પેટ અને શરીરના અન્ય અંગો પરના અણગમતા વાળથી છુટકારો મેળવવા અપનાવો સરળ અને ઘરેલું ઉપાય. 

માનવ દેહની સુંદરતા કપડા પહેરવાથી ખુબ જ વધી જાય છે, પરંતુ ઘણી વાર સાડી અથવા શોર્ટ ટોપ જેવા અન્ય કપડાઓ મહિલાઓ એટલા માટે નથી પહેરતી કારણ કે પેટ પર નજર આવતા અણગમતા વાળ જેને આપણે અંગ્રેજીમાં Unwanted Hair પણ કહીએ છીએ. ખાસ કરીને મહિલાઓ શરીર પરના વધારાના વાળ એટલે કે અણગમતા વાળને લઈને વધુ પરેશાન હોય છે. તે વાળ સુંદરતામાં દાગ લાગવી જાય છે.

ઘણી વાર શરીરના અંદરના ભાગોમાં નજર આવતા અણગમતા વાળાના કારણે શરમનો પણ અનુભવ થાય છે. અણગમતા વાળ અપર લિપ્સ પર હોય અથવા હાથ, પગ કે પછી પેટ પર હોય, મહિલાઓને બિલકુલ પસંદ નથી હોતા, કેમ કે તે વાળ મહિલાઓની સુંદરતામાં રુકાવટ લાવે છે. અણગમતા વાળ ઘણા કારણે થઈ શકે છે, ઘણી વાર તે હોર્મોનના કારણે પણ થઈ શકે છે. જો કે વાળને તમે પાર્લરમાં જઈને કઢાવી શકો છો, પરંતુ ઘણી વાર પાર્લરમાં જવું સંભવ નથી હોતું. તેવામાં અમુક ઘરેલું ઉપાયો દ્વારા ઘરે જ આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

ખાંડ અને લીંબુથી દુર થશે વાળ : તમારા શરીરના અંગો પરથી અણગમતા વાળને હટાવવા માટે તમે મધ અને લીંબુથી બનેલ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ચમચી ખાંડની સાથે એટલી જ માત્રામાં મધ અને લીંબુનો રસ લ્યો અને તેને મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો. પછી તેને ધીમી આંચ પર થોડી મિનીટ ચિપચીપી જેલ બની જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર બાદ જ્યારે એ પેસ્ટ ઠંડી થઈ જાય તો આઈસ્ક્રીમ સ્ટીકની મદદથી તેને પેટ પર લગાવી લેવાની. તેને બરોબર વેક્સની જેમ જ લગાવવાની  છે. તેને વાળની વિપરીત દિશામાં લગાવીને ખેંચવાનું, આવી જ રીતે અન્ય વાળને પણ કાઢી નાખવાના. અણગમતા વાળ થઈ જશે તરત જ દુર.

કાચું પપૈયું પણ ઉપયોગી : તમે પપૈયુ અને હળદરને પણ અણગમતા વાળને હટાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે કાચા પપૈયાનું એક પીસ લો. તેને પીસી નાખવાનું છે અને તેમાં હળદર મિક્સ કરી દેવાની. પછી આ પેસ્ટને તમારા પેટ પર ઉગી નીકળેલા અણગમતા વાળ પર લગાવો અને સ્ક્રબ કરો. જ્યારે તે સુકાય જાય તો હળવા હાથે તે પેસ્ટને હટાવવાની અને ન્હાઈ લેવાનું. તેનાથી વાળ ઓછા થવા લાગશે.

બેસન અને દૂધની પેસ્ટ કરશે કમાલ : આ સિવાય પેટના અણગમતા વાળને હટાવવા માટે ઘરમાં જ બનાવેલ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે એક ચમચી બેસન અને થોડી એવી હળદરમાં થોડા ટીપા દૂધના નાખવાના. તેને મિક્સ કરી લેવાનું અને પછી તમારા પેટ પરના અણગમતા વાળ પર લગાવી દેવાનું. જ્યારે આ પેસ્ટ સુકાય જાય તો તેને હળવા હાથે ઘસીને ઉખાડી નાખવાની. આ પ્રક્રિયાથી વાળ નરમ થઈ જશે અને આસાનીથી નીકળી જશે. તમે આ ઉપાયને અઠવાડિયામાં બે વાર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment