શરીરની નાની મોટી ઘણી બીમારીઓની દવા છે આ લાડુ, રોજ કરવું જોઈએ એક લાડુનું સેવન. જાણો કેવી રીતે બને છે…

મિત્રો હાલ શિયાળો શરૂ હોવાથી દરેક લોકોના ઘરમાં શરીરને ગરમ પડે તેવો ખોરાક ખાવામાં આવે છે. જેમ કે કોઈ ઘરે ઘઉંની સુખડી બનાવે છે, તલસાંકળી બનાવે છે, તેમજ સુકામેવાનો વધુ ઉપયોગ કરે છે, ખજૂરનું દૂધ પીવે છે. તેવામાં જો તમે તમારી ઇમ્યુનિટી વધારવા માંગો છો તો અમે તમને એક એવા ખોરાક વિશે માહિતી જણાવશું કે, જે તમારી ઇમ્યુનિટી તો વધારશે સાથે સાથે તમારા શરીરની અંદર ગરમાવો પણ વધારશે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.

એવું કહેવામાં આવે છે કે, જો તમે શિયાળામાં મેથીના લાડુનું સેવન કરો છો તો તે તમારી તંદુરસ્તી માટે ખુબ જ ફાયદાકારક છે. તેનાથી તમારી મીઠાઈ ખાવાની ઈચ્છા પણ પૂરી થાય છે અને તમારી ઇમ્યુનિટી પણ વધે છે. જો કે મોટાભાગના લોકો ગળ્યું ખાવામાં ખુબ કાળજી રાખતા હોય છે અથવા તો ખુબ ઓછું સ્વીટ ખાતા હોય છે. જો કે ઘણી મીઠાઈ તમારી તંદુરસ્તી માટે ખુબ સારી છે. તેમાંથી જ એક છે મેથીના લાડુ.

ભારતીય પરંપરામાં લાડવા એ એક પારંપરિત સ્વીટ છે. જેને સ્ત્રીઓ ઘરે બનાવવા વધુ પસંદ કરે છે. જો કે કોઈ ખાસ તહેવાર પર લાડવામાં બનાવવામાં આવે છે. પરંતુ જો લાડવામાં ગોળનો ઉપયોગ કરવામાં આવે વિશેષ રીતે ફાયદાકારક રહે છે, તે સારી હેલ્થ માટે ખુબ જ અસરકારક છે.શિયાળામાં લાભકારી છે સુંઠને મેથીના લાડવા : સુંઠમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીઇન્ફલેમેટરી ગુણ હોય છે. આમ આદુ અને મેથીનું મિશ્રણ શિયાળામાં શરીરને ગરમ રાખે છે અને ઠંડીથી બચાવે છે. જ્યારે સુંઠ એ આપણા માટે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. તેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ આ બન્નેનું મિશ્રણ શરદી, ઉધરસ, છીંક, તાવ, ગળામાં ખારાશ વગેરે મૌસમી બીમારીથી બચાવે છે.

સુંઠથી થતો શરીરને ફાયદો : મેથીના લાડવામાં  મિક્સ કરેલ સુંઠ શરીરને ગરમ કરવાની સાથે તમારા પાચનતંત્રને પણ સારું કરે છે. આ સિવાય પેટને સંબંધિત ઘણી બીમારી જેવી કે એસીડીટી, કબજિયાતને પણ દુર કરે છે. શુગર ફ્રી થી બનાવેલ લાડવા ડાયાબિટીસના દર્દી પણ ખાઈ શકે છે. કારણ કે આદુનો પાઉડર બ્લડ શુગરને રેગ્યુલર કરવામાં મદદ કરે છે. આ રીતે તે શુગરમાં પણ સુધાર લાવે છે.સુંઠ અને મેથીના લાડવા બનાવવા માટેની સામગ્રી :  ઘઉંનો લોટ, ઘી કે માખણ – 60 ગ્રામ, બ્રાઉન શુગર અથવા ગોળ – 3 થી 4 કપ, સુંઠ – 1 મોટી ચમચી, મેથીના દાણા કે પાઉડર – 1 મોટો ચમચો, વરીયાળીના બીજ અથવા વરીયાળી – 2 ચમચી.

લાડવા બનાવવાની રીત : પહેલા તો એક વાસણ લઈને તેમાં ઘી નાખી તેને ગરમ કરવા માટે મુકો અને તેમાં ઘઉંનો લોટ નાખી તેને સારી રીતે શેકી લો. લોટને ધીમા તાપે શેકો અને સતત હલાવતા રહો. 15 થી 20 મિનીટમાં તે બ્રાઉન રંગનો થઈ જશે. પછી શેકેલા લોટને એક વાસણમાં કાઢીને તેને ઠંડો થવા દો. તેમાં સુંઠ, મેથી અને વરીયાળી મિક્સ કરો. પણ આ બધી વસ્તુઓને મિક્સ કરતા પહેલા શેકવી પડે છે.ત્યાર પછી તેમાં ગોળને મિક્સ કરો. ત્યાર પછી હાથની મદદથી તેના લાડવા બનાવો. આ સિવાય લાડવાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં કાજુ, બદામ, પીસ્તા વગેરે સુકોમેવો મિક્સ કરી શકો છો. આ રીતે તૈયાર છે તમારા મેથી અને સુંઠના લાડવા. જેને શિયાળામાં ખાવાથી તમારું શરીર ગરમ રહે છે અને તમારી ઇમ્યુનિટી પણ વધે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment