લોહી જાડુ કે ગઠ્ઠા થઈ જાય તો જીવ મુકાય જશે જોખમમાં, જાણો આવું થવાના કારણો પાતળું કરવાના ઘરેલું દેશી ઉપાય…

લોહી જાડુ કે ગઠ્ઠા થઈ જાય તો જીવ મુકાય જશે જોખમમાં, જાણો આવું થવાના કારણો પાતળું કરવાના ઘરેલું દેશી ઉપાય…

જો તમારે સ્વસ્થ રહેવું છે તો, તેના માટે તમારે શરીરની અંદર હેલ્દી લોહીની જરૂર પડે છે. આ કોરોના કાળમાં લોહીના ગઠ્ઠા થવાના પણ કેટલાક કેસો સામે આવી રહ્યા છે. તેથી તો એ સાબિત થાય છે કે, લોહીનું શુદ્ધ હોવું એ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. લોહી જાડુ થવાથી નસોમાં ગઠ્ઠા પડવા લાગે છે, જે શરીર માટે નુકશાનકારી છે. આજે લગભગ ઘણા ખરા લોકોને લોહી જાડુ થવાની સમસ્યા છે અને એની કેટલીક હદ સુધી તો આપણે પોતે જ જવાબદાર છીએ. લોહીના ગઠ્ઠાને દૂર કરવા માટે લોકો કેટલીક દવાઓનું સેવન પણ કરતાં હોય છે.

શરીરની અંદર પાતળું અને શુદ્ધ લોહી હોવું એ ખુબ જ જરૂરી છે. આજે અમે તમને શરીરમાં બનવા વાળા શુદ્ધ લોહી વિશે જણાવીશું. સાથે જ, એ પણ જણાવીશું કે શરીરમાં કંઈ રીતે હેલ્દી લોહી બને છે.

આ વસ્તુથી મળીને બને છે શુદ્ધ લોહીનું નિર્માણ : બાયોલોજિકલ ભાષામાં લોહીને પ્લાજ્મા પણ કહેવામાં આવે છે. પ્લાજમા હળવા પીળા રંગનું એક પ્રવાહી પદાર્થ હોય છે, જેમાં સૌથી વધારે પાણી, પ્રોટીન, મેગ્નેશિયમ, કાર્બન ડાયોક્સાઈડ, યુરિક એસિડ, નાઇટ્રોજન અને ઓક્સિજન હાજર હોય છે. એટલે કે આપણું લોહી પ્લાજમા, લાલા રક્ત કોશિકા, સફેદ રક્ત કોશિકા અને પ્લેટલેટ્સથી મળીને બને છે.

આપણા લોહીમાં રક્તાણુ હાજર હોય છે, જેનાથી ઓક્સિજનની ક્રિયા થાય છે. શરીરમાં રહેલ સફેદ રક્ત કોશિકાઓનું મુખ્ય કાર્ય રોગોથી શરીરની રક્ષા કરવાનું છે. તે ઇમ્યુનિટી વધારવા માટે પણ મુખ્ય ભૂમિકા આપે છે.

લોહીમાં ગઠ્ઠા થઈ જવાથી શરીરને થતાં નુકશાન : બ્લડ ક્લોટિંગ, હૃદય સંબંધી રોગોની સમસ્યા, દ્રષ્ટિ ઝાંખી થઈ જવી, ચક્કર આવવા, પીડિયર દરમિયાન વધારે બ્લીડિંગ, ગઠ્ઠા, માથાનો દુઃખાવો, હાઇ બ્લડ પ્રેશર, ત્વચામાં ખંજવાળ, કોલેસ્ટ્રોલ.

લોહી પાતળું કરવાની રીત : લગભગ દરેક લોકો લોહીને પાતળું કરવા માટે દવાઓ ખાતા હોય છે, પરંતુ તમે ચાહો તો તમારી લાઈફ સ્ટાઇલમાં બદલાવ કરીને પણ તમે લોહીને પાતળું કરી શકો છો. કારણ કે બ્લડ ક્લોટિંગના જોખમને ઓછું કરવા માટે દવાઓ સિવાય અન્ય કેટલાક ઘરેલુ ઉપાયો  અને ખાદ્ય પદાર્થો છે જે વધુ કારગર છે. આ માટે તમારે તમારી ખાન-પાનમાં સખત ધ્યાન આપવું પડશે અને તમારી લાઈફ સ્ટાઈલને પણ સુધારવી પડશે.

ફાઈબર વાળું ભોજન કરો : જો તમે તમારી ડાયટમાં ફાઈબર વાળું ભોજન લેશો તો તમારું લોહી પાતળું થશે. લોહીને પાતળું કરવા માટે ફાઇબર યુક્ત ભોજન કરવું એ ખુબ જ જરૂરી છે. ફાઇબર યુક્ત ભોજન લેવાથી પાચન શક્તિ સારી રહે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સરખું રહે છે. ફાઇબર યુક્ત ભોજનમાં બ્રાઉન રાઈસ, ગાજર, બ્રોકોલી, મૂળો, સલગમ, સફરજન અને તેના રસનો સમાવેશ કરો.વ્યાયામ : વધારે વાર સુધી બેસી રહેવું અને કંઈ પણ કામ ન કરવું, તેનાથી પણ તમારું લોહી જાડુ થઈ શકે છે. જો શરીરમાં સરખી રીતે બ્લડ સર્ક્યુલેશન ન થાય તો પણ લોહી જાડું થઈ શકે છે. હેલ્દી બ્લડ બનાવવા માટે તમારે, 30 થી 40 મિનિટ સુધી વ્યાયામ કરવું જોઈએ. તમે યોગ દ્વારા પણ લોહીની કોલેટી ઇમ્પ્રૂવ કરી શકો છો.

ડેડ સ્કીન કાઢે : કેટલીક વાર ત્વચા પર સંચિત મૃત ત્વચા છિદ્રોને બંધ કરે છે, જે રક્ત પરિભ્રમણ પર અસર કરે છે. મહિનામાં 1 થી 2 વાર મૈની ક્યોર અને પૈડી ક્યોર જરૂરથી કરાવવું જોઈએ. તેનાથી ડેડ સ્કીન સૈલ નીકળી જાય છે અને લોહીનો પ્રવાહ પણ સારો થાય છે.

માછલીનું તેલ : માછલીના તેલમાં ઓમેગા-3 ફેટી એસિડ, આઇપીએ અને ડીએચએ ગુણ હોય છે, જે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. માછલીના તેલને તમારા ડાયટમાં જરૂરથી શામિલ કરો. ડોક્ટર પણ માછલીના તેલની કેપ્સ્યુલ ખાવાની સલાહ આપે છે.ઊંડો શ્વાસ લો : સવારના સમયમાં શુદ્ધ ઓક્સિજન લેવું એ ખુબ જ લાભકારી છે. ઊંડો શ્વાસ લેવાથી ફેફસાને  ઓક્સિજન મળે છે, જેનાથી રક્ત પરિભ્રમણ સારું રહે છે.

પાણીમાં સિંધાલુણ નમક ઉમેરીને સ્નાન કરવું : સિંધાલુણ મીઠું પાણીમાં નાખીને સ્નાન કરવાથી, તે જાડા લોહીને પાતળું કરવામાં મુખ્ય ભૂમિકા આપે છે. કારણ કે સિંધાલુણ નમક સ્વસ્થ રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે.

હળદર : હળદરમાં એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે, જે શરીરને રોગોથી લડવા માટેની શક્તિ પ્રદાન કરે છે. આ સિવાય તેમાં, પ્રોટીન, ફાઈબર, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયરન, મૈગ્નેશિયમ અને ઝિંક જેવા પોષકતત્વો હાજર હોય છે. ઔષધિય ગુણોથી ભરપૂર હળદર બ્લડ ક્લોટિંગને રોકવાનું કાર્ય પણ કરે છે. તમે હળદરવાળા દૂધનું સેવન પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!