બાળકોને મેંદાના બદલે રવાના બિસ્કીટ ખવરાવો અને તેનું સ્વાસ્થ્ય સુધારો… આજે જ બનાવો

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍪 રવામાંથી બનાવો સ્વાદિષ્ટ બિસ્કીટ: 🍪

 Image Source :

💁 રવામાંથી બનતી આપણે ઘણી બધી વાનગીઓ જોઈ હશે. મિત્રો તમે વિચાર પણ ન કરી શકો તેવી વાનગીઓ તમે રવામાંથી બનાવી શકો છો .જેમાંથી એક સ્વાદિષ્ટ વાનગી આજે અમે તમારી સાથે શેર કરવા જઇ રહ્યા છીએ. કે જે ઘરમાં બધાને ભાવશે.

💁 મિત્રો આજે અમે રવામાંથી એક અલગ જ સ્વાદિષ્ટ તેમજ દેખાવમાં પણ સૂંદર ડિઝાઈનના છે તેવા બિસ્કીટની રેસીપી લઈને આવ્યા છીએ. એકવાર આ બિસ્કીટ તમે ઘરે બનાવશો પછી બજારના બિસ્કીટ ખાવાનું છોડી દેશો. મિત્રો ઘરે જ ખૂબ જ સરળતાથી તમે માઈક્રોવેવની મદદ વગર જ ઘરે જ આ ક્રિસ્પી અને ટેસ્ટી બિસ્કીટ બનાવી શકશો.

💁 મિત્રો તમારું બાળક બહારના બિસ્કીટ ખાવાની જીદ કરે છે તો તેને બજાર કરતા પણ સરસ બિસ્કીટ તમે ઘરે બનાવીને આપી શકશો. જે ખાવામાં તો ટેસ્ટી હશે પરંતુ સાથે સાથે હેલ્ધી પણ હશે. તેમજ ક્યારેય પણ તમને બિસ્કીટ ખાવાનું મન થાય તો ઝટપટ સરળતાથી આ બિસ્કીટ બનાવી શકો છો. મિત્રો આ બિસ્કીટ તમે સ્ટોર પણ કરી શકો છો. એટલે જ્યારે તમને મન થાય ત્યારે બનાવી લો પછી તેને રાખી મૂકો અને ફરી મન થાય ત્યારે ખાઈ શકો છો. તો આ બિસ્કીટ માટેની સામગ્રી જાણવા તેમજ તેને બનાવવાની રીત વિશે વાંચો અમારો આ લેખ.

👩‍🍳 રવાના બિસ્કીટ બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩‍🍳

 Image Source :

🥄 ત્રણ ચમચી બટર રૂમ ટેમ્પરેચર પર રાખેલું,

🥄 એક ચમચી વેનીલા એસેન્સ,

🥄 એક નાની ચમચી મીઠું,

🍚 અડધો કપ પીસેલી ખાંડ,

🥣 રવો એક કપ,

🍚 એક કપ ઘઉંનો લોટ,

🥄 કોકો પાવડર બે થી ત્રણ ચમચી,

👩‍🍳 રવાના બિસ્કીટ બનાવવાની રીત:- 👩‍🍳

 Image Source :

🥣  સૌપ્રથમ એક બાઉલમાં બટર લો અને તેને ફેંટી લો. ક્રીમ જેવું થઇ જાય ત્યાં સુધી તેને ફેંટી લો.

🥣 હવે તેમાં એક ચમચી વેનીલા એસેન્સ ઉમેરી દો. અને બંનેને બરાબર મિક્સ કરી દો.

🥣 હવે તેમાં થોડું મીઠું નાખીને ફરી પાછું તેને બરાબર હલાવી લો.

🍚 હવે તેમાં અડધો કપ પીસેલી ખાંડ નાખો અને તેને બરાબર રીતે હલાવી લો.

🍚 ત્યાર બાદ તે મિશ્રણમાં એક કપ રવો અને એક કપ ઘઉંનો લોટ ઉમેરી દો.

🥛 હવે તેમાં જરૂરીયાત મૂજબ દૂધ નાખતા જાઓ અને લોટ બાંધી લો. લોટ સોફ્ટ હોવો જોઈએ.

🍞 હવે તે લોટના બે સરખા ભાગ બનાવી લો. Image Source :

 🍞એક ભાગને સાઈડમાં રાખી દો અને બીજા ભાગને એક વાસણમાં લો અને તેમાં કોકો પાવડર ઉમેરો. અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લો.

🍞 હવે પેહલા વાઈટ કલરનો લોટ લઇ લો અને તેનો લાંબો રોલ બનાવીને તેને લંબચોરસ આકાર બનાવો.

🍞 હવે તેજ રીતે કોકો પાવડર વાળો લોટ લઈને તેને પણ રોલ કરીને તેને થોડો દબાવીને લંબચોરસ આકાર બનાવો.

🍞 પરંતુ યાદ રહે બંને રોલ ને સરખાવી લેવા કારણ કે બંને લંબચોરસ એક જ આકારના બનવા જોઈએ.

🍞 હવે બંને ને અલગ-અલગ પ્લાસ્ટિક પેપરમાં સીલ કરીને ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. પંદરથી વીસ મિનીટ સુધી તેને ફ્રીઝરમાં સેટ થવા દો.

🍞 ફ્રીઝરમાં સેટ થયા બાદ તેને બહાર કાઢી લો. હવે બંને રોલમાં ઉભા ત્રણ ભાગ પાડો .

🍞 હવે દરેક ભાગને સેન્ડવિચની જેમ ગોઠવવાના રહેશે. બે કોકો પાવડર વાળી સ્લાઈડઝ્ની વચ્ચે એક વાઈટ સ્લાઈડઝ રાખી દો અને બીજી બાજુ બે વાઈટની વચ્ચે એક કોકો પાવડર વાળી સ્લાઈઝ રાખી દો. અને બંનેને દબાવીને સરખી કરી લો.

 Image Source :

🍞 હવે બંનેને ભેગી રાખીને દબાવીને સરખી કરી દો.

🍪 હવે તેને કાપી લો સ્લાઈસની જેમ. તેને બહુ જાડા પણ નહિ અને પાતળા પણ નહિ તે રીતે કાપી લો.

🍳 હવે કૂકરમાં ર્થોડું મીઠું નાખી દો અને સ્ટેન્ડ લગાવી દો અને કૂકરને ઢાંકીને તેને દસથી પંદર મિનીટ સુધી ગરમ કરો. અને ગરમ થઇ જાય ત્યાર બાદ એક પ્લેટમાં ઘી લગાવીને તેમાં સમાઈ તેટલા બિસ્કીટ રાખી દો.

🍳 હવે તે પ્લેટને કૂકરમાં રાખી દો.અને કૂકરનું ઢાંકણ ઢાંકી દો. પરંતુ યાદ રહે કૂકરની સીટી ભૂલ્યા વગર કાઢી લેવી.

🍩 હવે તેને લગભગ વીસ મિનીટ સુધી બેક થવા દો. હવે બેક થયા બાદ તેને બહાર પ્લેટમાં કાઢી લો. અને આજ રીતે બીજા બિસ્કીટ પણ બેક કરી લો.

🍩 આ બિસ્કીટ તરત જ તમને સોફ્ટ લાગશે પરંતુ તે ઠંડા થઇ જાશે ત્યારે ક્રિસ્પી થઇ જાશે.

🍩 તો આ સ્વાદિષ્ટ બિસ્કીટની મજા લો સવારે ચા સાથે અથવા તો સાંજે નાસ્તામાં.

🍩 આ બિસ્કીટને તમે ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

 Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment