1 ગ્લાસ દૂધ સાથે આ બે ઔષધીનું સેવન શરદી-ઉધરસ, હાડકાઓ દુખાવો અને પેશાબ સહિતની 6 બીમારીઓને કરી દેશે મફતમાં ગાયબ…

મિત્રો તમે કદાચ જાયફળ અને મિશ્રી તો ખાધી જ હશે. બંનેના અલગ અલગ ગુણો છે. તેમજ તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. જો કે તમે જાયફળ અને મિશ્રીને મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તેનાથી શરીરની અનેક સમસ્યાઓને દુર કરી શકાય છે. આથી જ આજે અમે તમને આ લેખમાં આ બંનેના મિશ્રણની સાચી સેવન કરવાની રીત વિશે જણાવશું.

જાયફળ ઘણા ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરની ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. તેમજ સાકર પણ ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. જાયફળ અને સાકરનું મિશ્રણ શરીરને ઘણા ફાયદા આપી શકે છે. આયુર્વેદ એક્સપર્ટ જાયફળ અને મિશ્રણના મહત્વ વિશે જણાવતા કહે છે કે, જાયફળ અને સાકરનું મિશ્રણ સ્કીનથી લઈને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ પણ દૂર કરી શકે છે. ઘણી આયુર્વેદિક ઔષધીઓમાં તેનું મિશ્રણ હોય છે. આજે આપણે આ લેખમાં જાયફળ અને સાકરના ફાયદાઓ વિશે જાણશું.

યુરીન ઈન્ફેક્શનની સમસ્યા : જયારે તમને યુરીનને લગતી કોઈ બીમારી અથવા તો ઇન્ફેકશન થયું હોય તો તમે એ સમયે જાયફળ અને મિશ્રીનું સેવન કરી શકો છો. જાયફળ અને દૂધનું એકસાથે સેવન કરવાથી યુરીન ઇન્ફેક્શનની સમસ્યા દૂર થઈ શકે છે. તેનું સેવન કરવા માટે જાયફળને ઘસી લો. હવે તેમાં 1 ચમચી સાકર લો. હવે આ બંને સામગ્રીને દૂધમાં મિક્સ કરીને પીઓ. તેનાથી યુટીઆઇની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

સ્કિનના દાગ : સ્કિનને સ્વસ્થ અને સુંદર બનાવવામાં પણ જાયફળ અને મિશ્રી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. સ્કિનને ડાઘ રહિત કરવા માટે તમે તમારા ચહેરા પર જાયફળનો પ્રયોગ કરી શકો છો. તે માટે જાયફળને દૂધ સાથે ઘસી લો. હવે તેમાં થોડી સાકર મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર થોડા સમય માટે લગાડો. નિયમિત રૂપથી આ મિશ્રણ તમારા ચહેરા પર લગાડવાથી દાગ-ધબ્બાની સમસ્યા દૂર થાય છે. સાથે જ તે સ્કિન પર નિખાર લાવવામાં પણ મદદ કરે છે.

અર્થરાઈટિસના દુખાવાથી રાહત : જો તમને હાડકાનો દુખાવો રહેતો હોય તો તમારા માટે જાયફળ અને મિશ્રીનું સેવન લાભકારી નીવડી શકે છે. જાયફળમાં એન્ટીઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે, સંધિવાના દુખાવાને દૂર કરવામાં અસરકારક છે. સાથે જ તેના સેવનથી માંસપેશીઓમાં થતા દુખાવાથી પણ છુટકારો મળે છે. નિયમિત રૂપથી દૂધ સાથે જાયફળ અને સાકરનું મિશ્રણ લેવાથી અર્થરાઈટિસમાં થતાં દુખાવાથી છુટકારો મળી શકે છે.

અનિંદ્રાથી છુટકારો : જયારે કોઈ કારણસર તમને અનિંદ્રાની તકલીફ રહેતી હોય તો તમે જાયફળ અને મિશ્રીનું સેવન કરી શકો છો. સાકર અને જાયફળના સેવનથી અનિંદ્રાની સમસ્યા દૂર થઈ શકે છે. તે તમારા મસ્તિષ્કને શાંત કરીને નિંદર લાવવામાં અસરકારક હોય છે. તે સિવાય તે યૌન સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક સાબિત થાય છે. અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ રાત્રે નવશેકા દૂધ સાથે જાયફળ પાવડર અને સાકર મિક્સ કરીને લો. તેનાથી ખુબ સારી નિંદર આવે છે.

મોંની દુર્ગંધથી છુટકારો : જયારે મોઢામાંથી અતિશય દુર્ગંધ આવે છે ત્યારે તેને દુર કરવા માટે તમે જાયફળ અને મિશ્રીનું સેવન કરી શકો છો. સાકર અને જાયફળનું મિશ્રણ મોંની દુર્ગંધથી છૂટકારો અપાવવામાં અસરકારક હોય છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો શ્વાસમાં આવતી દુર્ગંધને દૂર કરી શકે છે. મોંની દુર્ગંધની સમસ્યા માટે તમે દરરોજ રાત્રે સાકર અને જાયફળના મિશ્રણ વાળું દૂધ લો. તેનાથી તમને ઘણી રાહત મળે છે.

શરદી-ઉધરસમાં રાહત : જાયફળ અને સાકરનું મિશ્રણ ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં અસરકારક હોય છે. તેનું મિશ્રણ શરદી-ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરે છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ ઉધરસથી રાહત અપાવે છે. સાથે જ શરીરમાં બીમારીઓથી લડવાની ક્ષમતા વધારે છે.

સાકર અને જાયફળના સેવનથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જો કે, ધ્યાન રહે કે જો તમને પહેલાથી જ કોઈ સમસ્યા હોય તો, ડોક્ટરની સલાહ પર જ તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment