આ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

મિત્રો આપણા માંથી કેટલાક લોકોને અમુક શાકભાજી કાચા ખાવાની ટેવ હોય છે. જો કે અમુક શાકભાજી કાચા ખાવાથી તમને ફાયદો જરૂર થાય છે. પણ અમુક શાકભાજી એવા પણ છે જેને કાચા ખાવાથી તમને નુકશાન થઇ શકે છે. જે ખાસ કરીને તમારી કીડની પર અસર કરે છે. આથી તેના સેવનથી બચવું જોઈએ. 

કાચા શાકભાજીના સેવનથી અગણિત ફાયદાઓ ગણાવવામાં આવે છે. જણાવવામાં આવે છે કે, કાચા શાકભાજીને સલાડના રૂપમાં ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને ઘણી બીમારીઓથી બચવામાં મદદ મળે છે. એવું માનવામાં આવે છે કે કાચા શાકભાજીમાં ઘણા જરૂરી વિટામિન અને ખનીજ હોય છે જે તેને પકવવાથી નાશ પામે છે. કાચા શાકભાજીમાં રહેલ મિનરલ્સ અને વિટામીન્સ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા અને બીમારીઓને અટકાવવા માટે અદ્દભુત કામ કરે છે.એક્સપર્ટ્સ એ પણ માને છે કે, બેશક કાચા શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે પરંતુ કોઈ પણ વસ્તુના વધારે સેવનથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે અને કાચા શાકભાજી પણ તેમાં સમાવિષ્ટ છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, કાચા શાકભાજીના વધારે સેવનથી ઘણા પ્રકારે સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. 

કાચા ખાદ્ય પદાર્થોનું વધારે સેવન કરવાથી પેટમાં અમુક સંક્રમણ કે અપચાનું જોખમ થઈ શકે છે. સવાલ એ છે કે, તમારે લીલા શાકભાજી વાસ્તવમાં કેવી રીતે ખાવા જોઈએ, તેમને રાંધીને કે કાચા? ચાલો જાણીએ સાચો જવાબ શું છે.કાચા શાકભાજી હાનિકારક શા માટે?:- રાંધેલા ભોજનની તુલનાએ કાચા ખાદ્ય પદાર્થ શરીર માટે પચાવવા અઘરા હોય છે. કાચી વસ્તુઓ અવશોષણને ધીમું કરે છે અને અગ્નિને ઓછી કરી શકે છે જેનાથી પાચન ધીમું થઈ શકે છે. અમુક કાચા ખાદ્ય પદાર્થોમાં એન્ટિ-પોષકતત્વો પણ હોય છે જે વાસ્તવમાં, ખાદ્ય પદાર્થોના પોષણ અવશોષણને અટકાવે છે. આ કારણ છે કે તેમને રાંધીને ખાવાની સલાહ આપવામાં આવે છે. 

અનુભવી શકાય છે આ ગંભીર લક્ષણ:- જો તમે ઉલ્ટી, થાક, ચક્કર આવવા, સોજા, ઝાડા કે આઇબીએસ જેવા લક્ષણો અનુભવી રહ્યા હોય તો, જાહેર છે કે તમારા શરીરમાં બધુ બરાબર નથી. તમારે વધારે માત્રામાં કાચા શાકભાજીનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે પરજીવીઓનું ઘર છે જે માત્ર ધોવાથી નષ્ટ થતાં નથી.લીલા શાકભાજી ખાવાની સાચી રીત:- તમે લીલા શાકભાજીને હળવી વરાળ આપી શકો છો, બાફી શકો છો અથવા થોડા મસાલા સાથે રાંધી શકો છો. અમુક લોકોનું માનવું છે કે, રાંધવાથી તેમના પોષકતત્વો નષ્ટ થઈ શકે છે, પરંતુ જો તમે તેને પચાવી ન શકો તો તે તમારા સિસ્ટમ માટે કામના નથી. તમે પાંદડા વાળી શાકભાજીને તમારી દાળ, સૂપ અથવા અન્ય શાકભાજી સાથે પણ રાંધી શકો છો. શાકભાજીને એલ્યુમિનિયમ કે તાંબાના વાસણમાં રાંધવા જોઈએ નહીં. 

આ કાચા શાકભાજીથી બચવું જોઈએ:- કાચી પાલક, ફુલાવરમાં ઓક્સાલેટ હોય છે જે કિડનીની પથરીને ખરાબ કરી શકે છે અથવા બનાવી શકે છે અને વધૂ માત્રામાં ખાવાથી આયરન, કેલ્શિયમના અવશોષણને પણ અટકાવે છે. કાચા કેળામાં ગોઇટ્રોજેન્સ હોય છે જે મોટી માત્રામાં થાઈરૉઈડ ફંક્શનને અસર કરી શકે છે.આનાથી રહો દૂર:- કોબીજ, બ્રોકલી જેવી કાચી શાકભાજી મોટી માત્રામાં થાઈરૉઈડ ગ્રંથિને બાધિત કરી શકે છે. કાચા કેળાનું સેવન કરવાથી અમુક લોકોને સોજા આવી શકે છે. 

ક્યાં શાકભાજીનું જ્યુસ બનાવી શકાય છે:- ગાજર, બીટ, કાકડી, આદું અને સીતાફળ. સોજા અને ઓડકારને અટકાવવા માટે એક ચપટી મીઠું નાખવું ભૂલવું નહીં. ધ્યાન રહે કે એક જ વારમાં વધારે જ્યુસ પીવાથી બચવું જોઈએ. આમ આ શાકભાજીઓને કાચા ન ખાવા જોઈએ. તેનાથી તમારા પેટને નુકશાન થઇ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment