કોફી બનાવતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, સ્કીન ચમકાવી ઝડપથી ઓગાળી દેશે તમારી વધારાની ચરબી…

મિત્રો વજન વધારો એ આજના સમયની એક મોટી સમસ્યા બની ગઈ છે. જો કે આ વજન વધવાથી શરીરમાં બીજી અનેક બીમારીઓનું પ્રમાણ પણ વધી જાય છે. આથી દરેક લોકો સ્ત્રીઓ તેમજ પુરુષો પણ વજન વધારાથી ખુબ જ ચિંતિત રહે છે. અને તેઓ વજન ઓછો કરવા માટેના નવા નવા અખતરાઓ કરતા રહે છે. તેવામાં જો તમે થોડું ધ્યાન તમારા ડાયટ તરફ રાખો તો તમે સહેલાઈથી વજનને કંટ્રોલ કરી શકો છો. અને શરીરને ફીટ પણ રાખી શકો છો. ચાલો તો એવી એક ટીપ્સ વિશે વધુ જાણી લઈએ.

જો તમે પણ ઘરે બેઠા બેઠા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છો તો વજન વધવાની સમસ્યા તમને પણ પરેશાન કરતી હશે. જો કે વર્ક ફ્રોમ હોમ કરવું એ તો એમ કહીએ કે આજના સમયની જરૂરી માંગ થઈ ગઈ છે. આમ વજન વધવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના પણ વધી જાય છે. તેમજ વજન વધવાથી ચહેરા અને શરીરની સુંદરતા પણ ઓછી થવા લાગે છે. વધતા વજનથી તમારી ઉંમર પણ વધુ દેખાવા લાગે છે.તેવામાં વજન ઓછો કરવો ખુબ જ જરૂરી બની જાય છે. લોકડાઉનના કારણે આપણે વર્ક આઉટ પણ નથી શકતા. તેવામાં તમે પોતાના ખાનપાનમાં થોડો ફેરફાર કરીને ઘરે બેઠા જ વજન ઓછો કરી શકો છો. જો તમે કોફી (બ્લેક કોફી) પીવાના શોખીન છો તો તમારા માટે અહીં એક ખાસ રેસિપી બતાવવામાં આવી છે. જેની મદદથી તમે એક મહિનામાં પોતાના વજનને કંટ્રોલ કરી શકશો. ચાલો તો જાણી લઈએ તેને બનાવવાની રીત.

સામગ્રી :

તેને બનાવવા માટે તમારે ½ કપ પાણી, 1 નાની ચમચી કોફી, 1 નાની ચમચી જાયફળ પાવડર, 1 નાની ચમચી કોકો પાવડર, 1 નાની ચમચી તજ પાવડર અને 1 ચમચી નાળિયેર તેલની જરૂર પડશે.બનાવવાની રીત : સૌથી પહેલા પાણીને ઉકાળો અને તેમાં કોફી નાખો. હવે તેમાં જાયફળ પાવડર. કોકો પાવડર, તજ પાવડર નાખો અને બરોબર તેને મિક્સ કરો. ત્યાર બાદ કોફીમાં 1 એક ચમચી નાળિયેર તેલ નાખો, તૈયાર છે મેજિકલ કોફી. આને તમે સવારે અથવા કસરત પહેલા પીય શકો છો.

કોફીને દુનિયાનું ફાઈનેસ્ટ એન્ટી ઓક્સીડેન્ટ માનવામાં આવે છે. જો તમે દરરોજ હાફ કપ કોફી પીવો છો તો તેનાથી તમારી સ્કીન યુથફુલ બનેલી રહે છે.

તેમાં રહેલ જાયફળ ફાઈબરનો સારો એવો સોર્સ છે જે તેજીથી વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેના સેવનથી ભૂખ પણ ઓછી લાગે છે.તજમાં ચરબીને ઘટાડનાર હાર્મોન્સની માત્રા વધુ હોય છે અને મેટાબોલીઝ્મ રેટને પણ વધારે છે
કોકો પાવડર મેટાબોલીઝ્મ વધારે છે અને તેના કારણે તમારું વજન ઝડપથી ઓછું થાય છે. વર્જિન કોકોનટ ઓઈલ વજન ઘટાડે છે.

આમ તમે બ્લેક કોફીના સેવનથી પોતાનું વજન કંટ્રોલ કરી શકો છો અને વધતી જતી ચરબીને પણ ઓછી કરી શકો છો. આથી બ્લેક કોફીનું સેવન તમારા માટે વજન ઓછું કરવા માટેનો બેસ્ટ વિકલ્પ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment