આ છે એવરગ્રીન બ્યુટી રેખાના કાળા ઘાટા અને લાંબા વાળનું સિક્રેટ…એકવાર તમે પણ અજમાવો, વાળ રહેશે જિંદગીભર યુવાન અને કાળા…

મિત્રો બોલીવુડની એવરગ્રીન બ્યુટી કહેવાતી અભિનેત્રી રેખા માત્ર તેમની સુંદર ત્વચા જ નહીં પરંતુ તેમના કાળા, જાડા, લાંબા અને સુંદર વાળ માટે પણ ખૂબ જ ફેમસ છે. યુવતીઓ પણ તેમના જેવા કાળા, જાડા અને મજબૂત વાળ મેળવવાની ઈચ્છા રાખે છે અને તેના માટે મોંઘા ટ્રીટમેન્ટનો પણ સહારો લે છે.

પરંતુ તો પણ ફરક જોવાતો નથી કારણકે આ માત્ર બ્યુટીપ્રોડક્ટ મોંઘા અને અલગ અલગ ના હેર પ્રોડક્ટ પર જ આ વાળની ગ્રોથ અને મજબૂતી નિર્ભર નથી કરતી. પરંતુ દેશી આયુર્વેદિક ટોટકા વધારે અસરકારક હોય છે, જેની પર રેખા પણ વિશ્વાસ કરે છે. તો આજે અમે તમને રેખાની મજબૂત વાળના કેટલાક સિક્રેટ જણાવીશું.1) રેખા ના સુંદર વાળનું રહસ્ય છે હોમમેડ હેર માસ્ક:- વાળને સુંદર અને સાઇન રાખવા માટે રેખા આમળા, સિકાકાઈ, મેથીના દાણા ના સિવાય નાળિયેર તેમનો ઇપયોગ કરે છે. સાથે જ તેઓ અઠવાડિયામાં બે વાર મધ, દહીં અને એક ઈંડા નાં વાઈટ થી બનેલું માસ્ક લગાવે છે. જો તમે પણ કુદરતી કાળા વાળ ચાહતા હોવ તો સૂકા આમળાના પાવડા શિકાકાઈ ને મિક્સ કરીને વાળના મૂડમાં લગાવો. તમે મેથીના દાણા ને આખી રાત પલાળીને સવારમાં તેની પેસ્ટ બનાવી લો  અને તેને પણ વાળમાં લગાવી શકો છો, જેના વાળ મૂડમાંથી ઉતરી રહ્યા હોય કે વચ્ચેથી પણ તૂટી રહ્યા હોય તો તેમના માટે આ નુસખો ખૂબ જ ફાયદાકારક છે.

2) જરૂરથી કરે છે હેર મસાજ:- વાળમાં દર અઠવાડિયામાં એકવાર ઓઇલ ની ચંપી કરે છે તેના માટે તેઓ બદલી બદલીને ક્યારેક નાળિયેર તો ક્યારેક બદામ તેલ નો ઉપયોગ કરે છે. અને રેગ્યુલર સ્પા પણ કરાવે છે, તેનાથી વાળને પોષણ મળે છે. તમે બહાર ન કરાવી શકો તો ઘરે જ ઓલિવ ઓઈલમાં ઈંડુ મિક્સ કરીને લગાવો અને હળવું સ્ટીમ લો વાળ સરસ સ્પા થઈ જશે. તેના સિવાય આ ઉપાય ભીના વાળમાં ક્યારેય ન કરો. હેર ડ્રાયર નો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો. વાળને ટુવાલ થી ઝાટકવા નહીં. વધારે પ્રેસ ન કરવા. તો ચાલો તમને થોડીક વધારે જરૂરી ટિપ્સ જણાંવીએ.3) વાળનો ગ્રોથ વધારે કોળું:- કોળાના તેલથી અઠવાડિયામાં બે વાર વાળની મસાજ કરો. પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, વિટામીન થી ભરપૂર આ તેલથી વાળના મૂળમાં પોષણ મળે છે, જેનાથી તે લાંબા અને મજબૂત બને છે.

4) ડેન્ડરફ દૂર કરે નારિયેળ તેલ:- ડેન્ડ્રફ માટે તમે નારિયેળ તેલમાં લીંબુ મેળવીને લગાવી શકો છો. તેની સિવાય રાત્રે સુતા પહેલા જૈતુનના તેલથી પણ માલિશ કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે કોઈપણ તેલથી મસાજ કરતા સમયે તેને હૂંફાળું ગરમ કરી લેવું.

5) હેરફોલ માટે ડુંગળી:- ત્રણ ટેબલસ્પૂન ડુંગળીના રસમાં બે ટેબલસ્પૂન એલોવેરા જેલ અને એક ટેબલસ્પૂન જૈતુન નું તેલ મેળવીને સ્કેલ્પ પર લગાવો. થોડા કલાક પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર આ માસ્ક નો ઉપયોગ કરો. 6) પાતળા વાળ:- વાળ ખૂબ જ પાતળા અને બારીક હોય તો કેસ્ટર ઓઇલ અને નાળિયેર તેલને મિક્સ કરીને. તમે ઈચ્છો તો તેને આખી રાત માટે પણ લગાવીને રાખી શકો છો. સવારમાં માથું ધોઈ લો. તેનાથી વાળ થોડા સમયમાં જ જાડા અને મોટા થઈ જશે.

7) ઓઈલી વાળ:- ઘણી બધી યુવતીના વાળ માથું ધોવાના બીજા જ દિવસે ઓઈલી થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે અડધા ઈંડાનો સફેદ ભાગ અને એક ટેબલસ્પૂન લીંબુનો રસ મેળવીને લગાવો. ત્યારબાદ 10 થી 15 મિનિટ પછી વાળને ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછો બે વાર આનો ઉપયોગ કરો.8) શુષ્ક અને બેજાન વાળ:- 2 ટીસ્પૂન ઓલિવ ઓઈલ, અડધી વાટકી દહીં મિક્સ કરીને વાળમાં લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તાજા પાણીથી માથું ધોઈ લો. તેનાથી વાળમાં નવી જાન આવી જશે અને શુષ્કતા દૂર થશે.

9) બે મોઢાવાળા વાળ:- બે ટેબલસ્પૂન એવોકાડો પલ્પમાં બદામનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો અને એક કલાક પછી કેમિકલ ફ્રી શેમ્પૂથી માથું સરસ રીતે ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર આનો ઉપયોગ કરો.

10) સફેદ વાળ:- જો તમારા વાળ સમય કરતા પહેલા સફેદ થઈ રહ્યા હોય તો રાત્રે સૂકા આમળાને પાણીમાં પલાળીને રાખી દો સવારમાં ઉઠીને તે પાણી સાથે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો ત્યારબાદ અઠવાડિયામાં એકવાર સ્કેલ્પ મા જરૂર લગાવો. આમ કરવાથી વાળનું સફેદ થવું અટકી જશે.11) વાળને ડિટોક્ષ કરવા માટે શિકાકાઈ:- બેટી બેટી સંપૂર્ણ સિક્કા કંઈ પાવડરમાં જરૂરી પૂર્તિ માત્રામાં પાણી મેળવીને પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ વાળને ભીના કરીને આ પેસ્ટથી સ્કેલપની બે મિનિટ સુધી મસાજ કરો. ત્યારબાદ વાળને ધોઈ લો આ ઉપાયને અઠવાડિયામાં એક વાર જરૂર કરો 

12) વાળને સ્ટ્રેટ કરવા માટે:- વાળને સ્ટ્રેટ કરવા ઈચ્છતા હોવ તો હુંફાળા ગરમ તેલથી વાળની મસાજ કરો તેનાથી વાળ જલ્દી સીધા થઇ જશે.

13) વાળ માટે સૌથી શ્રેષ્ઠ મેથી:- મેથી વાળ માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મેથી દાણાથી ડેન્ડ્રફ અને ખરતા વાળથી છુટકારો મળે છે. રાત્રે 2 ટેબલસ્પૂન મેથીને પાણીમાં પલાળીને રાખી દો. અને સવારે તેની પેસ્ટ તૈયાર કરી લો. રુખા અને શુષ્ક હોય તો તેમાં દહીં અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને વાળમાં લગાવીને 20 મિનિટ માટે રહેવા દો અને માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો.14) વાળના સારા ગ્રોથ માટે ચોખા:- ચોખા જેટલા ખાવામાં સ્વાદિષ્ટ છે તેટલા જ વાળ માટે પણ ફાયદાકારક છે એવું એટલા માટે કારણ કે તેમાં એમિનો એસિડ, વિટામીન વાળની ગ્રોથમાં વાળને મજબૂત બનાવવા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આનો ઉપયોગ કરવા માટે તમે અડધો કપ ચોખામાં ત્રણ કપ પાણી નાખીને અડધું પકવો. ત્યારબાદ પાણી ગાળી લો અને થોડાક ટીપા નાળિયેર તેલ મેળવીને હવે તેનાથી વાળ ધુઓ. આમ કરવાથી તમારા વાળ ઝડપથી લાંબા થશે.

15) ચા પત્તી:- વાળની ચમક વધારવા માટે અને વાળને કુદરતી રૂપે કલર કરવામાં ચાની પત્તી નો ઉપયોગ જુના જમાનાથી ચાલતો આવ્યો છે. જણાવીએ કે ચા નું પાણી વાળમાં લગાવવાથી વાળનો ગ્રોધ ઝડપથી થાય છે. તેનો ઉપયોગ કરવા માટે ત્રણ બ્લેક ટી બેગ પલાડો પછી જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને તમારા સ્કેલ્પ પર સ્પ્રે કરો તેના 30 મિનિટ પછી વાળને ધોઈ લો. આમ કરવાથી વાળ ઝડપથી લાંબા થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment