આવા લોકોએ ગળો કે તેના રસનું સેવન કરતા પહેલા જાણવી જોઈએ આ ખાસ માહિતી. નહિ તો ફાયદાના બદલે થશે નુકશાન.

મિત્રો તમે ગળોના પાન વિશે તો ઘણું જાણતા હશો. તેમજ એમ કહેવાય છે કે, તેના સેવનથી તમારી ઈમ્યુનિટી વધે છે. આથી જો તમે પોતાને એનર્જી વિહીન સમજતા હો તો તમારે ગળોના પાનનું સેવન કરવું જોઈએ. પણ એ યાદ રાખો કે જો કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો તેની સાઈડ ઈફેક્ટ થઇ શકે છે. આથી કોઈ પણ વસ્તુનો માર્યાદિત ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદમાં ગળોના પાનને ગિલોય પણ કહે છે. આર્યુર્વેદમાં તેનો ઉપયોગ એક દવાના રૂપે કરવામાં આવે છે. આજે કોરોના મહામારી વચ્ચે ઈમ્યુનિટી વધારવા માટે ગિલોયની ચર્ચા વધુ થઈ રહી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર ઘણા પ્રકારના ઉપયોગ માટે તેને મંજુરી આપી દીધી છે. ઘણા લોકો ગળોના પાનનો ઉપયોગ તેને ઉકાળીને સેવન કરે છે. તો ઘણા લોકો કેપ્સુલ, પાઉડર અથવા જ્યુસના રૂપે તેનો ઉપયોગ કરે છે. પણ જો તેનો ઉપયોગ વધુ પડતો કરવામાં આવે તો તેની સાઈડ ઈફેક્ટ પણ થઈ શકે છે.

લો બ્લડ શુગર : જો તમારું બ્લડ શુગર લેવલ ડાઉન રહે છે તો તમારે ગળોના પાંદના વધુ પડતા સેવનથી બચવું જોઈએ. વાસ્તવમાં ગિલોય બ્લડમાં રહેલ શુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. મેડિકલ ભાષામાં તેને હાઈપોગ્લાઈકેમીયા કહે છે. આવા લોકોએ ડોક્ટરની સલાહ અનુસાર ગિલોયનું સેવન કરવું જોઈએ.

કબજીયાતની સમસ્યા : ગિલોય તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને બગડવાનું કામ કરે છે. જો કે તેના વધુ પડતા સેવનથી કબજીયાતની પણ તકલીફ થઈ શકે છે. જો તમને તેનાથી કબજીયાત અને પેટને સંબંધિત અન્ય પરેશાની થી બે-ચાર જવું પડે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

ઓટો ઈમ્યૂન ડીસોર્ડર : કોરોના સંક્રમણમાં ગિલોયના પાનને ઈમ્યુનિટી સિસ્ટમ વધારનાર તરીકે ઘણી સારી ઓળખ મળી છે. પણ ડોક્ટરના કહ્યા અનુસાર તેના વધુ પડતા સેવનથી ઓટો ઈમ્યૂન ડીસોર્ડરનો ખતરો વધી શકે છે તેનાથી તમને મલ્ટીપલ સેલોરોસીસ, સીસ્તેમિક, લ્યુંપસ એરીથેમટોસસ, રૂમેટોઈડ આર્થરાઈટીસ જેવી તકલીફ થઈ શકે છે.

સર્જરી પહેલા તેનું સેવન ન કરવું : ડોક્ટરના કહ્યા અનુસાર કોઈ પણ પ્રકારની સર્જરી પહેલા ગિલોયનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં સર્જરી દરમિયાન તમારું બ્લડ શુગર અંદર કંટ્રોલ હોવું જોઈએ. જ્યારે ગિલોય એ બ્લડ શુગર પર અસર કરે છે. આથી કોઈ પણ પ્રકારની સર્જરી કરાવતા પહેલા તેનું સેવન ન કરો.

શું ગર્ભવતી મહિલાએ તેનું સેવન કરવું જોઈએ : ગર્ભવતી મહિલાને લઈને ગિલોયના સેવન પર હજી સુધી કઈ પણ નથી કહી શકાયું. જો કે ઘણા એક્સપર્ટ એવું કહે છે કે, ગર્ભવતી મહિલાએ આ સમયે તેનું સેવન કરવામાં સાવધાની રાખવી જોઈએ.

એક દિવસમાં કેટલું ગિલોય લેવું જોઈએ : જો તમે ગીલોય ના પાન પાણીમાં પલાળીને તેને ઉકાળીને તેનું સેવન કરી રહ્યા છો તો દરરોજ એક ગ્લાસ તેનું સેવન કરવું. પણ જો તમે કેપ્સુલ અથવા પાઉડરનો ઉપયોગ કરી રહ્યા છો, તો પેકેટ પર લખેલ સુચના અનુસાર તેનું સેવન કરવું જોઈએ. જો કે, ડોક્ટર પુરુષોને દિવસમાં બે વખત અને બાળકોને એક વખત કેપ્સુલ લેવાની સલાહ આપે છે.

ગિલોયના ફાયદા : ગિલોયના પાનમાં કેલ્શિયમ, પ્રોટીન, અને ફોસ્ફરસ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. તેમજ તેના મૂળમાં સ્ટાર્ચની માત્રા પણ વધુ હોય છે. તે એક પાવરફુલ ડ્રીંક છે. જે ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાની સાથે ઘણી ખતરનાક બીમારી સામે રક્ષણ આપે છે. મેટાબોલિઝ્મ સિસ્ટમ, તાવ, ઉધરસ, અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા સિવાય ઘણી મોટી સમસ્યામાં તમારી રક્ષા કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment