ઘર બેઠા કરો આ ઉપાય, આંખોમાંથી નીકળું પાણી અને ખંજવાળ થઈ જશે દૂર, નહિ થાય આંખને લગતી કોઈ સમસ્યા…

આજે લાખો લોકો કોમ્પ્યુટર, ટેબ્લેટ અને સ્માર્ટફોનને પોતાની દૈનિક જરૂરિયાતની જેમ ઉપયોગમાં લે છે. કોમ્પ્યુટર સ્ક્રીનની ચમક અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગના કારણે આંખમાં થકાન, ધૂંધળી દ્રષ્ટિ, માથાનો દુખાવો, સુકાય ગયેલી આંખો અને સ્ટ્રેન જેવા ઘણા અન્ય લક્ષણો પણ સામે આવી શકે છે. લગભગ 80% લોકો કોમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરે છે અને કોમ્પ્યુટરના કારણે થતી આંખોની સમસ્યાઓને કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. તો આ સમસ્યાઓથી બચવા માટે આજે અમે તમને અમુક ટીપ્સ વિશે જણાવશું. જે તમારી આંખના હેલ્થ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

વિશેષજ્ઞનું જણાવવું છે કે, જે લોકો વધુ મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગેરેનો ઉપયોગ કરે છે, તેને 20:20:20 રુલ અપાવવો જોઈએ. આ રુલની અંદર તમને 20 મિનીટ બાદ 20 સેકેંડ માટે ઓછામાં ઓછું 20 ફૂટ દુર રહેલું વસ્તુ જોવી જોઈએ. તેનાથી આંખોની મસલ્સ પર વધુ તણાવ પડવાથી બચાવે છે.

ઉંમરની સાથે સાથે આપણી આંખોની દ્રષ્ટિ પણ કમજોર થવા લાગી છે. પરંતુ આપણે જો આપણા ખાનપાન પર ધ્યાન આપીએ અને સવારે ઉઠીને ચાલવા જઈએ, યોગ કરીએ, એકસરસાઈઝ કરીએ, પુરા પ્રમાણમાં ઊંઘ કરીએ, તો આ સમસ્યાઓથી જલ્દી બચી શકીએ છીએ. તો ચાલો જાણીએ આંખોની સમસ્યાના લક્ષણો…

લક્ષણો : આંખો અથવા માથામાં ભારે લાગવું અને ધૂંધળું દેખાવું, આંખો લાલ થવી અને તેમાંથી પાણી નીકળવું, આંખોમાં ખંજવાળ આવવી, રંગોનું સાફ ન દેખાવું, લગાતાર માથાનો દુખાવો થતો હોય તેની ફરિયાદ હોય અને આંખોમાં થકાન હોય.

આંખોમાંથી પાણી આવે તો શું કરવું ? : જો તમારી આંખોમાં લગાતાર પાણી નીકળી રહ્યું છે અને સાથે જ હળવો એવો સોજો આવી ગયો હોય તો તેવામાં તમે તરત જ પોતાની આંખની સફાઈ કરો. તેના માટે તમારે એક સાફ કપડું લેવાનું છે અને સાથે જ ગરમ પાણીમાં તેને પલાળીને તેનાથી શેક કર્યો હતો. સાથે જ જલન અને ખંજવાળ વગેરે સમસ્યાથી બચવા માટે તમારે આંખોને ધોવી ન જોઈએ. એક દિવસમાં ફક્ત બે વાર જ ઠંડા પાણીથી આંખને ધોવી જોઈએ.

આંખો ભારે શા માટે લાગે ? : બ્લડ શુગર અને બ્લડ પ્રેશરનું લેવl વધવાના કારણે આંખો પર દબાવ વધે છે. જેનાથી ભારેપણું મહેસુસ થાય છે અને એ જ ભારેપણું ગ્લુકોમા અથવા કાળો મોતિયો બની જાય છે. જો તેનો સમય રહેતા ઈલાજ ન કરવામાં આવે તો વ્યક્તિ અંધપણાનો શિકાર થઈ જાય છે. 40 વર્ષ બાદ મોટાભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. શાકભાજીનું સૂપ આંખોની સમસ્યાને દુર કરવા માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

ડ્રાય આઈ સિન્ડ્રોમ શું છે ? : આ એક એવી સમસ્યા છે જેનાથી આંખોમાં પર્યાપ્ત માત્રામાં આંસુ નથી બનતા, લાંબા સમય સુધી મોબાઈલ લેપટોપનો ઉપયોગ કરવાથી આ સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ ડ્રોપનો ઉપયોગ કરી શકો છો અને તમારી સ્ક્રીન ટાઈમને ઓછો કરો.

બાળકોમાં વિશેષ ધ્યાન રાખો : બાળકોને આંખોની એલર્જી અમુક કોસ્મેટિક ઉત્પાદો અને આંખના ડ્રોપથી પણ થઈ શકે છે. જેનો ઉપયોગ આંખોને સુકાપણાનો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે. એટલે કે ડોક્ટરની સલાહ વગર આંખોમાં કોઈ દવાનો ઉપયોગ સીધો ન કરવો જોઈએ અને ધૂળ અને ધુમાડાથી બચવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment