શિયાળામાં હાથ અને બીજા અંગોમાં ચમક લાવવા દૂધ અને મીઠાનો કરો આ પ્રયોગ, લગભગ લોકો નથી જાણતા.

મિત્રો તમે જાણો છો હાલ ઠંડીની ઋતુ ચાલી રહી છે. એટલે દરેક મહિલાઓ અને પુરૂષો પોતાના શરીરની ત્વચાની ખુબ જ કાળજી રાખતા હોય છે. શિયાળામાં જો વધારે ઠંડી હોય તો હાથની ચામડી સુકી અને બરછટ થઈ જતી હોય છે. આથી આપણે બજારમાં મળતા ઘણા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ તેને લગાવવાથી થોડી કલાકો સુધી રાહત મળે છે, પછી તો આપણી સ્કીન ફરી તેવી જ થઈ જાય છે. એટલા માટે તમારા હાથની અને પગની ચામડીને ચમકદાર બનાવવા માટે દૂધ અને મીઠું ખુબ જ કારગર સાબિત થાય છે.

જો તમારા હાથ અને પગ પર ઠંડીના લીધે ચામડી કાળી પડી ગઈ છે, કે ચામડી સૂકી થઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે દૂધ અને સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરવાથી ખુબ જ રાહત થાય છે. વધારે ઠંડીના કારણે ઘણા લોકોની હાથની ચામડી સુખી અને બેજાન બની જાય છે. તેનાથી ચામડીમાં ઇન્ફેક્શન થવાની તકલીફો થતી હોય અથવા ચામડીના રોગ થવાની પણ શક્યતા રહે છે.

આવી દરેક તકલીફો આપણી ચામડીમાં અમુક વિટામીનની ખામીથી  થતી હોય છે. અને હા, ક્યારેક વાતાવરણ અને પ્રદુષણના કારણે પણ આવું બની શકે છે. જ્યારે પણ આવી તકલીફ થાય ત્યારે મિત્રો આપણે દૂધ અને સિંધાલુ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. ચામડી પર ધૂળ અથવા મેલ જામી જાય કે પછી વાતાવરણમાં ફેલાયેલી ગંદગીની પણ અસર થાય છે, અને તેના પર સૂર્યના કિરણોની અસર શરીરની તે જગ્યાએ પડવાથી હાથ અને પગની શોભા બગડી જાય છે. તેના દ્વારા શરીરની ચામડીમાં રહેલી નિર્જીવ કોશિકાઓનું પ્રમાણ વધી જાય છે. તો તેનાથી છુટકારો મેળવવવા માટે દૂધ અને સિંધાલુ મીઠાનો ઉપયોગ કરી શકો છો .1 ) શરીરની ચામડીની કાળાશ દુર કરવા માટે 2 ચમચી સિંધાલુણ મીઠામાં 2 ચમચી કાચું દૂધ મિક્સ કરો, આ બંને મિક્સ કરી તેની પેસ્ટ બનાવો, પછી પેસ્ટ બની જાય એટલે તેમાં 1 ચમચી મધ પણ મિક્સ કરો. પછી તે પેસ્ટને શરીરના તેવા ભાગ પર લગાવો જ્યાં પ્રદુષણના કારણે ચામડી કાળી પડી ગઈ હોય. આ પેસ્ટ લગાવવાથી તમને ઘણો ફાયદો જોવા મળશે. તમારા હાથ અને પગની ત્વચા પરથી બધી કાળાશ દુર થાય છે, અને હાથ અને પગ ખુબ જ સરસ અને મુલાયમ અને ચમકદાર પણ બની જાય છે. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં 2 વાર કરવાથી ઘણો ફાયદો થાય છે.

2 ) ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે બીજી ટિપ્સ પણ કરી શકો છો. 2 ચમચી ચંદનનો પાઉડર લો તેમાં ટામેટાને છુંદી તેનો રસ નાખો, અને કાકડીનો રસ. આ દરેક વસ્તુને મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. પછી તે પેસ્ટને હાથ અને પગ પર લાગવી તેને 15 મિનીટ રહેવા દેવું. 15 મિનીટ પછી આ પેસ્ટને પાણીથી ધોઈ નાખો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 2 વાર કરવાથી ચામડીની કાળાશ દુર થાય છે, અને હાથ પગ ખુબ જ સરસ અને ચમકદાર બને છે. ચંદન પાઉડરનો ઉપયોગ વર્ષોથી લોકો કરતા આવ્યા છે. તેનાથી ચામડી પર રહેલા ડાઘ દુર થાય છે, અને ચામડીને ગોરી અને ચમકદાર બનાવે છે.3 ) સંતરાની છાલ તો આસાનીથી મળી જતી હોય છે. સંતરાની છાલને તડકામાં સુકવી પછી તે સૂકવેલી છાલનો પાઉડર બનાવી લેવો. આ પાઉડરમાં થોડુક દૂધ ઉમેરી એક પેસ્ટ બનાવવી પછી તે પેસ્ટની હાથ અને પગ પર માલીશ કરવી. શરીર પર જ્યારે પેસ્ટ સુકાય જાય પછી હાથ અને પગને પાણીથી ધોઈ નાખવા. આમ કરવાથી ચામડી પરની ગંદગી દુર થાય છે. ચામડી ચમકદાર બને છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment