શરીરમાં લાલ ફોડલીઓ અને ખંજવાળથી રાતોરાત મળશે છુટકારો, રાતે સુતા પહેલા લગાવી દો આ તેલ… મળશે ગજબનું પરિણામ..

તમારા શરીરમાં જયારે પણ ખુબ જ ખંજવાળ આવે છે અને તમે મીઠી ખંજવાળને હાથ વડે સતત સ્પર્શ કરો છો, તો તેમાંથી દાણા બનવા લાગે છે. અથવા તો જયારે શરીર પર દાણા નીકળે છે ત્યારે ખુબ જ મીઠી ખંજવાળ આવે છે. જેને કારણે તમને બેચેની જેવો અનુભવ થાય છે. આ સમયે તમે કોઈ ક્રીમ લગાવીને રાહત મેળવી લો. પરંતુ જો તમે કાયમ માટે તેનાથી છુટકારો મેળવવા માંગતા હો, તો આ માટે તમે એક દેશી તેલનો ઉપયોગ કરી શકો છો.

દાણા અને ખંજવાળ અક્સર લોકોને પરેશાન કરે છે. તેના ઘણા કારણો હોય શકે છે. જેમ કે કોઈ જીવાત કરડવાથી, એલર્જીને કારણે, ઘણી વખત સોર્યાસીસ, ધાધર, એક્જીમાના કારણે, ઘણી વખત આ દાણા કોઈ રીએક્શનને કારણે અથવા તો શરીરની અંદરની ગરમીને કારણે પણ થાય છે. આ બધી સમસ્યાઓ માટે લોકો અક્સર દવાઓ અથવા ક્રીમનો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ ઘણા ઘરેલું ઉપચાર પણ આ સમસ્યાઓ ઓછી કરવામાં મદદ કરે છે. જેમ કે લીમડાના પાનનો લેપ, ફુદીનાનું તેલ, હળદર, ચંદન, આ જ પ્રકારે એક ખુબ જ જુનું તેલ છે જેને લગાવીને દાણા અને ખંજવાળને ઓછી કરી શકાય છે. આ તેલને તમે પારંપરિક રૂપે બનાવી શકો છો. આ તેલને બનાવવા માટે નાળિયેર તેલ, કપૂર અને લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તો આને બનાવવાની રીત જાણી લઈએ.

નાળિયેર તેલ, કપૂર અને લવિંગથી બનાવો આ તેલ : નાળિયેર તેલ, કપૂર અને લવિંગ આ ત્રણેયને મિક્સ કરીને આ ખાસ પ્રકારનું તેલ બનાવી શકાય છે. આ તેલને બનાવવા માટે તમે સૌથી પહેલા 20 ચમચી નાળિયેરનું તેલ લઈ લો. હવે તેમાં 10 જેટલા લવિંગ ઉમેરો. હવે તમે કપૂર લો. તેમાંથી તમે 3 મોટા ચમચા પાવડર બનાવી શકાય છે. હવે તેને એક વાસણમાં નાખીને ગેસ પર મૂકી દો. થોડી વારમાં આ તેલ ગરમ થવા લાગશે. તેમાંથી એક તીવ્ર ગંધ આવશે. હવે ગેસને બંધ કરી દો. તેલ થોડું નવશેકું હોય ત્યારે તેનો ઉપયોગ કરો. તો ચાલો જાણીએ હવે આ તેલ લગાવવાના ફાયદા.

દાણા ઓછા કરવા : તમે જોયું હશે કે, તમારા શરીર પર ઘણી વખત લાલ રંગના દાણા નીકળે છે. ક્યારેક તે મોટા હોય છે તો ક્યારેક નાના હોય છે. તો ઘણી વખત આ કોઈ ખાસ પ્રકારના બેક્ટેરિયાને કારણે પણ નીકળે છે. તેવામાં આ તેલ ખુબ અસરકારક રીતે કામ કરે છે. તેનો એન્ટી બેકટેરીયલ ગુણ દાણાના બેક્ટેરિયાને ખત્મ કરે છે. તેને નિયમિત લગાવવાથી દાણા ઓછા થઈ જાય છે. બસ આ માટે તમારે રાત્રે આ તેલ બનાવવાનું અને સુતા પહેલા શરીર પર લગાવવાનું છે. સવારે જોશો તો શરીર પરના ઘણા દાણા ઓછા થઈ ગયા હશે.

ખંજવાળ : નાળિયેર તેલ, કપૂર, અને લવિંગથી બનેલ આ તેલ ખંજવાળને ઓછી કરવામાં પ્રભાવી રૂપે કામ કરે છે. તેનો એન્ટી બેક્ટેરીયલ ગુણ અને રેશેજને શાંત કરનાર ગુણ ખંજવાળને ઓછી કરવામાં મદદ કરે છે. તેનો એન્ટી માઈક્રોબીયલ ગુણ એક્ટીવ રેશેજને ઓછી કરવામાં મદદ કરે છે અને ખંજવાળથી છુટકારો અપાવે છે. આ રીતે ખંજવાળને શાંત કરે છે.

સોજા અને સાંધાના દુખાવા: કપૂર અને લવિંગ બંનેમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે, જે સોજાને ઓછા કરે છે. જો તમને કોઈ પ્રકારના સોજા છે અથવા સોજાને કારણે સખ્ત દુખાવો છે, તો આ નવશેકા તેલથી તેની માલીશ કરવી. સોજા અને દુખાવામાં રાહત મળે છે. આ તેલ બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય કરે છે. માંસપેશીઓના દુખાવાથી છુટકારો અપાવે છે. કપૂરનો એક ખાસ ગુણ એ છે કે, આ તેલ લાંબા સમય સુધી જુના માંસપેશીઓ અને સાંધાના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ રીતે તે સોજાને ઓછા કરી સાંધાના દુખાવા પણ દુર કરે છે.

પીઠના નીચેના ભાગના દુખાવા : કપૂર અને લવિંગ બંને માંથી બનેલ આ તેલ પીઠના નીચેના ભાગના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. કપૂરનું તેલ તંત્રિકા તંત્રને સુન્ન અને ઠંડુ કરે છે અને પીઠના ખતરનાક દુખાવાના ક્ષેત્રને ગરમ કરે છે. આ પ્રકારે તે કઠોર સાંધા અને માંસપેશીઓમાં પરીસંચરણને વધારે છે અને પીઠના દુખાવાને ઓછો કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment