99% લોકો નથી જાણતા કેળા ખાવાથી થતા આ ખતરનાક નુકશાન વિશે… એમાં આવા લોકોએ તો ભૂલથી પણ ન ખાવા જોઈએ… જાણો કેળાથી થતા સાઈડ ઈફેક્ટસ…

મિત્રો આપણને મોટાભાગના ફળો ભાવતા હોય છે. પણ દરેક ફળનું સીમિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. બજારમાં મળતા દરેક ફળ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળે છે. પણ જો તેનું અતિશય સેવન કરવામાં આવે તો નુકશાન થઇ શકે છે. આપણે જાણીએ છીએ કે કેળા એક હેલ્દી ફળ છે. તેના સેવનથી તમને અનેક પોષક તત્વો મળે છે. પણ શું તમે જાણો છો કે કેળા ખાવાથી પણ તમને કેટલીક સાઈડ ઈફેક્ટ થઇ શકે છે. આથી તમારે કેળાનું સેવન કરતા પહેલા તેના કેટલાક નુકશાન છે તેના વિશે જાણવું પણ જરૂરી બની જાય છે. 

એક મોટા કેળામાં લગભગ 100 કેલોરી હોય છે. જો તમે બે કે વધારે કેળાં ખાઓ તો, તેનાથી તમારું વજન ઝડપથી વધી શકે છે. એટલું જ નહીં, તેમાં પોટેશિયમની માત્રા પણ ખૂબ જ વધારે હોય છે. જો તેનું વધારે સેવન કરવામાં આવે તો, ચક્કર, ઉલટી કે પલ્સ ઘટવાની સમસ્યા જેવા અનુભવો થઈ શકે છે, તે હાઇપરક્લેમિયાનું લક્ષણ હોય શકે છે. જે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.એક શોધમાં જાણવા મળ્યું છે કે, કેળાંને કારણે દાંતમાં કેવિટીની સમસ્યા ઘણી કોમન છે. તેમાં સ્ટાર્ચ ઘણી માત્રામાં જોવા મળે છે. જે દાંતની વચ્ચે સરળતાથી ચોંટી જાય છે. માટે જ્યારે પણ કેળાં ખાઓ તેના બે કલાકની અંદર દાંતની સરખી રીતે સફાઈ કરવી જોઈએ. 

કેળામાં વિટામિન બી6 ઘણી માત્રામાં જોવા મળે છે. તેના ઓવરડોઝથી નર્વ ડેમેજ થવાની સમસ્યા થઈ શકે છે. જોકે, આ સમસ્યા એવા લોકોને થઈ શકે છે જેઓ અથવાતો કોઈ કેળાં ખાવાની સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા તો જે બોડી બિલ્ડીંગ માટે ભરપૂર કેળાં ખાતા હોય. તે સિવાય જે લોકોને હાઇપર સેન્સિટિવિટી છે કે લેક્ટસ એલર્જી હોય તેમના માટે પણ કેળાં ખતરનાક સાબિત થઈ શકે છે.

લીલા કેળામાં સ્ટાર્ચ ઘણી માત્રામાં જોવા મળે છે, એવામાં ઘણા લોકોને લીલા કેળાં ખાવાથી ગેસ, પેટમાં દુખાવો, કબજિયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. જોકે, તે જ્યારે પાકી જાય છે તો તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે. જે ડાઇઝેશન માટે સારું છે, પરંતુ તેમાં વોટર ઓછું હોવાને કારણે કબજિયાતનું કારણ બની જાય છે.કેળાં મેડિકલ લેવલ ગ્લાઇસેમિક ફૂડ કેટેગરીમાં આવે છે, જે બ્લડ શુગર લેવલને સ્પાઇક કરવાનું કામ કરી શકે છે. માટે જો તમે શુગરના પેશન્ટ હોય કે, તમને ડાયાબીટીસ હોય તો, કેળાનું સેવન સીમિત માત્રામાં કરવું કે, ડોક્ટરની સલાહ પછી જ કરવું. 

એવામાં જો તમારી કિડનીમાં સમસ્યા હોય અને પોટેશિયમ રીચ ફૂડથી બચવાની સલાહ આપવામાં આવી હોય તો તમારે કેળાનું સેવન સતર્કતા સાથે કરવું જોઈએ. તે સિવાય જો તમને કેળાં ખાધા પછી ક્રેપિંગ, ઇરિટેશન, મોંમાં ખંજવાળ જેવુ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment