સ્વચ્છ, સુંદર, બેડાઘ અને નીખરેલી ત્વચા માટે ચહેરા પર લગાવી દો કાચી કેરીનું આ ફેસપેક… ચહેરો ચમકાવવાનો 100% કારગર ઉપાય…

દરેક ફળ ને પોતાના આગવા ગુણો હોય છે. ફળ ખાવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઈલાજ રૂપ બની રહે છે. આવું જ એક ઉનાળું ફળ છે જે  આપણી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે, તેમાં કાચી કેરી નો સમાવેશ થાય છે. આપણે બધા કાચી અને પાકી બંને પ્રકારની કેરીનું સેવન કરીએ છીએ. પાકેલી કેરી ના સ્વાદ અને ફાયદાથી આપણે સારી રીતે પરિચિત છીએ. પરંતુ કાચી કેરીના સ્વાદ અને ફાયદાની પોતાની અલગ જ યાદી છે.

કાચી કેરીનો ઉપયોગ અથાણા બનાવવાથી લઈને શાક બનાવવા સુધી કરવામાં આવે છે. વિટામિન સી થી લઈને અનેક પ્રકારના જરૂરી પોષક તત્વોથી ભરપૂર કાચી કેરી તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે તેમજ તમારી ત્વચા માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ ઉનાળાની ઋતુમાં થતી ત્વચા સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. આ લેખ દ્વારા જાણીશું કે કાચી કેરી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે, અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવા અંત સુધી વાંચતા રહો. ત્વચા માટે ફાયદાકારક કાચી કેરી:- ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો ત્વચા સંબંધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. જેમ કે ચહેરા પર કરચલીઓ, નાની-નાની રેખાઓ, ખીલ-ફોડલીઓ, ટેંનિંગ, તૈલીય ત્વચા વગેરે. તેના સિવાય  શુષ્ક ત્વચા અને ત્વચામાં ચમક ની કમી જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ દરેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કાચી કેરી તમારી મદદ કરી શકે છે. આમાં અનેક જરૂરી પોષક તત્વો હાજર હોય છે જે ત્વચાની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે.

કાચી કેરી માં એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે. સાથે જ આમાં વિટામિન – એ અને સી સારા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જે ત્વચાની સમસ્યાઓ થી છુટકારો મેળવવા માટે તમારી મદદ કરે છે. સાથે જ એજિંગ ના લક્ષણોને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. આનાથી ત્વચા ના ડાઘ ધબ્બા દૂર થાય છે અને તમારી ત્વચામાં સ્વચ્છતા અને નિખાર આવી જાય છે.

ત્વચામાં સ્વચ્છતા અને નિખાર લાવવા માટે કાચી કેરી નો ઉપયોગ કેવી રીતે કરવો:- સ્વચ્છ અને નિખરીલી ત્વચા મેળવવા માટે તમે ઉનાળામાં કેરી નો ફેસપેક બનાવીને ત્વચા પર લગાવી શકો છો. તમે કાચી કેરી સાથે ત્વચા માટે લાભકારી અન્ય વસ્તુઓને પણ મેળવીને તમારી ત્વચા પર લગાવી શકો છો. અહીંયા અમે તમને કાચી કેરીના ફેસપેકની કેટલીક રેસિપી જણાવી રહ્યા છીએ.1)ઓટમિલ અને કાચી કેરીનો ફેસપેક:-

 સામગ્રી:- એક કાચી કેરી, બે થી ત્રણ ચમચી ઓટમિલ, છ થી સાત બદામ, બે થી ત્રણ ચમચી કાચું દૂધ.

કેવી રીતે બનાવવું:- કાચી કેરી અને ઓટમિલ નો ફેસપેક બનાવવા માટે તમારે માત્ર કાચી કેરી ઓટમીલ અને બદામને પીસી લેવાનું છે. આને એક વાસણમાં નાંખીને તેમાં દૂધ મેળવો અને સારી રીતે મિક્સ કરો. તમારો ફેસ પેક તૈયાર છે. આ પેકને તમારા ચહેરા અને શરીરના અન્ય ભાગની ત્વચા પર પણ લગાવી શકો છો. આને ત્વચા પર 15 મિનિટ સુધી આમ જ રહેવા દો ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તમે આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકો છો.2) બેસન અને કાચી કેરીનો ફેસપેક:-

સામગ્રી:- ત્રણથી ચાર કાચી કેરી, બે થી ત્રણ ચમચી બેસન, એક ચમચી મધ, એક ચમચી દહી, એક ચપટી હળદર

કેવી રીતે બનાવવું:- કાચી કેરી કેરી અને બેસન નું ફેસપેક બનાવવા માટે તમારે કાચી કેરી ને પીસીને પેસ્ટ બનાવી લેવાની છે. એક વાસણમાં બેસન મધ અને હળદર મેળવો અને સારી રીતે મિક્સ કરી લો. આને તમારા ચહેરા પર, ગરદન અને શરીરના અન્ય ભાગ પર લગાવો. જ્યારે આ ફેસપેક સરસ રીતે સૂકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી આને ધોઈ લો. તમે અઠવાડિયામાં એક વાર આ ફેસપેકને તમારી ત્વચા પર લગાવી શકો છો. 

કાચી કેરી થી બનેલા આ ફેસપેકને ત્વચા પર લગાવવાથી તમારી ત્વચા ની મૃત કોશિકાઓ થી છુટકારો મેળવવામાં મદદ મળે છે. ત્વચાની રંગત ખુબ જ સરસ  થશે અને તમને એક મુલાયમ અને ચમકદાર સ્કીન મળશે. સાથે જ ટેંનિંગ, સનબર્ન ખીલને સાફ કરવામાં મદદ મળશે અને ત્વચા હાઈડ્રેટ રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment