પ્રાચીન ભારતીય સ્ત્રીઓના આ બ્યુટી સિક્રેટ પાછળ આખી દુનિયા પાગલ છે..

પ્રાચીનકાળથી મહિલાઓ પોતાના નિખાર અને શણગારનો શોખ રાખે છે.આજેના સમયમાં મહિલાઓ પોતાના સૌંદર્યના નિખારને લઇને બ્યુટી પાર્લરનો સહારો લે છે. પરંતુ પહેલા જમાનામાં મહિલાઓ રસોડાની જ વસ્તુઓને મિક્સ કરીને સૌંદર્ય પ્રસાધન બનાવે છે. આ પરંપરા દરેક જનરેશને પોતાની દાદી નાની પાસેથી મળી આવે છે. રસોડામાંથી મળી આવતી કઇ કઇ વસ્તુઓનો ઉપયોગ કરવાથી સૌંદર્ય નિખાર આવે છે તેના વિશે જાણીએ…

દૂધ : પ્રાચીનકાળમાં નવા દુલ્હનની ત્વચાને નિખારવા માટે કાચા દૂધનો પ્રયોગ કરવામાં આવે છે. કાચા દૂધમાં હળદર મિક્સ કરીને ઉબટન બનાવવામાં આવે છે. આ ઉબટન શરીર પર લગાવીને ન્હાવામાં આવે છે. ચહેરા પર કાચા દૂધની માલિશ કરવાથી ત્વચા પરના બંધ છિદ્રો ખુલી જાય છે અને નેચરલ રીતે સ્કિન ક્લીન અને મોશ્ચ્યુરાઇઝ્ડ લાગે છે. 

કેસર: વાનગીમાં કે મસાલાની રીતે ઉપયોગમાં લેવાતા કેસરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન માટે પણ કરવામાં આવે છે. કેસરને દૂધમાં મિક્સ કરીને ચહેરા પર માલિશ કરવાથી ત્વચા પર ચમક આવે છે. દૂધ અને ચંદનને મિક્સ કરીને લગાવવાથી ટૈનિંગ દૂર થાય છે. એટલુ જ નહીં. પપૈયામાં દૂધ, મધ અને કેસર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો સુંદર દેખાય છે. 

હળદર: ભારતીય રસોઇમાં હળદરનો ઉપયોગ ઘણી વાનગીઓમાં થાય છે. દવાથી લઇને બ્યુટી માટે હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. પહેલાના જમાનામાં ખીલ, ડાઘ, બ્લેક હેડ્સને ઠીક કરવા માટે હળદરનો ઉપયોગ કરો. હળદર અંડર આઇ પ્રોબ્લમને દૂર રાખવામાં કામમાં પ્રયોગ કરવામાં આવે છે. હળદર, મધ, ચંદન, દૂધ, મલાઇ મિક્સ કરીને ફેસપેક તૈયાર કરો. આ પેકને ચહેરા પર લગાવવાથી નેચરલ ગ્લો વધતો દેખાય છે. 

સરસવનો પાવડર: સરસવનો પાવડર અને સરસવનું તેલ બંને સ્કિન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સરસવનો ઉબટન લગાવવાથી ત્વચા વધારે સુંદર બનાવે છે, તથા ટેનિક ખતમ કરે છે. 

ચંદન: ચંદનને દૂધ અને હળદરમાં મિક્સ કરીને તેનો લેપ ચહેરા પર લગાવવો. આ લેપથી ત્વચા પરના પિંપલ દૂર કરે છે. ચહેરા પર નિયમિત ચંદનનો લેપ લગાવવાથી સ્કિન ગ્લો કરે છે. 

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.) 

Leave a Comment