ફક્ત 2 નંગ પલાળેલી આ વસ્તુનું સેવન કેન્સર, હૃદય, ડાયાબિટીસ જેવી અનેક બીમારીને કરશે નાબુદ, કબજિયાતમાં તો 100% અસરકારક

આજના આ કોરોનાકાળમાં સૂકા મેવાનું સેવન કરવું ખુબ જ અસરકારક છે. સુકામેવા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદામંદ ગણાય છે. સુકામેવા થી આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે ઘણી એવી બીમારીઓના ખતરાને પણ ઓછો કરે છે. તેમજ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દરરોજ એક મુઠી ભરીને  સુકામેવા ખાવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ આજે અમે તમને અખરોટ ખાવાની એક રીત અને સમય વિશે જણાવશું, સાથે તેનાથી થતા ફાયદા વિશે પણ જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

મિત્રો દરરોજ પાણીમાં 2 અખરોટ પલાળીને ખાવાથી અદ્દભુત લાભ થાય છે. કેમ કે અખરોટમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, વસા, ફાઈબર, કાર્બોહાડ્રેટ, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, મોનો અનસેચ્યુરેટેડ એસિડ, ફોસ્ફરસ, સેલેનીયમ, ઝીંક અને એન્ટી-ઓક્સીડેન્ટનો ગુણ હોય છે. તેના સેવનથી આપણા શરીર તંદુરસ્ત રહેવા મદદ મળે છે.પલાળેલા અખરોટ ખાવાનો સાચો સમય :  સૌથી પહેલા એક બાઉલમાં પાણી અને 2 અખરોટ નાખીને આખી રાત સુધી પલાળવા માટે મૂકી દો. ત્યારબાદ સવારે ખાલી પેટ એ પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. તો ચાલો જાણીએ રોજ પલાળેલા અખરોટ ખાવાના ફાયદા વિશે…

કેન્સર : એક અધ્યયન અનુસાર, રોજ પલાળેલા 2 અખરોટ ખાવાથી પ્રોસ્ટેટ, બ્રેસ્ટ અને કોલેસ્ટ્રોલ જેવા કેન્સરથી બચાવે છે. પોલિફેનોલ ઇલાજિટેનિન્સ નામનું તત્વ કેન્સર સામે લડવા માટે મદદરૂપ થઈ છે. તથા સાથે અખરોટમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ એ કેન્સરના કોષોને વધતા અટકાવે છે.હૃદય : અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે તેમજ સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. તેવામાં અખરોટનું સેવન કરવું હૃદય માટે ખુબ જ સારું છે. તથા સાથે હાર્ટ-એટેક અને હૃદયને લગતા રોગોની સમસ્યાથી છુટકારો મળે છે.

ડાયાબિટીસ : પલાળેલા અખરોટ ખાવાથી સુગર લેવલ કંટ્રોલ કરે છે. આ હાલતમાં ડાયાબિટીસના દર્દીઓને રોજ સેવન કરવું જોઈએ.

તણાવ : ઉપર જણાવ્યા મુજબ, અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તેનું સેવન કરવાથી મૂડ સારો રહે છે. મગજ ખુબ સારી રીતે કામ કરે છે. તેવામાં થાક ઓછો કરવામાં મદદ મળે છે તથા સાથે યાદશક્તિ વધુ તેજ બને છે.કબજિયાત :  ઘણી વાર વધારે મસાલાવાળું કે તળેલું ભોજન કરવાથી પાચનતંત્ર ધીમું પડી જાય છે. તેના કારણે કબજિયાત કે પેટને લગતી અન્ય મુશ્કેલી થતી હોય છે. તો તેવામાં પલાળેલા અખરોટ ખાવા ફાયદાકારક છે. તેની અંદર ફાઈબર તથા અન્ય પોષકતત્વ હોય છે, જેનાથી પાચનક્રિયા ઝડપી બને છે. સાથે કબજિયાતથી છુટકારો થઈ અને પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે.

હાડકા : અખરોટમાં કેલ્શિયમ, પ્રોટીન વગેરે ઉચ્ચ તત્વવાળા અલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે. તો તેનું સેવન કરવાથી હાડકા તથા દાંત મજબૂત બને છે.વધતું વજન :  જો તમે પણ તમારા વધતા વજનના કારણે મુશ્કેલી અનુભવો છો તો તમે દરરોજ પલાળેલા અખરોટ ખાવાનું શરૂ કરી દો. તેમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન જેવા ઉચ્ચ તત્વ રહેલા છે. તેમજ કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે. માટે વજનને ઓછું કરવામાં અને કંટ્રોલ કરવામાં અખરોટ ખુબ જ અસરકારક છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment