આ રીતે બટાકાનું સેવન કરવાથી 100% ઘટશે તમારું વજન, જાણો કેવી રીતે ખાવાથી જલ્દી પાતળા થવાય…

બટાકા નાના થી માંડીને મોટા વ્યક્તિ સુધી દરેક ને પસંદ હોય છે. બટાકા એક એવું શાક છે જે આપણા દરેકના રસોડામાં હાજર હોય છે અને મોટાભાગના લોકો તેનું સેવન કરે છે. પોષક તત્વોથી ભરપૂર બટાકા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. બટાકાનો ઉપયોગ અનેક વાનગી બનાવવા માટે કરવામાં આવે છે. બટાટામાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝીંક જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

બટાકાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે, પરંતુ એક સામાન્ય ધારણા છે કે વજન ઘટાડવા માટે બટાકાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે બટાકામાં કેલરીની માત્રા વધારે હોય છે અને આ સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. તેથી બટાકા ખાવાથી વજન વધે છે. પરંતુ શું ખરેખર એવું છે? વજન ઘટાડવા વાળા લોકો એ બટાકાનું સેવન ન કરવું જોઈએ? તો આ વિશે જાણીએ.શું બટાકા ખાવાથી વજન વધે છે?:- ડાયટિશિયન ના જણાવ્યા પ્રમાણે બટાકા પોષક તત્વોથી ભરપૂર શાક છે. આપણે સૌ બટાકાનું સેવન અવશ્ય કરવું જોઈએ. બટાકા ખાવાથી વજન વધે છે કે નહીં, તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે બટાકા કેવી રીતે બનાવીને ખાવ છો. જો તમે બટાકાને બાફીને સીધા ખાવ છો, ટીકી, વધારે મસાલેદાર બટાકા, આલુ પરાઠા, બટાકાને તળીને અથવા ફ્રેન્ચ ફ્રાઈસ વગેરેનું સેવન કરો છો તો તેનાથી નિશ્ચિતરૂપે તમારું વજન વધશે. વજન ઘટાડવા માટે બટાકા બનાવવા અને સેવન કરવાની રીત અલગ છે. જો તમે યોગ્ય રીતે બટાકા બનાવીને ખાવ છો તો તેનાથી વજન નથી વધતું, સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 

વજન ઘટાડવા માટે બટાકા ને કેવી રીતે બનાવી શકાય:- સૌથી પહેલાં બટાકાને બાફી ને સરસ રીતે ઠંડા કરી લેવા જોઈએ. તમે થોડો સમય માટે ફ્રીઝમાં રાખીને પણ બટાકાને ઠંડા કરી શકો છો. આમ કરવાથી બટાકાનું જી આઈ એટલે કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું થઈ જાય છે જેનાથી આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સ્વસ્થ બની જાય છે. ત્યારબાદ તમે બટાકાને સફેદ સરકામાં નાખો અને બ્લાન્ચ કરો. આનાથી પણ બટાકા નું જીઆઈ ઓછું કરવામાં મદદ મળશે. તમે ઇચ્છો તો તેમાં લીંબુના રસના કેટલાક ટિપા પણ નાખી શકો છો. આ પ્રક્રિયાથી બટાકા પચવામાં સરળ બની જાય છે અને બ્લડ સુગર માં પણ કોઈ સ્પાઈક નથી થતું. બટાકાના કટકા કરીને લગભગ તેને અડધા કલાક સુધી ગરમ પાણીમાં બોળી રાખવાના. ત્યારબાદ તેને પકવવાના. આનાથી તેનું જીઆઈ ઓછું થઈ જશે અને બટાકા સરળતાથી પચી જશે. બટાકા ને કાતો વરાળથી પકાવો કે માઇક્રોવેવ કરો. આ પ્રમાણે બટાકાને પકવવા થી બટાકામાં હાજર સોડિયમ, સુગર અને ફેટની માત્રા ઓછી થઈ જાય છે.

બટાકાને પકવવા માટે એક સરળ અને સ્વસ્થ રીત પણ છે કે બટાકાને હંમેશા છાલ ની સાથે જ પકાવો. બટાકાની છાલ માં ફાઇબર હોય છે જે પાચન ને મજબૂત બનાવે છે અને ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેનાથી તમે ઓછું ખાવ છો અને કેલેરીની કમી પણ વર્તાતી નથી. જો તમે આ પ્રમાણે બટાકાને પકાવશો તો તેનાથી તમારું વજન નહીં વધે પરંતુ તમારે આનું વધારે સેવન કરતા બચવું જોઈએ, સીમિત માત્રામાં જ આનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment