લાંબા અને ઘાટા વાળ માટે આ ત્રણ વસ્તુ મિક્સ કરીને લગાવો, મોંઘા શેમ્પુ કે તેલ લગાવવાની જરૂર નહીં પડે. આ રીતે ઘરે જ બની જશે

વાળ ઝડપથી લાંબા કરવા માટે ઘણા લોકો ખુબ જ મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી લે તો પણ તેના વાળ નથી વધતા. જ્યારે અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ્સ ઉપયોગ કરવાથી તેનું પરિણામ એ આવે છે કે કેમિકલ્સને કારણે વાળ વધુ ડેમેઝ થઈ જાય છે. કારણ કે વાળમાં વધારો કરવાનો દાવો કરનાર મોટાભાગના પ્રોડક્ટ્સમાં હાર્શ કેમિકલ્સનો ઉપયોગ થાય છે. જેની આડઅસર વાળની સાથે શરીર પર પણ થઈ શકે છે.

આ સમયે વાળને લાંબા અને જાડા કરવા માટે શું કરવું ? તો તેનો જવાબ છે તમે કુદરતી ઉપચાર અજમાવી જુઓ. જો કે આ રીત સમસ્યાને ઠીક કરવામાં સમય લે છે. પરંતુ સમસ્યાને જડમૂળથી નાશ કરે છે. તો આજે અમે તમને એક એવો જ ઉપચાર જણાવશું. જેના દ્વારા વાળમાં અલગ જ કમાલ જોવા મળશે.તમારે આ વસ્તુઓની જરૂર પડશે : ચોખાનું પાણી વાળ માટે હેલ્થ ટોનિકનું કામ કરે છે. તેવામાં જ્યારે તમે આ પાણીમાં મેથીના દાણા અને એલોવેરા જેલ મિક્સ કરીને ઉપયોગ કરો છો તો આ હેર ટોનિકની અસર વધી જાય છે. એટલે કે તેના ગુણોમાં વધારો થાય છે. આ હેર ટોનિકને બનાવવા માટે તમે આ રીત અપનાવો.

સામગ્રી : 2 ચમચી – ચોખા, 2 ચમચી – મેથીના દાણા, 1 ચમચી – એલોવેરા જેલ.  આ બધી જ વસ્તુઓને અહી બતાવેલ વિધિ અનુસાર મિક્સ કરો. વાળની જડમાં લગાવવાથી તમારું હેર ટોનિક તૈયાર થઈ જશે.આ પ્રમાણે હેર ટોનિક તૈયાર કરો : 2 ચમચી ચોખાને એક વાસણમાં રાત્રે સુતા પહેલા પાણીમાં પલાળી દો. એક બીજા વાસણમાં એક ચમચી મેથીના દાણા પલાળી દો. આખી રાત અથવા તો 5 થી 6 કલાક પાણીમાં પલાળ્યા પછી આ બંને ફૂડસના ગુણ પાણીમાં આવી જશે. હવે આ બંને વસ્તુઓને ગરણીમાં ગાળીને તેના પાણીનો તમે હેર ટોનિકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. જ્યારે વધેલ ચોખા અને મેથીના દાણાને પીસીને ફેસ માસ્કના રૂપમાં ઉપયોગ કરી શકો છો.

વાળને જાડા કરવા એલોવેરા જેલ :

મોટાભાગની મહિલાના વાળ પાતળા હોવાનું કારણ એ છે કે, જે વાળ વધે છે તે રફ અને બેજાન હોય છે. જે જલ્દી તૂટી જાય છે. જેના કારણે ચોટલો પણ પાતળો આવે છે. નાના વાળમાં આ સમસ્યા ત્યારે દેખાય છે જ્યારે જાડા નથી દેખાતા. આ માટે એલોવેરા જેલ તમારી મદદ કરશે. તેને યોગ્ય સમયે અને સાચી રીતે લગાવો.વાળમાં દેખાશે ચોખા અને મેથીનો જાદુ : મેથીમાં રહેલ ફાઈટોએસ્ટ્રોજેન વાળના ગ્રોથમાં મદદ કરે છે. સાથે જ તે વાળની લંબાઈ, ગ્રોથ, વધવામાં મદદ કરે છે. સાથે જ વાળને ચમક પણ પ્રદાન કરે છે. ચોખાના પાણીમાં ઈનોસીટોલ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. ચોખાને પાણીમાં કાઢ્યા પછી આ ઈનોસીટોલ પાણીમાં રહી જાય છે. જે તમારા વાળને ડેમેઝ થતા અટકાવે છે. આ સિવાય ચોખાના પાણીમાં એમિનો એસિડ હોય છે, જે જડને મજબુત કરે છે અને વાળને જાડા બનાવે છે.

વાળની ઘણી સમસ્યાઓ : ચોખાનું પાણી, મેથીના દાણા અને એલોવેરા જેલની સાથે તૈયાર કરવામાં આવેલ આ હેર ટોનિક તમારા વાળની અનેક સમસ્યાઓ દુર કરે છે. જેમ કે વાળ ખરવા, માથામાં ખોડાની સમસ્યા નહિ થાય, બેમુખા વાળ નહિ થાય, પાતળા વાળ દૂર થશે, વાળની લંબાઈ વધશે.આ રીતે ઉપયોગ કરો : સવારે ઉઠીને મેથીના દાણા અને ચોખાનું પાણી ગાળી નાખો અને તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરી લો. જેલ પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે ત્યારે આ પાણીને સ્પ્રેની બોટલમાં ભરી લો.

આ હેર ટોનિકને શેમ્પુ કરી લીધા પછી 30 થી 40 મિનીટ વાળમાં સ્પ્રે કરો અને હળવા હાથે મસાજ કરો. પછી 40 મિનીટ પછી કોઈ હર્બલ અને માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈ નાખો. જે તમારા વાળ ડ્રાય છે તો કંડીશનર જરૂરથી કરો. કંડીશનરના રૂપમાં પણ તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment