપણે આયરન અને પોષણના ગુણોથી ભરપૂર પદાર્થોનું સેવન કરવું પડશે.

આજે અમે તમને અમુક એવી વસ્તુ વિશે જણાવશું કે, જેમાં પર્યાપ્ત માત્રામાં આયરન હોય છે. તમારે તમારા ડાયટમાં બીટ, પાલક, બટાટા, દાડમ, સૂકી કિશમિશ, સફરજન, લીંબુ અને પિસ્તાને સામેલ કરવા જોઈએ. આ બધા ફૂડ આયરનની ખામીને દૂર કરે છે. તો ચાલો જાણીએ તેના વિશે વધુમાં.

પાલકનું સેવન : ડાયટ એક્સપર્ટ્સ અનુસાર જો તમારા શરીરમાં આયરનની ખામી છે, તો તમારે તમારા ડાયટમાં પાલકને જરૂરથી સામેલ કરવી જોઈએ. આ આયરનનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. પાલકમાં આયરન સિવાય કેલ્શિયમ, સોડિયમ અને ફોસ્ફોરોસના ગુણો હાજર હોય છે. પાલક હિમોગ્લોબિનને વધારવામાં મદદ કરે છે. પાલકનું તમે શાક બનાવી શકો છો, તેમજ પાલકનું સૂપ અને તેને કાચી પણ ખાય શકો છો.

લીલા પાન વાળી શાકભાજી : આયરનની ભરપૂર માત્રા લીલા પાન વાળી શાકભાજીમાં પણ ખુબ જ હોય છે. લીલા પાન વાળી શાકભાજી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. કારણ કે આ બધી જ શાકભાજીમાં પોષણના ગુણ વધારે માત્રામાં હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનની ખામીને દૂર કરવામાં મદદ કરે છે.

બટાટાનું સેવન : બટાટા એક એવી શાકભાજી છે, જેનું સેવન દરરોજ દરેકના ઘરમાં થતું જ હોય છે. એક કાચા બટાટામાં 3.2 મિલિગ્રામ આયરન હોય છે. બટાટાએ ફાઈબર, વિટામિન-સી, બી-6 અને પોટેશિયમનો એક મુખ્ય સોર્સ છે. બટાટાને ડાયટમાં સામેલ કરીને આયરનની ખામીને દૂર કરી શકાય છે.દાડમનું સેવન : બટાટાની જેમ જ દાડમ પણ એક આયરનનો મુખ્ય સ્ત્રોત છે. દાડમને આયરનની સાથે ઈમ્યુનિટી વધારવા માટે પણ લાભકારી માનવામાં આવે છે. દાડમ એક એવું ફળ છે, જે કેટલાક રોગોથી બચાવવા માટે કામ કરે છે. દાડમ અથવા તો દાડમનું જ્યુસ પીવાથી આયરનની ખામીને દૂર કરી શકાય છે.

આયરનની ખામીના લક્ષણ : ડાયટ એક્સપર્ટ્સ જણાવે છે કે, આયરનની ખામી થવાથી નખ નબળા થઈ તૂટવા લાગે છે, માથાનો દુઃખાવો, ચક્કર આવવા અથવા તો માથું ઘુમવા લાગે છે. આ સિવાય નબળાઈ લાગવી, હાથ પગ ઠંડા થઈ જવા, ખુબ જ વધારે નબળાઈ લાગવી, ત્વચામાં પીળાશ થઈ જવી, છાતીમાં દુઃખાવો, શ્વાસ ચડી જવો, માટીના પદાર્થોનું સેવન કરવાની ઈચ્છા થવી, આ બધા તેના લક્ષણો છે.આયરનની ખામી થવાથી થવા વાળા રોગો : ડોક્ટરનું માનો તો, થાક લાગવો, એ આયરનની ખામીનું સૌથી સામાન્ય લક્ષણ છે. આવું એટલા માટે થાય છે, કારણ કે શરીરમાં હિમોગ્લોબિન બનાવવા માટે આયરનની પર્યાપ્ત માત્રા હોતી નથી. પાર્યાપ્ત હિમોગ્લોબિન વિના ઓક્સિજનની પર્યાપ્ત માત્રા આપણી માંસપેશીઓ સુધી પહોંચતી નથી, જેના કારણે આપણા શરીરને થાકનો અનુભવ થાય છે.

આ સિવાય આપણા શરીરમાં આયરનની ખામી થાય છે, ત્યારે સૂકી ત્વચા, ખરાબ વાળ અને સફેદ નખ થવા લાગે છે. ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સ્ત્રીઓને એનીમિયા રોગ થવાની સંભાવના થઈ જાય છે. આયરનની વધારે ઉણપના કારણે, વ્યક્તિની પ્રતિરક્ષા ઓછી થાય છે, જેના કારણે તે વધુ બીમાર થવા લાગે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!