મહેંદી લગાવ્યા પછી વાળ રફ અને બેજાન બની જાય છે તો અજમાવો મફત ઉપાય, વાળ બની જશે એકદમ સુંદર, સિલ્કી અને ચમકદાર…

ભારતમાં મહિલાઓ પોતાના વાળને કાળા કરવા માટે અને તેને સ્વસ્થ રાખવા માટે મહેંદીનો ઉપયોગ કરે છે. તેમાં ઘણા પ્રકારની વસ્તુઓ પણ ઉમેરે છે. જો કે મહેંદી કર્યા પછી ઘણી મહિલાઓ વાળ રફ થવાની ફરિયાદ કરતી હોય છે. આ પરેશાની દુર કરવા માટે ઘણા સરળ ઉપાયો અજમાવી શકાય છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ. 

બ્યુટી ગુરુ એ શેર કર્યો પોતાનો અનુભવ : બ્યુટી ગુરુએ આ વિશે પોતાનો અનુભવ શેર કરવા જણાવ્યું છે કે દરેક લોકો વાળમાં મહેંદી લગાવવાનું પસંદ કરે છે. પણ તેનાથી વાળ ઘણી વખત રફ થઇ જાય છે. આથી વાળની સંભાળ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. આ વિષે જાણવા મળતી માહિતી મુજબ વાળમાં મહેંદી લગાવ્યા પછી વાળમાં ડીપ કંડીશનરનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય આખી રાત ડીપ કંડીશનીંગ હેર માસ્કનો પણ ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય વાળમાં તેલ પણ ખુબ લગાવવું જોઈએ તેનાથી વાળ સોફ્ટ બની રહે છે.

અન્ય ઉપાયો : આ ઉપાયો સિવાય પણ ઘણા એવા ઉપાયો છે જેની મદદથી વાળને સોફ્ટ અને શાઈની બનાવી શકાય છે. જેને તમે નીચે મુજબ જાણી શકો છો. 

આંબળાનું તેલ અને ઈંડા : મહેંદીમાં આંબળાનો પાવડર મિક્સ કરો, તે વાળને ખુબ સારો રંગ આપે છે. જો તમારા વાળ ડ્રાઈ છે, તો તેમાં એક ઈંડું અથવા તો દહીં મિક્સ કરી શકાય છે. આ બંને વસ્તુઓ વાળને સ્મુદ બનાવવાની સાથે વાળની શાઈન વધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય મહેંદીમાં આંબળાનું તેલ અથવા તો બદામનું તેલ પણ મિક્સ કરી શકાય છે, તેનાથી વાળ રફ થતા અટકે છે. 

કેળાનું પેક : કેળા વાળની ફ્રીજીનેસ ઓછી કરીને તેની ચમક વધારે છે. તેમાં રહેલ પ્રાકૃતિક તેલ, પોટેશિયમ, વિટામિન્સ, અને કાર્બોહાઈડ્રેટસ વાળના ટેકચરને સુધારે છે અને સોફ્ટ બનાવે છે. આ પેકને બનાવવા માટે તમે એક વાટકામાં પાકેલા કેળાને પીસી નાખો. અને પછી તેમાં ઘરમાં રહેલ કોઈપણ હેર ઓઈલ મિક્સ કરી લો. પેકને વાળમાં 30 મિનીટ માટે રાખો અને ધોઈ નાખો.

દહીનું પેક : દહીં એ વાળના ગ્રોથને વધારવાની સાથે રફ અને બેજાન વાળની પરેશાની દુર કરવામાં મદદ કરે છે. આ સાથે જ તે વાળને હાઈડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. સ્મુદ અને સિલ્કી વાળ મેળવવા માટે એક વાટકામાં દહીં લો, તેમાં ચમચી નાળીયેર તેલ અથવા તો ઓલીવ ઓઈલ મિક્સ કરો. તેમાં 3-4 ટીપા લીંબુના રસના પણ નાખી શકો છો, 20 મિનીટ રાખ્યા પછી તેને શેમ્પુ વડે ધોઈ નાખો.

આમ તમે અહી આપેલ કોઈ પણ ઉપાયને અપનાવીને પોતાના બેજાન અને રફ વાળને ફરીથી સિલ્કી, શાઈની અને ચમકદાર બનાવી શકો છો. તેમજ વાળને એક નવો લુક આપી શકો છો. તેનાથી તમારા વાળ સુંદર, મજબુત અને સોફ્ટ બને છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment