પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થાય તો તરત જ ખાવા લાગો આ વસ્તુ, થોડી જ મિનીટોમાં દેખાશે અસર.

મિત્રો આપણું શરીર અનેક તત્વોથી બનેલું છે. તેને ટકાવી રાખવા માટે ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. પણ જ્યારે આપણા શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ થાય છે ત્યારે આપણું શરીર નબળું બનતું જાય છે. આથી તેના વિશે પૂરી માહિતી રાખવી આપણા માટે ખુબ જરૂરી છે. ચાલો તો આપણા શરીરમાં આ પ્લેટલેટ્સ શું છે તેના વિશે જાણી લઈએ.

પ્લેટલેટ્સ એ બ્લડ સેલ્સ હોય છે જે ક્લોટિંગ બનાવે છે અને લોહીને વહેતા રોકે છે. પ્લેટલેટ્સ આપણા અસ્થી મજ્જામાં બને છે અસ્થી મજ્જામાં સ્ટેમ સેલ્સ હોય છે જે રેડ બ્લડ સેલ્સ, વ્હાઈટ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સના રૂપે વિકસિત થાય છે. શરીરમાં પ્લેટલેટ્સ ઓછા થવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઘણા લોકોમાં પ્લેટલેટ્સ ઓછા થવાથી તે થ્રોમ્બોસાઈટોપેનીયા નામની બીમારીનો શિકાર બને છે. તો ચાલો જાણી લઈએ એવા ઘણા ખોરાક વિશે જે નેચરલ રૂપે પ્લેટલેટ્સ વધારવામાં તમારી મદદ કરે છે.આ વસ્તુઓ જેમાં ફોલેટની માત્રા વધુ હોય છે : ફોલેટ એક જરૂરી વિટામીન બી છે જે હેલ્દી બ્લડ સેલ્સ માટે ખુબ જરૂરી હોય છે. ‘નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ’ ના અનુસાર એક વયસ્કને એક દિવસમાં ઓછામાં ઓછું 400 માઈક્રોગ્રામ ફોલેટ લેવાની જરૂર હોય છે. જ્યારે પ્રેગ્નેટ મહિલાએ 600 માઈક્રો ગ્રામ ફોલેટ લેવું જોઈએ.

લીલા શાકભાજી જેવા કે પાલક, લોબીયા, ચોખા, યીસ્ટ વગેરેમાં ભરપુર માત્રામાં ફોલિક એસિડ હોય છે. ધ્યાન રાખો કે એક વ્યક્તિની જરૂરથી વધુ ફોલિક એસિડ પણ ન લેવું જોઈએ.

વિટામીન બી 12 વાળી વસ્તુઓ : શરીરમાં વિટામિન બી 12 ની ઓછી માત્રા પણ પ્લેટલેટ્સને ઓછી કરી દે છે. વિટામીન બી 12 શરીરમાં રેડ બ્લડ સેલ્સ માટે ખુબ જ જરૂરી હોય છે. NIH અનુસાર 14 વર્ષથી વધુ આયુના લોકોને પ્રતિદિન 2.4 માઈક્રોગ્રામ વિટામીન બી 12 ની આવશ્યકતા હોય છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને 2.8 માઈક્રોગ્રામ સુધીની આવશ્યકતા હોય છે.ઇંડા, બીફ, ફીશ વગેરેમાં પ્રચુર માત્રામાં વિટામીન બી 12 રહેલ છે. જ્યારે વેજિટેરિયન ફૂડસની વાત કરવામાં આવે તો બદામ મિલ્ક, સોયા મિલ્ક, વગેરેમાં આ વિટામીન હોય છે.

વિટામીન સી વાળા ફૂડસ : વિટામીન સી પ્લેટલેટ્સને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને શરીરમાં આયર્ન એબ્સોર્સ કરવાની ક્ષમતા વધારે છે. જે પ્લેટલેટ્સ માટે એક વધુ આવશ્યક તત્વ છે. બ્રોકલી, સ્પ્રાઉટ્સ, કીવી, ઓરેન્જ, દ્રાક્ષ, લાલ અને લીલા શિમલા મરચું, સ્ટ્રોબેરી વગેરેમાં ભરપુર માત્રામાં વિટામીન સી મળે છે.

વિટામીન ડી વાળા ફૂડ્સ : પ્લેટલેટ્સ ડીસઓર્ડર સપોર્ટ એસોસિએશન અનુસાર પ્લેટલેટ્સના નિર્માણ કરનાર અસ્થી મજ્જાના કાર્યમાં વિટામીન ડી ની મહત્વની ભુમિકા હોય છે. આમ તો સુરજના કિરણોથી વિટામીન ડી મળે છે. પણ બધા લોકોમાં તેની કમી હોય છે. તમને જણાવી દઈએ કે 19-70 વર્ષ દરમિયાન દરેક વ્યક્તિને પ્રતિદિન 15 માઈક્રોગ્રામ વિટામીન ડી ની જરૂરત હોય છે. એગ યોક, ફેટી ફીશ, ફીશ લીવર ઓઈલ, મિલ્ક, યોગર્ટ વગેરેમાં વિટામીન ડી હોય છે.વિટામીન કે વાળી વસ્તુઓ : બ્લડ ક્લોટિંગ અને હાડકાઓ માટે ખુબ જ જરૂરી છે વિટામીન કે, એક રિસર્ચ અનુસાર વિટામીન કે લેનાર 26.98 પ્રતિશત લોકોએ પોતાના પ્લેટલેટ્સ કાઉન્ટ અને બ્લીડીંગના લક્ષણોમાં સુધારની જાણકારી આપી છે.

શોધ અનુસાર 19 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને 120 માઈક્રોગ્રામ અને મહિલાઓને 90 માઈક્રોગ્રામ વિટામીનની જરૂર હોય છે. સોયાબીન ડીશ, પાલક, બ્રોકલી, કદ્દુ વગેરેમાં વિટામીન કે રહેલ છે.

આયર્નથી ભરપુર ફૂડ્સ : રેડ બ્લડ સેલ્સ અને પ્લેટલેટ્સ માટે શરીરને આયરનની ખુબ જ જરૂરત હોય છે. NIH અનુસાર 18 વર્ષથી વધુ ઉંમરના પુરુષોઅને 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દરરોજ 8 મીલીગ્રામ આયર્નની આવશ્યકતા હોય છે. જ્યારે 19 થી 50 વર્ષની આયુની મહિલાઓને 18 મીલીગ્રામ આયર્નની આવશ્યકતા હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને દરરોજ 27 મીલીગ્રામ આયર્નની આવશ્યકતા હોય છે. બીફ, રાજમા, ડાર્ક ચોકલેટ, ટોફું વગેરેમાં ખુબ જ આયર્ન રહેલ હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

Leave a Comment