મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ….

મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ….

આપણી દાળમાં પહેલેથી સડો હોય તો તેનો દુખાવો ગમે ત્યારે થાય છે. અચાનક થતા આ દુખાવાને દૂર કરવા માટે આપણને એવું થાય કે કુદરતી અને સુરક્ષિત ઉપાયો મળી જાય તો સારું. તો આજે અમે તમને એવા જ કુદરતી આયુર્વેદિક દુખાવાને શાંત કરતા ઉપચારો જણાવીશું. આવી વસ્તુઓમાં રાઈ, કાળા મરી અને લસણનો ઉપયોગ દાંતના દુખાવાને દૂર કરવા માટે અત્યંત અસરકારક પુરવાર થશે. આ વસ્તુઓ દાંતના દુખાવામાં રાહત અપાવવાના એકદમ અસરકારક ઈલાજ છે.

દરરોજ મોઢાની સફાઈ અને મોંઘામાં મોંઘી ટુથપેસ્ટથી બ્રશ કર્યા છતા દાંતોમાં જગ્યા પડી જવી, દાંતનું સડી જવું, પાયરીયા અને પેઢામાં દુખાવો, લોહી આવવું અને સોજા જેવી ખુબ જ સામાન્ય સમસ્યાઓ બની ગઈ છે. જો તમે આવી બધી સમસ્યાથી પરેશાન હોવ તો એકદમ અસરકારક ઉપચાર કરીને હંમેશા માટે છુટકારો મેળવો.

જો દાંતમાં સડો થયો હોય, દાંતમાં સતત દુખવો રહેતા હોય, હલતા દાંત ને મજબૂત કરવા માટે અને દાંત ને સ્વચ્છ રાખવા હોય તો આ તમને ખૂબ મદદરૂપ થશે. જો દાંતમાં સતત દુખાવો રેહેતો હોય તો અક્કલકરાનું મૂળિયું મોઢામાં દુખતા દાંત આગળ રાખવું. સડેલા દાંત માટે હિંગ ખૂબ અસરકારક છે, તેને દુઃખતા દાંતમાં દાબવાથી દાંતનો દુખાવો તરત જ ઓછો થાય છે. દાડમનાં થોડાક પાન ચાવી, મોઢામાં તેને રસ એકઠો થાય તે થૂકી દેવો, રસ ગળવો નહીં, તેનાથી પણ દુખાવામાં રાહત થશે. 

અક્કલકરાના મૂળનો અર્ક રૂ માં મેળવી ને તેનું પૂમડું બનાવી દુખતા દાંત પર મૂકવાથી પણ દુખાવામાં ઘણી રાહત થાય છે. થોરના સૂકા દૂધને પોટલીમાં બાંધી પાણીમાં બોળી તે પોટલી દુખતા દાંત ઉપર મૂકવી. ધંતૂરાનાં બીજ ને વાટી તેની પોટલી બનાવી દુખતા દાંત ઉપર મૂકવાથી પણ દુખાવામાં રાહત મળે છે. કરંજના ઝાડની ડાળખીનું દાતણ કરવાથી દાંતના કીડા મરી જાય છે. જો દાંત માંથી લોહી નીકળતું હોય કે રસી નીકળતી હોય તો કાથા ની ભૂકી દાંત પર દબવાથી લોહી બંધ થાય છે.

દાંતનું મંજન બનાવવું જેમાં દાડમનાં સૂકાં ફળ 50, ચિનીકબાલા બે તોલા, રૂમી મસ્તકી એક તોલો, કાથો 1 તોલો , વાંસકપૂર એક તોલો, એલચી એક તોલો, ફટકડી પા તોલા, બદામના કોચલા બળેલા રાા તોલા, બે તોલા સોપારી બાળી એ બધી વસ્તુઓ મેળવી ને તેનો પાવડર બનાવી લો. અને આ પાવડરનો ઉપયોગ દરરોજ કરવો. જો દાંતમાં  અચાનક દુખાવો થતો હોય તો અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ય પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંત માટે વધુ નુકશાનદાયક બને છે.

દાંત સડેલા હોય તો તેનો દુખાવો દૂર કરવા માટે કપૂર અને અફીણ સરખા ભાગે લઈ દાંત પર દબાવીને લગાવવું. જો નાની ઉંમરમાં બાળકોના દાંત હલતા હોય તો તલનું તેલ અને સિંધાલૂણ મેળવીને દાંતમાં લગાડવું જેનાથી હલતા દાંતમાં રાહત મળે છે. દાંતના દુખાવાથી છુટકારો મેળવવા તેમજ દાંત ને મજબૂત બનાવવા માટે તલના તેલમાં સિંધાલૂણ મેળવી કોગળા કરવા. દાંતનાં દરેક પ્રકારના દુખાવા માટે બોરસલ્લીના ઝાડની છાલનું ચૂર્ણ બનાવી તેનું મંજન કરવું.એરંડાનું દાતણ કરવાથી પણ ઘણો ફાયદો થાય  છે. સરસવના તેલમાં ચપટી મીઠું નાંખીને જે દાંત દુખતા હોય ત્યાં મસાજ કરવાથી ફાયદો થાય છે. લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિક્સ કરી દુખાવા વાળા ભાગ પર લગાવવું, ખૂબ જ રાહત લાગશે. બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને રાહત આપી શકાય છે.

લસણને મીઠું લગાવીને ચાવવાથી ઘણો ફાયદો થાય છે. સતત આ ઉપાય કરવાથી દાંતમાં થતા દુખાવાથી રાહત મળે છે. રોજ સવારે લસણની એક કળી ચાવવાથી દાંત મજબૂત રહે છે. બે-બેરીનોની છાલ સાથે વિનેગરના થોડા ટીપાં મિકસ કરી દુખાવો થતા દાંત પર એક રૂ ના પોતા સાથે લગાવવું જોઈએ. તેનાથી ઝડપથી દુખાવો દૂર કરવામાં મદદ મળશે. મરીને દુખાવો ઘટાડવા, રક્તસ્ત્રાવ દૂર કરવા અને મોઢાની દુર્ગંધ પણ દૂર કરવા માટે ઉપયોગમાં લઈ  શકાય છે. લવિંગ સાથે મરીનો પાવડર લવિંગ તેલ સાથે મિક્સ કરી ને દુખાવા વાળા દાંત પર લગાવી શકાય છે.ચાના વૃક્ષના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ પણ કરીને દુખાવામાં રાહત મેળવી શકાય છે. દાંતના દુખાવાની સારવાર માટે અન્ય કુદરતી ઉપચારમાં હળદર, ચૂનો, મસ્ટર્ડ તેલ, ઓરેગાનો તેલ, સરસવ તેલ,  વગેરેનો સમાવેશ થાય છે. ચાના વૃક્ષનું તેલ અને પાણી સાથે થોડા સમય માટે દરરોજ આ પ્રવાહીના કોગળા કરવાથી ફાયદો થાય છે. નવસેકા ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાંખી કોગળા કરો. આવા પાણીથી દિવસમાં ત્રણ-ચારવાર કોગળા કરવાનું રાખો. મીઠાના સંપર્કમાં આવ્યા બાદ મોઢામાં રહેલા કીટાણું અને જીવાણુંનો નાશ થશે. આના કારણે તમને દુખાવામાં અત્યંત  રાહત થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!