ઘૂંટણના દુખાવા દૂર કરવા આ તેલથી કરો માલિશ, સોજો પણ ઉતરી જશે અને દુખાવો પણ મટી જશે.

શિયાળામાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધતી જાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લોકો પેન કિલર્સ નો સહારો લે છે આ પેન કિલર્સ તાત્કાલિક તો રાહત આપે છે પરંતુ લાંબા ગાળે આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે તલનું તેલ એક ખૂબ જ સારો વિકલ્પ છે. તલનું તેલ આંતરિક અને બાહ્ય બંને રીતે સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત અસરકારક માનવામાં આવે છે.

આ તેલ ચીન અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તલનું તેલ કેવી રીતે લગાવી શકાય છે તે તમારી સમસ્યા પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે જો તમારે ત્વચા પર તલનું તેલ લગાવવું હોય તો કોટન પેડ ને ભીનું કરીને તલના તેલનો ઉપયોગ કરી શકાય છે. તેમજ દુખાવો કે સોજા ની સમસ્યામાં આનો ઉપયોગ માલિશ માટે પણ કરી શકાય છે. કેટલીક વાર ઘૂંટણોમાં થતા દુખાવા માટે પણ તલના તેલનો ઉપયોગ કરી શકાય છે. તો આવો જાણીએ તે વિશે ઘૂંટણોમાં દુખાવા માટે તલના તેલનો કેવી રીતે ઉપયોગ કરવો અને તેના કયા કયા ફાયદા છે? ઘૂંટણ ના દુખાવા માટે તલનું તેલ:- તલના તેલમાં એન્ટીઇમ્ફલેમેટ્રી ગુણ ઉપલબ્ધ હોય છે જે ઘૂંટણોમાં થતા સોજા અને દુખાવાને દૂર કરવામાં અસરકારક હોય છે. આનો પ્રયોગ પારંપરિક ચિકિત્સા પદ્ધતિમાં કરવામાં આવે છે. કેટલાક રિસર્ચ પ્રમાણે એ વાતને સાબિત કરવામાં આવી છે કે તલના તેલમાં સાંધાના દુખાવા અને સોજા જેવા સંધિવાના લક્ષણોને સુધાર કરવાનો ગુણ હોય છે. તેના સિવાય તલના તેલમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે જે એન્ટી ઇમ્ફલેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તેના સિવાય તલના તેલથી માલિશ કરવાથી લાલાશ અને સોજો દૂર કરી શકાય છે.

ઘૂંટણ ઉપર કેવી રીતે કરવો તલના તેલનો ઉપયોગ:-

1) ગરમ કરીને માલીશ કરવી:- ઘૂંટણોમાં દુખાવો થવા પર તલના તેલથી નિયમિત રૂપે માલીશ કરી શકાય છે. તેના માટે બે ચમચી તલનું તેલ લો. તેને હળવું ગરમ કરીને તમારા ઘૂંટણો પર નિયમિત રૂપે માલિશ કરો. તેનાથી દુખાવાની સમસ્યા દૂર થશે.

2) તલનું તેલ અને હળદર:- તલનું તેલ અને હળદરને મિક્સ કરીને ઘૂંટણો પર લગાવવાથી દુખાવો દૂર થાય છે. તેના માટે એક ચમચી તલના તેલમાં હળદરને મિક્સ કરીને ઘૂંટણો પર લગાવીને થોડા સમય માટે માલિશ કરો. તેનાથી દુખાવો ઓછો થશે સાથે જ આ સોજા થી પણ રાહત અપાવવામાં અસરકારક છે.3) તલનું તેલ અને નાળિયેર તેલ:- તલનું તેલ અને નાળિયેર તેલને મિક્સ કરીને પણ તમે મસાજ કરી શકો છો. તેનાથી ઘૂંટણોનો દુખાવો અને સોજો દૂર કરી શકાય છે. ઘૂંટણો ની માલિશ કરવા માટે એક ચમચી તલનું તેલ લો. તેમાં થોડું નાળિયેર તેલ મિક્સ કરીને ઘૂંટણ ઉપર લગાવો. ત્યારબાદ તેને હળવા હાથોથી માલિશ કરો. તેનાથી ઘૂંટણનો દુખાવો દૂર કરી શકાય છે.

4) તલનું તેલ અને ટી ટ્રી ઓઇલ:- ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટે તલના તેલની સાથે સાથે ટી ટ્રી ઓઇલને મિક્સ કરો. તેનાથી તમારા ઘુટણોનો સોજો અને લાલાશમાં આરામ મળશે. સાથે જ દુખાવાથી પણ થોડાક જ દિવસોમાં આરામ મળશે. તલનું તેલ ઘૂંટણોના દુખાવાને દૂર કરવામાં અસરકારક છે. જોકે ધ્યાન રાખવું કે તમને કોઈ સમસ્યા વધારે વધી રહી હોય તો આવી સ્થિતિમાં એક્સપર્ટ ની સલાહ જરૂર લેવી. જેથી સમય પર તમારો ઈલાજ કરી શકાય સાથે જ તમે ઝડપથી આરામ મેળવી શકો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment