ડુંગળી કરતા પણ વધારે ઉપયોગી છે તેના ફોતરા ફેકતા પહેલા આ લેખ જરૂર વાંચજો ….

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌰 ડુંગળીના ફોતરાનો આ ઉપયોગ જાણ્યા બાદ તમે ક્યારેય ડુંગળીના ફોતરા નહિ ફેંકો કચરામાં.. 🌰

🌰 મિત્રો ડુંગળી એક એવું શાકભાજી છે જે દરેક વાનગીનો સ્વાદ વધારવામાં મદદરૂપ છે.લગભગ દરેક શાક ડુંગળી વગર અધૂરા લાગે. આ ઉપરાંત ડુંગળી એક સારી એવી ઔષધી પણ છે. જેમ કે હાઈ બીપી અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત તમે થોડા દાજી ગયા હોય ત્યાં ડુંગળી કાપી હળવા હાથે ત્યાં મસાજ કરશો તો ત્યાં બળતરા નહિ થાય. તેમજ કોઈને ખૂબજ તાવ આવ્યો હોય અને ઘરમાં દવા નથી દો ડુંગળીની સ્લાઈસ કરી તેને પગના તળિયે રાખી અને મોજા પહેરી લો તો બધીજ ગરમી નીકળી જશે અને તાવ માટી જશે. તો આ તો હતા ડુંગળીના ફાયદા.Image Source :

🌰 પરંતુ મિત્રો ખૂબજ ઓછા લોકો જાણે છે કે જેટલી ડુંગળી આપના શરીર માટે આવશ્યક છે તેટલા જ કીમતી છે ડુંગળીના ફોતરા. મિત્રો ડુંગળીના ફોતરામાં પણ તે તત્વ રહેલા છે જે ડુંગળીમાં રહેલા છે. સામાન્ય રીતે બધા ડુંગળીનો ઉપયોગ કરે છે પરંતુ તેના ફોતરાને કચરામાં ફેંકી દે છે. પરંતુ મિત્રો આજે અમે તમને ડુંગળીના ફોતરાના એવા અસરકારક ઉપયોગ બતાવશું કે તેને જાણ્યા બાદ તમે ક્યારેય લગભગ ડુંગળીના ફોતરાને કચરામાં નહિ ફેંકો. તો ચાલો જાણીએ કે કઈ રીતે આપણે ડુંગળીના ફોતરાનો ઉપયોગ કરી શકીએ અને કઈ કઈ બીમારીથી બચી શકીએ છીએ.

🌰 મિત્રો આપને એક તો ડુંગળીની ઉપર એક જે ભાગ હોય તે કાઢી નાખીએ છીએ તેનો પણ ઉપયોગ કરી શકીએ અને બીજા છે ડુંગળી ની સૌથી પહેલી પરત જે ગુલાબી રંગની હોય છે તે ફોતરા તેનો પણ ઉપયોગ કરી શકો છો. મિત્રો તમે તે ઉપરના ગુલાબી ફોત્રમાથી ફિનાઈલ બનાવી શકો છો અને માખી મચ્છર જેવા જીવ જંતુને રાખી શકો છો ઘરથી કોશો દૂર.

🌰 મિત્રો ડુંગળી ના  ફોતરામાં બ્યુટી થી લઈને સ્વાસ્થ્ય સુધીના ગુણો રહેલા છે.એક રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ડુંગળીના ફોતરમાં ફળો કરતા વધારે એન્ટી ઓક્સીડેન્ટ મળી રહે છે માટે તેનો ઉપયોગ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

Image Source :

🌰 “ધ જર્નલ પ્લાન્ટ્સ ઓફ હ્યુમન ન્યુટ્રીશન” માં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર ડુંગળીના ફોતરમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે તેમાં ફ્લેવેનોઇડસ,ક્વેરસેટીન,અને ફીનોલીક કાર્ડિયોવેસ્ક્યુલર જેવા તત્વો રહેલા છે જેનાથી કેન્સર થવાનું જોખમ પણ સાવ ઓછું થઇ જાય છે.

ડુંગળીના ફોતરામા ક્વેરસેટીન નામનું ફ્લેવેનોલ વધારે માત્રામાં રહેલું છે જે બ્લડ પ્રેસર ઓછું કરવામાં મદદ કરે છે તેમજ તે આર્ટરીઝ ને સાફ કરે છે જેથી હાર્ટ અટેક આવવાના ચાન્સીસ ઘટી જાય છે.

🌰 તો મિત્રો તે ફોતરામાંથી ફિનાઈલ પણ બનાવી શકાય છે. બનાવવાની બે રીત છે. એક તો રાત્રે તેને પલાળી ને રાખી દો અને સવારે તેને ગાળી તેનું પાણી કાઢી લો અથવા તો તમે તરતજ બનાવવા માંગો છો તો ફોતરાને પાણીમાં રાખી દો અને તે પાણીને ગરમ કરો. પાણી લગભગ અડધું થઇ જાય ત્યાં સુધી પાણીને ઉકાળો. ત્યાર બાદ તેને ગાળી લો. અને એક સ્પ્રે બોટલમાં ભરી દો. હવે તૈયાર છે તમારી નેચરલ ફિનાઈલ. હવે જ્યાં પણ માખી મચ્છર આવે છે તે જગ્યાએ આ લીક્વીડ સ્પ્રે કરી દો ઘરમાં અને પછી જૂઓ એક પણ જીવજંતુ નહિ આવે તમારા ઘરમાં.

🌰 તેનો બીજો ઉપયોગ છે એલર્જી માટે.મિત્રો શરીરમાં તમને કોઈ પણ જગ્યાએ એલર્જી થઇ છે અને તમારી ત્વચા લાલ થઇ ગઈ છે અથવા ત્યાં ફોલ્લીઓ થઇ ગઈ છે તો તમે જે લીક્વીડ બનાવેલું છે તેનાથી ત્રણ વાર એલેર્જીક ભાગને સાફ કરશો તો ધીમે ધીમે તે દૂર થશે.

Image Source :

🌰 આ ઉપરાંત જો મિત્રો તમને ગાળામાં ઇન્ફેકશન લાગી ગયું હોય તો તેના માટે પણ ડુંગળીના ફોતરા લાભદાયી છે. તેના માટે ડુંગળીના ફોતરાને પાણીમાં ઉકાળી તેની ચા બનાવી લો અને પછી તે ચા નું સેવન કરો. તેનાથી ગાળાની સમસ્યા ઝડપથી દૂર થશે.  

🌰 હવે આપને જોઈએ કે ડુંગળીની ઉપરનો ભાગ આપને કાપી નાખીએ છીએ તેના શું ફાયદા છે..

Image Source :

🌰 તો પહેલો ફાયદો છે કે ઘરમાં કોઈને કઈ જેરીલું જીવજંતુ કરડી ગયું છે તો તમારે પહેલા તે ઉપરના ભાગને પીસી લેવાનો છે અને તેની પેસ્ટ બનાવી લેવાની છે.અને તેને જ્યાં જીવજંતુ કરડ્યું હોય ત્યાં લગાવી તેની પર પાટો બાંધી દેવાનો છે. તેનાથી તેમાં રાહત તો મળશે અને સાથે સાથે તે ઝેરની અસરને દૂર કરશે.

🌰 હવે તેજ પેસ્ટનો ઉપયોગ તમે તમારા ચહેરા પર થતા ખીલના ઉપચાર માટે પણ કરી શકો છો. તેના માટે તમારે તે પેસ્ટમાં થોડી હળદર મિક્સ કરી ફરી બંનેને પીસીને બરાબર મિક્સ કરી એક પેસ્ટ બનાવી લેવાની છે. અને તેને ખીલ વગેરે પર લગાવી તેનાથી છૂટકારો મેળવી શકાય છે.

🌰 તો મિત્રો આ રીતે તમે અનેક રીતે સ્વાસ્થ્ય અને બ્યુટી માટે ડુંગળીના ફોતરાનો ઉપયોગ કરી શકો છો. માટે તેને ફેંકતા પહેલા તેના ફાયદાઓ વિષે અવશ્ય વિચારજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Image Source: Google

 

Leave a Comment