મહેનત કર્યા વગર વજન ઘટાડવા ખાવ આવા કેળા, જાણો કેવા કેળાથી વધુ ફાયદો થાય.

મહેનત કર્યા વગર વજન ઘટાડવા ખાવ આવા કેળા, જાણો કેવા કેળાથી વધુ ફાયદો થાય.

મિત્રો આજે દરેક લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે. પરતું વજન ઓછું નથી થતું. જેનું કારણ આપણી ખાણીપીણી છે. તેમજ આપણી લાઈફ સ્ટાઈલ પણ ખુબ જ વ્યસ્ત થઈ ગઈ છે. જેમાં આપણને પોતાના માટે પણ સમય નથી. ત્યારે જો તમે થોડું ઘણું પોતાની ડાયેટનું ધ્યાન રાખો તો કદાચ તમે વજન ઓછું કરી શકો છો. ચાલો તો આજે અમે તમને કેળા વિશે જણાવીશું જે તમારું વજન ઓછું કરવામાં જબરદસ્ત મદદ કરશે.

જો તમે શરીરમાં જમા થયેલ વધારાની ચરબીને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ગ્રીન કેળા તેના માટે બેસ્ટ છે. તેમાં રહેલ ઓછી શુગર અને વધુ સ્ટાર્ચ તમને ખુબ જ ફાયદો આપશે.

કેળા એ સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ કોબર્સમાંથી એક માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, મુડ-રેગ્યુલેટિંગ ફોલેટ, ટ્રીપ્ટોફેન અને એન્જાઈજિંગ કાર્બ્સનો સારો સ્ત્રોત છે. આથી તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. જો કે વજન ઓછું કરવામાં તે ત્યારે જ કારગત છે જ્યારે તેને તમે યોગ્ય રીતે સેવન કરો છો.

જો એવું નથી કરતા તો તે તમારા માટે ફાયદાકારક સાબિત નહિ થાય. તમને જણાવી દઈએ કે, કેળાને પાકવાનો દરેક સમય ઘણી ઉણપ અને લાભ આપીને જાય છે. આથી આજે અમે તમને યોગ્ય રીતે કેળાના સેવન વિશે જણાવીશું. જેથી તે તમારો વજન ઓછો કરવામાં મદદ કરી શકે.

પીળા કેળા માનવામાં આવે છે સારો વિકલ્પ : જો તમે વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા છો અથવા નહિ, પીળા કેળા બધા માટે ખુબ જ સારા છે. કોઈ પણ કેળાની તુલનામાં પીળા કેળા ખુબ જ સારા છે. જો કોઈ માણસ પીળા કેળાનું સેવન કરે છે તો તે કેળાના દરેક લાભ મેળવી શકે છે. આ રીતે તેને શક્તિ મળે છે. પાચનક્રિયા પણ સારી થાય છે, અને જો આપણા પેટમાં કોઈ ગડબડ ન હોય તો વજન જાતે જ ઓછું થવા લાગે છે.ઓવરરીપ કેળા (બ્રાઉન કેળા) : જો કેળાને વધારે દિવસો માટે ઘરમાં બહાર રાખવામાં આવે તો તે ગળવા લાગે છે. કેળાની ઉપરની છાલ બ્રાઉન થઈ જાય છે. આથી તેને બ્રાઉન કેળા કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર એક પીળા કેળામાં 6.35 ગ્રામ સ્ટાર્ચ હોય છે, જ્યારે બ્રાઉન કેળામાં તેનું સ્તર 0.45 ગ્રામ સુધી નીચે આવી જાય છે.

પીળા કેળામાં 3.1 ગ્રામ ફાઈબર હોય છે જે આપણી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. અને જો બ્રાઉન કેળાની વાત કરવામા આવે તો તેમાં 1.9 ગ્રામ ફાઈબર હોય છે. એક અભ્યાસ અનુસાર ડાયાબિટીસના દર્દી માટે કેળા એટલા હાનિકારક નથી જેટલા બ્રાઉન કેળા હોય છે.વજન ઓછું કરવામાં સૌથી વધુ ફાયદાકારક ગ્રીન કેળા : ઘણી શોધ અનુસાર ગ્રીન કેળામાં બ્રાઉન કેળાની તુલનામાં શુગર ઓછી અને પ્રતિરોધ સ્ટાર્ચ વધુ જોવા મળે છે. કહેવાય છે કે, પ્રતિરોધ સ્ટાર્ચ પાચન માટે સૌથી વધુ ફાયદાકારક છે. કારણ કે તે પેટમાં રહેલ કોઈ પણ પ્રકારના એન્જાઈમો દ્વારા તોડી નથી શકાતા. આથી તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

આથી મોટાભાગે ડોક્ટર્સ તમને ગ્રીન કેળા ખાવાની સલાહ આપે છે. જો તમે કાચા કેળા નથી ખાઈ શકતા તો તેની સ્મુદી બનાવીને પી શકો છો. આ સાથે જ જો સ્મુદી નહિ બનાવી શકતા તો તેની સબ્જી બનાવીને ખાઈ શકો છો.

જો ગ્રીન કેળા ન ખાઈ શકો તો ? : જો તમે ગ્રીન કેળા નથી ખાઈ શકતા તો તમારું બીજું લક્ષ્ય પીળા કેળા એટલે કે પાકેલા કેળા હોવું જોઈએ. પીળા કેળા કસરત કર્યા પછી અથવા પહેલા ખાઈ શકો છો. જયારે બ્રાઉન કેળાની વાત કરવામાં આવે તો ઘણી વસ્તુઓની અપેક્ષામાં વધુ ફાયદાકારક છે. એટલે કે તે આપણી હેલ્થ માટે એટલું પણ નુકસાનકારક નથી જેટલું આપણે સમજીએ છીએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!