ઘરે બેઠા ઓનલાઈન બિઝનેસથી કમાણી કરવા જાણી લ્યો આ 5 સિક્રેટ વાત, બેગણી ઝડપે થશે ગ્રોથ અને કમાણી…

ઘરે બેઠા ઓનલાઈન બિઝનેસથી કમાણી કરવા જાણી લ્યો આ 5 સિક્રેટ વાત, બેગણી ઝડપે થશે ગ્રોથ અને કમાણી…

કોરોના અને લોકડાઉન બાદ ભારતમાં ઓનલાઈન બિઝનેસનું માર્કેટ ઘણું વધ્યું છે. આજે ઘણા લોકો માત્ર પોતાનો બિઝનેસ જ નથી ખોલતા પણ તેને સફળતાપૂર્વક ચલાવી પણ રહ્યા છે. આજે એવા ઘણા ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે જ્યાં તમે પ્રોડક્ટ વેચીને લાખો-કરોડોનો નફો મેળવી શકો છો.

જો તમે પણ ઓનલાઈન બિઝનેસ કરવા ઈચ્છો છો અને ઓછા સમયમાં વધુ નફો ઈચ્છતા હોવ તો આજે અમે તમારી સાથે કેટલીક ખાસ ટીપ્સ અહીં શેર કરવા જઈ રહ્યા છીએ. જેથી તમે ઓછા પૈસા થી સમયસર રોકાણ કરી તમારો ઓનલાઈન બિઝનેસ વધારી વધુ રૂપિયા કમાઈ શકો છો.

ઓનલાઈન બિઝનેસ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો:-

1) તમારી વેબસાઇટ બનાવો:- મોટાભાગના લોકો થર્ડ પાર્ટી વેબસાઈટ પર જઈને તેમનો માલ વેચે છે. આવી સ્થિતિમાં તેમની સામે અનેક મુશ્કેલીઓ આવે છે. જો તમે તેવી અગવડોનો સામનો કરવા ન  ઈચ્છતા હોવ, તો તમારી પોતાની વેબસાઇટ બનાવો. તમારી પોતાની વેબસાઇટ બનાવવાનો સીધો મતલબ એ છે કે ગ્રાહક અને તમારી વચ્ચે કોઈ થર્ડ પાર્ટી નહીં રહેશે. જો ત્યાં કોઈ થર્ડ પાર્ટી અથવા વચેટિયા ન હોય, તો તેનો સીધો ફાયદો એ થશે કે માલ વધારે સસ્તો થઈ જાય છે. જો ગ્રાહક તમારા કામને પસંદ કરે છે, તો તેઓ પોતે તમારા વિશે અન્ય લોકોને પણ જણાવશે.

2) સર્ચ એન્જિનનું ધ્યાન રાખો:- આજે મોબાઈલ હંમેશા લોકોના હાથમાં છે. લોકો હંમેશા તેમના સ્માર્ટફોનમાં કંઈકને કંઈક શોધે છે. લોકોને કોઈ વસ્તુ ખરીદતા પહેલા 100 જગ્યાઓ જોવાની આદત હોય છે. જો તમે આ સર્ચ એન્જિનનું ગણિત સમજશો તો તમારો ઓનલાઈન બિઝનેસ ટુંક સમયમાં સફળ થઈ જશે.

3) ડિજિટલ માર્કેટિંગ જાણો:- આજનો યુગ ડિજિટલ થઈ ગયો છે. બિઝનેસ દરમિયાન, તમારે ડિજિટલ માર્કેટિંગ પર પણ વિશેષ રૂપે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી ગ્રાહકોને સાઇટ પર લાવી શકાય. કંઈક એવી સ્કીમ રાખવી જોઈએ કે જે ગ્રાહક એકવાર આવે છે, તેને કંઈક મળે અને બીજી વાર ખરીદવા માટે ફરીથી આવે છે.

4) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું જરૂરી છે:- બાળકથી લઈને વડીલ સુધી આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સમય વિતાવી રહ્યા છે. તમે ફેસબુક, ટ્વિટર અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તમારો ઓનલાઈન બિઝનેસ વધારી શકો છો. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા, તમે તમારી બ્રાન્ડ, વ્યવસાય અને માર્કેટિંગને યોગ્ય રીતે રજૂ કરી શકો છો.

5) ક્યારેય ઉતાવળ ન કરવી:- ઓનલાઈન બિઝનેસ દરમિયાન મોટાભાગના લોકો વિચારે છે કે તેઓ બીજા દિવસથી જ પૈસા કમાવવાનું શરૂ કરશે. પરંતુ આ ધારણા બિલકુલ ખોટી છે. કેટલીકવાર ઓનલાઈન બિઝનેસમાં નફો મેળવવા માટે એક વર્ષ થી બે વર્ષનો સમય લાગે છે. એટલે આ વિશે પહેલાથી આયોજન કરી રોકાણ કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!