વાળને મજબૂત, ચમકદાર અને મુલાયમ બનાવવા લગાવી દો આ 1 વસ્તુ, વાળની સુંદરતામાં થશે બેગણો વધારો…

વાળને મજબૂત, ચમકદાર અને મુલાયમ બનાવવા લગાવી દો આ 1 વસ્તુ, વાળની સુંદરતામાં થશે બેગણો વધારો…

આજના મોટાભાગના લોકો વાળની સમસ્યાથી પરેશાન છે. તેમાં મહિલા અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. વાળની સાથે શરીરના સ્વાસ્થ્યને પણ ફિટ રાખવું જરૂરી છે. તેના માટે સૂરજમુખીના બીજનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. નાસ્તામાં લોકો સ્મુદી, સલાડ જેવી વસ્તુઓમાં આનો ઉપયોગ કરે છે. દરરોજ એક મુઠ્ઠી ભર સૂરજમુખીના બીજનું સેવન કરવાથી આ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. સાથે જ ત્વચા અને વાળની સમસ્યાઓમાં પણ સુધારો કરે છે.

સૂરજમુખીના બીજ વિટામિન ઈ નો સમૃદ્ધ સ્ત્રોત છે જે ત્વચા અને વાળની પ્રોડક્ટ માં મુખ્ય રૂપે ઉપયોગ કરવામાં આવે છે. વાળમાં આનો ઉપયોગ કરવાથી તમે અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકો છો. નિયમિત રૂપે સૂરજમુખીના બીજ ખાવાથી તમારા વાળ જાડા અને સ્વસ્થ રહેશે. સાથે આનાથી અનેક પ્રકારના ફાયદા પણ થશે.

વાળ માટે સૂરજમુખી ના બીજ ના ફાયદા:- 

1) હેર ડેમેજ થી બચાવે:- સૂરજમુખીના બીજમાં ફેટી એસિડ હોય છે જે તમારા વાળને નમી પ્રદાન કરે છે. આનાથી તમારા વાળ હાઈડ્રેટ રહે છે, જે ડેમેજ વાળને રિપેર કરવામાં અસરદાર હોય છે. સાથે જ આ તમારા વાળને સૂરજના કિરણોથી થતી ક્ષતિથી પણ બચાવે છે. નિયમિત રૂપે સૂરજમુખીના બીજ થી તૈયાર તેલ કે પછી હેર પેકનો ઉપયોગ કરવાથી તમારા વાળ સ્વસ્થ અને મજબૂત બનશે.

2) કુદરતી કંડીશનરનું કરે છે કામ:- સૂરજમુખીના બીજ માંથી તૈયાર તેલ હલકું હોય છે જે તમારા વાળ અને સ્કેલ્પ માં સરળતાથી ભળી જાય છે. આનાથી તમારા વાળ કુદરતી રૂપે મોઇસ્ચરાઇઝ થાય છે. સૂર્યમુખીના બીજનો નિયમિત ઉપયોગ કરવાથી તમને ડીપ કન્ડીશનીંગ માટે પાર્લર કે હેર સ્પામાં જવાની જરૂર નહીં પડે. સ્વસ્થ અને હેલ્ધી વાળ માટે કોલ્ડ પ્રેસ્ડ સૂરજમુખીના બીજો ના તેલ નો નિયમિત રૂપે તમારા વાળમાં મસાજ કરો.

3) ખરતા વાળ અટકાવે:- ખરતા અને તૂટતા વાળ માટે સૂરજમુખીના બીજ ઘણા જ ફાયદાકારક બની શકે છે. તૂટતા અને ડેમેજ વાળ માટે અત્યંત અસરકારક છે. સૂરજમુખીના બીજમાં ગામા લીનોલેનીક એસિડ નામનું એક શ્રેષ્ઠ તત્વ ઉપલબ્ધ હોય છે જે તમારા વાળને ડીપ કન્ડિશનિંગ કરવાની સાથે સાથે અંદરથી મજબૂત કરે છે. આનાથી વાળને પર્યાવરણીય કારણો જેવા કે ધૂળ, માટી, પ્રદૂષણ, સુરજની કિરણો વગેરેથી થતા નુકસાનથી સુરક્ષિત રાખી શકાય છે.

કેટલાક પૂછવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રશ્નો ના જવાબ:-

1) દિવસમાં કેટલા સૂરજમુખીના બીજ નું સેવન કરવું જોઈએ?:- ડાયટિશ્યન ના કહેવા પ્રમાણે સૂરજમુખીના બીજનું સેવન તમે નિયમિત રૂપે કરી શકો છો પરંતુ ધ્યાન રાખવું કે એક મુઠ્ઠી એટલે કે લગભગ 30 ગ્રામ થી વધારે સૂરજમુખીના બીજનું સેવન કરો. વધુ માત્રામાં સૂરજમુખીના બીજનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.2) શું સૂરજમુખીના બીજ વાળ ખરતા અટકાવી શકે છે?:- નિયમિત રૂપે સૂરજમુખીના બીજને ખાવાથી અને આના તેલને વાળમાં લગાવવાથી ખરતા અને તૂટતા વાળની સમસ્યા દૂર થઈ શકે છે. સાથે જ આ તમારા વાળને લાંબા અને જાડા બનાવવામાં અસરકારક બની શકે છે.

સૂરજમુખીના બીજ ના નુકશાન:- ડાયટિશિયન નું કહેવું છે કે કેટલાક લોકોને સૂરજમુખીના બીજની એલર્જી હોઈ શકે છે. જોકે આવા કિસ્સા ઘણા ઓછા જોવા મળે છે. જો તમને આનાથી એલર્જીની ફરિયાદ હોય તો ઉલટી ઉબકા, સ્કિન રેસિશ, તાવ, શ્વાસ સંબંધિત સમસ્યા વગેરે થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!