વાળના ગ્રોથ માટે કેમિકલ વાળા મોંઘા તેલ કે શેમ્પુ લગાવવા’નું છોડો, અને ખાવા લાગો આ દેશી દાણા… વાળ થઇ જશે એકદમ લાંબા, ઘાટા અને કાળા…

આપણે જાણીએ છીએ કે દરેક મહિલા એવું ઈચ્છે છે કે તેના વાળ ઘટ્ટ, લાંબા અને મજબુત બને. આ માટે તેઓ અનેક ઉપાયો કરતી હોય છે. આથી જ આજે અમે તમારી માટે એક એવા ઉપાયને લઈને આવ્યા છીએ જેના સેવનથી તમારા વાળનો ગ્રોથ ઝડપથી વધે છે. 

વાળના ગ્રોથ માટે તમારે ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. વાળની સમસ્યા અસંતુલિત ખાણીપીણી, ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણ વગેરેના કારણે થાય છે. આજના સમયમાં માર્કેટમાં તમામ પ્રકારના શેમ્પૂ, ઓઇલ, અને બીજા હેર કેર પ્રોડક્ટસ, મળે છે, પરંતુ તેનો ઉપયોગ વાળને પણ ખૂબ જ નુકસાન પહોંચાડે છે. વાળનો ગ્રોથ વધારવામાં અને મજબૂત બનાવવામાં ફ્રૂટ્સ અને નટ્સ વગેરેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. નટ્સમાં રહેલ વિટામિન અને અન્ય જરૂરી પોષકતત્વો વાળને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. બાયોટિન જેવા તત્વો વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ જરૂરી હોય છે. વાળના ગ્રોથ માટે ફાયદાકારક નટ્સ:- વાળની સુંદરતાથી તમારા ચહેરા અને વ્યક્તિત્વ પર પણ અસર પડે છે. આજના સમયમાં દરેક પોતાની હેરસ્ટાઈલ સુંદર બનાવવા માંગે છે. બેજાન અને ડ્રાઈ વાળ હોય અથવા હેર ફોલની સમસ્યા તેના કારણે તમારી સુંદરતા પ્રભાવિત થાય છે. વાળથી જોડાયેલી સમસ્યાથી બચવા માટે અને વાળનો ગ્રોથ વધારવા માટે આ નટ્સનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. 

1) બદામનું સેવન કરવું:- વાળના સારા ગ્રોથ માટે બદામનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ 5 થી 7 બદામને પલાળીને ખાવાથી તમારા વાળને પોષણ મળે છે. બદામમાં વિટામિન ઇ, ફૈટી એસિડ અને ફોલેટ વગેરેની માત્રા જોવા મળે છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.2) અખરોટનું સેવન:- અખરોટ પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અખરોટમાં વિટામિન ઇ, ઓમેગા 3 ફૈટી એસિડ વગેરેની પર્યાપ્ત માત્રા જોવા મળે છે. જે વાળને પર્યાપ્ત પોષણ આપવાની સાથે સાથે ઘણી સમસ્યાઓથી બચાવવામાં પણ ફાયદાકારક છે. 

3) મગફળીનું સેવન:- દરરોજ સંતુલિત માત્રામાં મગફળીનું સેવન કરવાથી તમારા વાળને ખૂબ જ ફાયદો મળે છે. મગફળીમાં રહેલ પોષકતત્વો વાળને ખરતા અટકાવે છે અને ઘણી સમસ્યાઓમાં ફાયદાકારક હોય છે. વાળના ગ્રોથને વધારવા માટે મગફળીનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.4) અળસિના બીજ:- અળસિના બીજનું સેવન પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અળસિના બીજમાં વિટામિન ઇ, સેલેનિયમ અને ઝીંક વગેરે પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે, જે વાળને સંપૂર્ણ પોષણ આપીને તેના ગ્રોથને વધારવામાં ખુબ જ ફાયદાકારક હોય છે. 

5) હેઝલનટ:- વાળને હેલ્થી રાખવા અને ગ્રોથને વધારવા માટે હેઝલનટનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. હેઝલનટમાં પણ ઝીંક, વિટામિન ઇ, ઓમેગા 3 ફૈટી એસિડ અને મેગ્નેશિયમ વગેરેની પર્યાપ્ત માત્રા હોય છે. દરરોજ સંતુલિત માત્રામાં તેનું સેવન કરવાથી વાળનો ગ્રોથ ઝડપી બને છે. નટ્સમાં વિટામિન ઇ, સેલેનિયમ, ઓમેગા 3 ફૈટી એસિડ અને મેગ્નેશિયમની પર્યાપ્ત માત્રા હોય છે. નિયમિત રૂપથી આ નટ્સનું સેવન કરવાથી વાળ સિવાય તમારા સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદો મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment