માથા નીચે ઓશીકું રાખી સૂવાથી શરીરમાં ધીરે ધીરે થવા લાગે છે આવા ફેરફાર, ઘરમાં નાના બાળકો હોય એ આ માહિતી ખાસ જાણજો નહીં તો આગળ જતા

ભાગદોડ ભર્યા આ જીવનમાં દિવસ દરમિયાન કામ કરીને થાક્યા બાદ રાત્રે સુતાની સાથે જ મીઠી ઉંઘ આવે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ સુવે એ સમયે ઓશિકુ રાખે જ છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને તકિયા વિના ઉંઘ જ ન આવતી હોય. ઘણા લોકો જાડુ ઓશિકુ રાખવું જ પસંદ કરે છે. તો ઘણા લોકો પાતળા ઓશિકુ રાખવું પસંદ કરે છે. તો ઘણા લોકો એવા પણ હોય છે, જે માથા નીચે બેથી ત્રણ તકિયા કે ઓશિકુ રાખે છે.

જો તમે ઓશિકુ રાખીને જ સુઈ જતા હો તો સંભાળીને રહેજો. તમારી આ ટેવ તમને ભારે નુકશાન પહોંચાડી શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, તકિયો રાખીને સુવાથી નુકશાન થાય છે. આ તકિયો(ઓશિકુ) રાખીને સુઈ જવાથી શરીરમાં ઘણી બીમારીઓને તમે ખુદ આમંત્રણ આપો છો. આવું કરવાથી બચવું હંમેશા જોઈએ. ચાલો તો જાણીએ ઓશિકુ રાખીને સુવાથી થતા નુકસાન વિશે.

કરોડરજ્જુ વાંકી થવાનો ભય : ઓશિકાના સતત ઉપયોગથી એક સમય બાદ તમારા કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડના હાડકા ધીરે ધીરે વાંકા વળવા લાગે છે. જો તમે ઓશિકાનો ઉપયોગ બંધ કરી દેશો તો આ પ્રકારના નુકસાનથી બચી શકાય છે. તે સાથે જ કમરના દુઃખાવામાં પણ તમને આરામ મળશે.

ગર્દનમાં દુઃખાવો : જે લોકો રાત્રે નિયમિત રીતે ઓશિકુ લેવાની ટેવ છે તો તમને ગર્દનમાં થોડો દુઃખાવો થશે. આ સમસ્યા ખુબ સામાન્ય છે. તેનાથી બચવા માટે રાત્રે માથા નીચે ઓશિકુ રાખવાનું બંધ કરશો તો તમારા શરીરમાં રક્ત સંચાર એટલે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે.

ઘડપણ ઝડપી આવે છે : તમને જાણીને નવાઈ લાગશે, રોજ નિયમિત રીતે ઓશિકુ લઈને સુવાથી ઝડપથી ઘરડા દેખાવા લાગે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, ઓશિકા પર માંથુ રાખીને નિયમિત રીતે સુવાથી ચહેરા પર કરચલી દેખાવા લાગે છે. જો તમે સુંદર રહેવા માંગો છો તો ઓશિકા પર માથું રાખીને સુવાનું બંધ કરી દો.

બાળકોમાં વિન્ડપાઇપ કે કમ્પ્રેશનનું જોખમ : ઘણા લોકો બાળકોના માથાની નીચે ઓશિકુ રાખે  છે. તેઓએ ભૂલથી પણ આ ન કરવું જોઈએ. જે લોકો ઓશિકુ રાખે છે, તે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી, જો તમે આ જોખમ ન લો તો તે વધુ સારું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment