વધુ વજન અને ચરબી ઓગાળવા ખાવા લાગો આ વસ્તુ, માખણ જેમ ચરબી ઓગાળી કરી દેશે તમને એકદમ પાતળા… ઓછી મહેનતે વજન ઘટશે..

ઘણા મિત્રો પોતાનો વધતો જતો વજન ઓછો કરવા માંગતા હોય છે. આ માટે તે પોતાના ખાનપાન માં પણ ફેરફાર કરે છે. આજે અમે તમને આ લેખમાં એવા ફૂડસ વિશે જણાવીશું જેના સેવનથી તમારો વધતો જતો વજન કંટ્રોલમાં આવે છે. સાથે તમને બીજા અનેક ફાયદાઓ પણ થાય છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ. 

વજન ઘટાડવા માટે આજના દિવસોમાં ડાયેટિંગનું ચલણ ખૂબ વધારે છે. ડાયેટિંગ દરમિયાન લોકો કલાકો સુધી ભૂખ્યા રહે છે. ઘણી વખત તો આખો દિવસ માત્ર એક વખત જમીને જ પસાર કરવો પડે છે. લોકો વિચારે છે કે વજન ઘટાડવા માટે ડાયેટિંગનો મતલબ જ આખો દિવસ ભૂખ્યા રહેવાનુ છે. પરંતુ આ ધારણા સાવ ખોટી છે. ન્યુટ્રિશનિસ્ટ કહેવું છે કે, વેઇટ લોસ માટે ઓછા ભોજનના બદલે હેલ્થી ભોજન લેવું જરૂરી હોય છે. વજન ઘટાડવા માટે ઓછું જમવાની આદત ખતરનાક હોય છે. ઓછું જમવાને કારણે શરીરમાં પોષકતત્વોની ઉણપ થઈ જાય છે. જરૂરી પોષકતત્વોની ઉણપના કારણે શરીર વારંવાર બીમાર પડી શકે છે. ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે, વજન ઘટાડાવા માટે રેડ ફૂડ આઇટમ્સને ડેઇલી ડાયેટમાં સમાવિષ્ટ કરવી સારી છે. માટે જ આજે અમે તમને 5 એવા રેડ ફૂડ આઈટમ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને તમે તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરીને ઝડપથી વજન ઘટાડી શકો છો. 

1) સફરજન:- દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટર પાસે જવાથી બચો આ એક કહેવત છે, જેને આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. દરરોજ સફરજન ખાવાથી શરીરની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. એક મીડિયમ સાઇઝના સફરજનમાં લગભગ 50-70 કેલોરી અને 4.4 ગ્રામ ફાઈબર હોય છે. ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરાયેલું રાખે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.2) સ્ટ્રોબેરી:- સ્ટ્રોબેરી વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્ટ્રોબેરીમાં વિટામિન, મિનરલ્સ, અને એંટીઓક્સિડેંટ જોવા મળે છે. વજન ઘટાડવા માટે એક્સપર્ટ્સ દરરોજ 2 થી 3 સ્ટ્રોબેરી ખાવાની સલાહ આપે છે. દરરોજ સ્ટ્રોબેરી ખાવાથી શરીરનો સોજો, બ્લડ શુગર અને હાર્ટ પ્રોબ્લેમનું જોખમ પણ ઓછું થાય છે. એક્સપર્ટ મુજબ વજન ઘટાડવા માટે નાસ્તામાં સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ. 

3) ટામેટાં:- વજન ઘટાડવામાં ટામેટાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. ટામેટાંમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પેટને લાંબા સમય સુધી ભરાયેલું અનુભવ કરાવે છે. ટામેટાંનું સેવન કરવાથી શરીરની વધુ માત્રામાં કેલોરી બર્ન થાય છે. જેનાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. એક્સપર્ટ મુજબ, 100 ગ્રામ ટામેટાંમાં 19 કેલોરીઝથી પણ ઓછી જોવા મળે છે. માટે જ ટામેટાં વજન ઘટાડવા માટે બેસ્ટ ગણવામાં આવે છે. તમે ચાહો તો, ડેઇલી ડાયેટમાં ટામેટાંના જ્યુસનું પણ સેવન કરી શકો છો.4) બીટ:- બીટમાં પ્રચુર માત્રામાં ફાઈબર, એંટીઓક્સિડેંટ અને એન્ટિએમ્ફ્લેમેટરી જોવા મળે છે. એનસીબીઆઇની શોધ મુજબ, એન્ટિઓક્સિડેંટ અને એન્ટિઇમ્ફ્લેમેટરી માં મદદ કરે છે. સાથે જ તે વજન ઘટાડવામાં પણ અસરકારક હોય છે. 

5) લાલ મરચું:- વજન ઘટાડવા માટે લાલ મરચાંનું સેવન થોડું ચોકાવનારું થઈ શકે છે, પરંતુ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. લાલ મરચાંમાં એવા ઘણા તત્વો જોવા મળે છે જે શરીરની કેલોરીઝ બાળવામાં મદદ કરે છે. જેનાથી વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે. એક્સપર્ટનું કહેવું છે કે, વજન ઘટાડવા માટે દરરોજ 2 થી 3 લાલ મરચાંનું સેવન કરી શકાય છે. તેમનું કહેવું છે કે વજન ઘટાડવા માટે તાજા લાલ મરચાંનો જ ઉપયોગ કરવો જોઈએ, ક્યારેય પણ મરચું પાવડર વાપરવો જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment