ત્વચા પર થતા પાણી જેવા દાણા ( હર્પીસ ) માંથી કાયમી મળી જશે છુટકારો… કરો આ 7 માંથી કોઈ 1 ઘરેલુ ઉપચાર

મિત્રો ઘણા લોકોને ત્વચા સંબંધી ઘણી સમસ્યાઓ થતી હોય છે. જેને ઘણા લોકો ઘરેલું ઉપચાર દ્વારા ઠીક કરે છે. ત્વચા સંબંધી આવી અનેક સમસ્યાઓમાં એક સમસ્યા છે હર્પીસની. જેમાં શરીર પર પાણી જેવા દાણા નીકળે છે અને ખુબ જ બળતરા થાય છે. પણ તમે આ હર્પીસને ઘણા ઘરેલું ઉપાયો દ્વારા ઠીક કરી શકો છો.

શું તમે ક્યારેય હર્પીસ વિશે સાંભળ્યું છે ? હર્પીસ એક ત્વચાને લગતો રોગ છે. જેમાં ત્વચા પર દાણા નીકળે છે અને આ દાણામાં પાણી ભરેલું હોય છે. તે વાયરસના કારણે થતો એક રોગ છે. તે શરીર પર કોઈ પણ જગ્યાએ નીકળી શકે છે. તેમાં ત્વચા પર ખંજવાળ, ફોલ્લી, ડાઘ અને ઈજા થાય છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘણા ઘરેલું ઉપચારની મદદથી તેને ઠીક કરી શકો છો. ચાલો તો જાણીએ એવા ઘરેલુંં ઉપાયો વિશે જે હર્પીસની સમસ્યાને દુર કરવામાં અસરકારક નીવડે છે.ચંદન : હર્પીસને જો તમે ઘરેલું ઉપચાર દ્વારા ઠીક કરવા માંગો છો તો તે માટે તમે ચંદનનો ઉપયોગ કરી શકો છો. ગુલાબજળમાં ચંદન મિક્સ કરીને તેને હર્પીસની જગ્યા પર લગાવવાથી ફાયદો થાય છે. ચંદનમાં કુલીંગ ઈફેક્ટ હોય છે, જે ત્વચાને ઠંડક આપે છે અને ત્વચાને ઠીક કરવામાં મદદ કરે છે. આમ થોડા દિવસો સુધી તેને લગાવવાથી હર્પીસમાં જલ્દી રાહત મળી શકે છે.

એલોવેરા જેલ : તમે એલોવેરા જેલનો ઉપયોગ કરીને પણ હર્પીસને ઠીક કરી શકો છો. એલોવેરા ત્વચાના રોગો માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. આ માટે તમે નેચરલ એલોવેરાનો ગર્ભ કાઢીને પ્રભાવિત સ્થાન પર લગાવો. તેનાથી ત્વચામાં થઈ રહેલ જલન શાંત થઈ જાય છે. જો તમને તેનાથી આરામ મળે છે તો તેનો ઉપયોગ કરતા રહો. થોડા દિવસોમાં તમને રાહત મળી જશે.હળદર : હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. જે ઇન્ફેકશનને ઓછું કરવામાં મદદ કરે છે. તમે ઈચ્છો તો હળદરની પેસ્ટ પણ પ્રભાવિત જગ્યાએ લગાવી શકો છો. તેનાથી તમને ધીમે ધીમે આરામ મળશે. હળદર આ રોગ માટે અસરકારક રીતે કામ કરે છે.

મધ : મધનો ઉપયોગ પણ તમે હર્પીસ માટે કરી શકો છો. તે તમારી ત્વચા પર થતી જલનમાં રાહત આપે છે. તમે તેને હર્પીસ વાળી જગ્યાએ લગાવી શકો છો. મધમાં ઘણા પાવરફુલ એન્ટી-ઓક્સીડેન્ટ રહેલા છે, જે ત્વચાના રોગોને ઠીક કરવામાં મદદ કરે છે. જો તમારી ત્વચા પર પણ પાણી ભરેલા દાણા થઈ રહ્યા છે તો તમે ત્યાં મધ લગાવી શકો છો.ખસ ખસ : તમે હર્પીસને દુર કરવા માટે ખસ ખસના પાણીથી પ્રભાવિત જગ્યા સાફ કરવાથી આરામ મળે છે. આ માટે પહેલા ખસ ખસને પાણીમાં થોડા કલાકો સુધી પલાળીને રાખી મુકો. ત્યાર પછી હર્પીસ વાળી જગ્યા ધોઈ નાખો. તેનાથી ત્વચામાં ઠંડક મળે છે. જે જલનને ઓછી કરે છે. ખસ ખસનું પાણી પીવું તે પણ શરીર માટે ફાયદાકારક છે. તે શરીરને અંદરથી ઠંડક આપે છે.

મુલેઠી (જેઠીમધ) : માત્ર ત્વચા પર લગાવવાથી જ નહિ પણ ઘણી વસ્તુઓના સેવનથી પણ ત્વચાના પાણી ભરેલા દાણા ઠીક કરી શકાય છે. તેમાંથી એક જેઠીમધ પણ છે. જેના સેવનથી તમે હર્પીસને ઠીક કરી શકો છો. તેની તાસીર ઠંડી હોય છે આથી તે શરીરને ઠંડક આપે છે.બરફ : તમે હર્પીસ વાળી જગ્યાએ બરફ પણ લગાવી શકો છો. તેનાથી પણ તમને ઘણો આરામ મળશે. પણ આ માટે તમારે બરફને સીધો ત્વચા પર નથી લગાવવાનો પણ બરફને કોઈ કપડામાં રાખીને તેને ત્વચા પર લગાવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment