બ્રશ કરતા કે ખાતા સમયે પેઢામાંથી લોહી આવે છે ? તો કરો આ મફત દેશી ઉપાય, તરત મળી જશે છુટકારો…

તમે ઘણી વખત જોયું હશે અથવા તો પોતે અનુભવ્યું હશે કે તમારા દાંતમાં બ્રશ કરતી વખતે લોહી આવી જતું હોય છે. આ સમયે તમે ખુબ પરેશાન થઈ જાવ છો. જ્યારે ઘણી વખત કંઈક ખાતી વખતે પણ પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. ઘણી વખત લોકો આ સમસ્યાને સામાન્ય સમજીને ધ્યાન આથી આપતા.

પરંતુ તમને જણાવી દઈએ કે આ સમસ્યાને નજરઅંદાજ કરવી ભારે પણ પડી શકે છે. આથી જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો સમય રહેતા તેના પર ધ્યાન આપવું જોઈએ. તો આ સમસ્યા માટે આજે આ લેખમાં અમે તમને અમુક ઘરેલું ઉપાયો વિશે જણાવશું જે તમને ખુબ મદદ કરશે.લવિંગનું તેલ : જો બ્રશ કરતી વખતે અથવા કોઈ વસ્તુ ખાતી વખતે પેઢામાંથી લોહી નીકળી રહ્યું છે તો તમે લવિંગના તેલનો ઉપયોગ કરીને આ પરેશાનીને દુર કરી શકો છો. આ માટે તમારે રૂ ને તેલમાં પલાળીને પેઢા અને દાંતમાં નિયમિત રૂપે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી લગાવવાનું છે. તેને લગાવ્યા પછી હળવા ગરમ પાણીથી કોગળા કરી લો. તેનાથી પેઢામાં લોહી આવતું બંધ થઈ જશે.

લીંબુનું પાણી : જો તમે દરેક સમયે કંઈક ખાતા અથવા તો બ્રશ કરવાથી પેઢામાં લોહી નીકળે છે તો તમે લીંબુ પાણીનો ઉપયોગ કરીને પણ આ પરેશાની દુર કરી શકો છો. આ માટે તમે હળવા ગરમ પાણીમાં ત્રણથી ચાર લીંબુના ટીપા મિક્સ કરીને દિવસમાં 4 થી 5 વખત કોગળા કરો. તેનાથી લોહી આવતું બંધ થઈ જશે અને દર્દમાં રાહત મળશે.ફટકડી :  ફટકડીને પણ પેઢામાંથી લોહી આવવું અને દુઃખાવો ઓછું કરવા માટે સારો ઘરેલું ઉપચાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર ફટકડીમાં લોહી રોકવાની ક્ષમતા હોય છે. આ માટે તમે પાણીમાં ફટકડી મિક્સ કરીને દિવસમાં એકથી બે વખત કોગળા કરો. કોગળા કરવાથી લોહી આવતું બંધ થઈ જશે અને સંક્રમણનો ખતરો પણ ઓછો થઈ જશે.

વિટામીન સી ફૂડ્સ : ડાયેટમાં વિટામીન સીને સામેલ કરવાથી પેઢામાં આવતા લોહીને ઓછું કરી શકાય છે. આ માટે તમે ભોજનમાં સંતરા, ટામેટા, આંબળા, લીંબુ વગેરે કાચી સબ્જીઓ અને ખાટા ફળોને સામેલ કરો. વિટામીન સી ફળ અને શાકભાજી પેઢામાં થતા ઇન્ફેકશનને વધતા અટકાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment