ચહેરા પરના સફેદ દાગથી મેળવો કાયમી છુટકારો, લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુ… ચહેરાના તમામ દાગ દુર કરી ત્વચાને કરી દેશે એકદમ સુંદર અને ચમકદાર…

મિત્રો આપણે સૌ કોઈ સુંદર દેખાવા માંગીએ છીએ. આ માટે આપણે અનેક વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આવા જ એક ઉપાય તરીકે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાયો લઈને આવ્યા છીએ. આ ઉપાય અપનાવવાથી તમારા ચહેરા પરના સફેદ ડાઘ દુર થઇ જાય છે. તેમજ તમારા ચહેરા પરની ચમક વધે છે. ચાલો તો આ વિશે વિગતથી જાણી લઈએ.

આપણે બધા લોકોને ત્વચાથી જોડાયેલી અલગ-અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે. અમુક લોકો ખીલ તો અમુક લોકો ડાઘ-ધબ્બાથી પરેશાન રહેતા હોય છે. તે સિવાયમૂક લોકોને સફેદ ડાઘનો પણ સામનો કરવો પડી શકે છે. સફેદ ડાઘ એક ત્વચાની સ્થિતિ છે જેને સિહુલીના નામથી પણ ઓળખવામાં આવે છે. સિહુલીમાં ત્વચા પર ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે, જે ઘણું સામાન્ય છે. આ સ્થિતિમાં ત્વચા પર ફીકા કે, સફેદ રંગના ધબ્બા દેખાવા લાગે છે. આ સફેદ ડાઘ તમારી ત્વચાની સુંદરતાને ઓછી કરે છે. એવામાં જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો, અમુક સિમ્પલ ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો. 1) ટી ટ્રી ઓઇલ:- જો તમારી ત્વચા પર સફેદ ડાઘ થઈ ગયા હોય તો, તે માટે ટી ટ્રી ઓઇલ એક સારું એવું ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે. તે માટે તમે 3-4 ચમચી ટી ટ્રી ઓઇલ લો. હવે તેમાં 1 ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરો. તે પેસ્ટને અસરકારક જગ્યા પર લગાડો અને હળવા હાથે માલિશ કરો. દરરોજ આમ કરવાથી તમને ઘણો તફાવત જોવા મળશે. 

2) વાસ્તવમાં, ટી ટ્રી ઓઇલમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ અને એન્ટિ વાઇરલ ગુણ હોય છે. આ બધા જ તત્વો સફેદ ડાઘથી લડવામાં મદદ કરે છે. તે સાથે ટી ટ્રી ઓઇલ ત્વચાની કરચલીઓ, રેખાઓ અને ડાઘ-ધબ્બાથી પણ છૂટકારો અપાવે છે. 3) એલોવેરા:- એલોવેરા ત્વચાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. એલોવેરા સફેદ ડાઘના ઇલાજમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમારી ત્વચા પર સફેદ ડાઘની સ્થિતિ ઉત્પન્ન થઈ હોય તો, તમે એલોવેરા એપલાઈ કરી શકો છો. તે માટે તમે 2 ચમચી એલોવેરા જેલ લો. હવે આ જેલ પોતાની આંગળી પર લઈને અસરકારક જગ્યાએ લગાડવું. હળવા હાથે ત્વચાની 5-7 મિનિટ સુધી મસાજ કરો.

તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એલોવેરા જેલને ત્વચા પર દિવસમાં 2-3 વખત લગાડી શકો છો. વાસ્તવમાં, એલોવેરામાં એંટીઓક્સિડેંટ, એન્ટિ-ઇમ્ફ્લેમેટરી અને એન્ટિ ફંગલ ગુણ હોય છે. આ ગુણ સફેદ ડાઘ દૂર કરવામાં મદદ કરી શકે છે. એલોવેરા ત્વચાની અન્ય સમસ્યાઓ જેવીકે, બળતરા અને ખંજવાળને પણ શાંત કરે છે. સાથે જ ત્વચાને ગ્લોઇંગ પણ બનાવે છે. 4) હળદર:- હળદરમાં એંટીસેપ્ટિક, એન્ટિવાઇરલ, એન્ટિફંગલ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે માટે હળદર સફેદ ડાઘના ઇલાજમાં અસરકારક સાબિત થઈ શકે છે. તે માટે હળદરમાં લીંબુ અને મધ મિક્સ કરીને બનાવેલ પેસ્ટનો ઉપયોગ કરવો. આ પેસ્ટ તમે દરરોજ લગાડી શકો છો. તેનાથી સફેદ ડાઘની સમસ્યામાં ઘણી હદે આરામ મળે છે. 

5) દહીં:- દહીં સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે. દહીંનો ઉપયોગ સફેદ ડાઘના ઈલાજ માટે કરવામાં આવે છે. તે માટે દહીંને સફેદ ડાઘ વાળી જગ્યા પર લગાડવું. 30-35 મિનિટ બાદ ત્વચા સાફ પાણીથી ધોઈ લેવી. દરરોજ ત્વચા પર દહીં લગાડવાથી સફેદ ડાઘના લક્ષણો ઓછા થતાં જોવા મળે છે. 

જો તમારી ત્વચા પર સફેદ ડાઘ જેવી સ્થિતિ હોય તો, તમે દહીં, એલોવેરા, હળદર અને ટી ટ્રી ઓઇલ જેવા ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો. પરંતુ જો આનાથી સમસ્યામાં આરામ ન મળે તો, ત્વચા રોગ વિશેષજ્ઞનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ. આમ આ ઉપાયો તમારા ચહેરા પરના સફેદ ડાઘને દુર કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment