નુડલ્સમાં રહેલું આ તત્વ તમારા શરીરના એક એક અંગને નુકશાન પહોચાડે છે…. જાણો તેની સંપૂર્ણ માહિતી.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🍜 જાણો નુડલ્સ સ્વાસ્થ્ય માટે કેટલું હાનીકારક છે? 🍜

🍜 નુડલ્સ ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. તે એક ઇનસ્ટન્ટ નૂડલ્સનું પેકેટ છે જેની કંપની દાવો કરે છે કે તેને માત્ર બેજ મીનીટમાં તૈયાર કરીને ખાઈ શકાય છે. જેથી વિદ્યાર્થીઓ તથા ઘરથી દૂર રહેતા લોકો અને જલ્દીમાં રહેતા લોકોને નુડલ્સ ખૂબ જ પ્રિય હોય છે. કારણ કે તેને ઝડપથી બનાવીને તે લોકો પોતાની ભૂખ સંતોષી લેતા હોઈ છે.

 Image Source :

🍜 થોડા વર્ષ પેહલા એવું જાણવામાં આવ્યું હતું કે અમૂક હાનીકારક તત્વ જેવા કે લેડ અને MSG ની માત્રાને લઈને તેના પર તપાસ કરવામાં આવી હતી અને સરકારે નુડલ્સ પર બેન પણ લગાવ્યો હતો પછી તપાસમાં કઈ સામે ન આવતા નુડલ્સ પરથી બેન હટાવવામાં આવ્યો અને વેંચાણ પર પ્રતિબંધ લાગતા લાગતા અટકી ગયો. પરંતુ મિત્રો હવે સવાલ એ થાય કે ખરેખર નુડલ્સ આપણા સ્વાસ્થ્યને નુંકશાન પહોંચાડે છે ? તો જાણો આ સવાલનો જવાબ આ આર્ટીકલ પરથી.

🍜 મિત્રો આપના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે કે નહી તે જાણવા માટે સૌથી પહેલા આપને જાણવું પડશે કે તે કઈ રીતે બનાવવામાં આવે છે. તેની આખી પ્રક્રિયા શું છે કંઈ કંઈ વસ્તુનો ઉપયોગ થાય છે તેને બનાવવા માટે. કારણ કે જો આપણે તેની પ્રક્રિયા વિશે ખ્યાલ મેળવશું પછી આપણને એ સમજવામાં સરળતા રહેશે કે તે આપણા માટે હાનીકારક છે કે નહિ.

🍜 હકીકતમાં નુડલ્સને બનાવતા પહેલા ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે તે જલ્દીથી બગડે નહિ. કારણ કે તે ભારતના ઘણા બધા ભાગોમાં વહેંચાય છે તો તે ગ્રાહક સુધી પહોંચે તે પેલા તેને સ્ટોર કરવા પડે છે. પછી તે દુકાનોમાં આવે છે અને પછી તે ગ્રાહકો સુધી પહોચે છે માટે તેમાં સમય લાગે છે. તેથી તે ઝડપથી બગડે નહિ માટે તેમાં તે પ્રકારની વસ્તુ ઉમેરવામાં આવે છે.
 Image Source :

🍜 ત્યાર બાદ તે ઝડપથી તૈયાર થઇ જાય તે હેતુથી તેને અમુક રસાયણોમાં પહેલેથી જ પકાવામાં આવે છે. જેમ કે વનસ્પતિ ઘી થી એટલે સ્વાદમાં થોડી ટેસ્ટી લાગે છે. તે તળેલી પણ આવે છે તેથી જ તો તેને બનાવવામાં માત્ર બે જ મિનીટનો સમય લાગે છે. આ ઉપરાંત નુડલ્સને બનાવવામાં ટ્રાન્સ ફેટનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે છે.

🍜 આપણે લેડ અને MSG  જેવા તત્વને બાદ કરીએ તો પણ નુડલ્સ આપણા સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક ન ગણાય. તો મિત્રો ક્યારેક તમે નુડલ્સનું સેવન કરો તો તે તમારા સ્વાસ્થ્યને નુંકશાન નથી પહોચાડતું પરંતુ જ્યારે તમે વધારે પ્રમાણમાં નુડલ્સનું સેવન કરવા લાગો તો સ્વાભાવિક છે કે આપણા શરીરમાં પોષક તત્વોની ઉણપ ઉભી થાય અને પછી આપણને અનેક શારીરિક સમસ્યાનો પણ સામનો ભવિષ્યમાં કરવો પડતો હોય છે.

 Image Source :

🍜 નુડલ્સના વધારે પડતા સેવનથી થતું નુકસાન:- 🍜

🤦‍♂️  વધારે પડતી નુડલ્સ ખાવાથી લોહીની ઉણપ શરીરમાં સર્જાય છે.

🙆‍♂️ સાંધાનો દુઃખાવો પણ થઇ શકે છે.

🧠 યાદશક્તિ નબળી પડી જાય છે.

🙎‍♂️ આપણી કીડની પર ખરાબ અસર પડે છે.

👂સાંભળવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

 🙎‍♂️ લીવરને પણ નુકસાન પહોચે છે.

🍜 માત્ર બે મીનીટમાં બનતા નુડલ્સમાં ખતરનાક કેમિકલ મોનોસોડીયમ ગ્લુટામેટ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક હોય છે.

🍜 વધારે માત્રામાં નુડલ્સ ખાવાથી માથાનો દુખાવો પણ થઇ શકે છે.

 Image Source :

🍜 નુડલ્સ ખાવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.

🍜 નુડલ્સ ખાવાથી આપણું શરીર પણ વધે છે તેથી વધારે પડતું નુડલ્સનું સેવન ટાળવું જોઈએ.

🍜 નુડલ્સમાં MSG ની માત્ર રહેલી છે જે કેન્સર થવાનો ખતરો વધારે છે.

🍜 ન્યુરોલોજીકલ ડીસઓર્ડેર થવાની સંભાવના રહે છે.

🍜 મિત્રો જો તમારું બાળક વધારે માત્રામાં નુડલ્સનું સેવન કરે તો તેની અસર સીધી તેના આઈક્યું પર થાય છે. આ ઉપરાંત તેની શીખવાની ક્ષમતા પર અસર પડે છે. માટે બાળકોને અને ગર્ભવતી સ્ત્રીઓને તો નુડલ્સના સેવનથી  દુર જ રાખવા સારા.

🍜 નુડલ્સ ખાવાથી આપના પાચન તંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે ખાધેલું પચતું નથી અને પેટમાં દુઃખવાની સમસ્યા ઉભી થાય છે.

 Image Source :

🍜 નુડલ્સને એક વાર ખાવાથી અથવા તો વર્ષમાં પંદરથી વિસ વખત ખાવાથી કોઈ નુકશાન નથી થતું પરંતુ રોજ સતત કોઈ લોકો જલ્દી જલ્દીમાં નુડલ્સનું સેવન કરી લેતા હોય તેના માટે તેની તે ટેવ તેના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે.

 🍜 નુડલ્સને નાસ્તામાં ખાવાથી ખૂબ જ ખરાબ અસર પડે છે  આપણા સ્વાસ્થ્ય પર કારણ કે નુડલ્સમાં કાર્બોહાયડ્રેટ હોય છે જે આપણા શરીરમાં સરળતાથી પચતું નથી પરિણામે સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે.

🍜 મિત્રો તમે તમારી રીતે જ વિચાર કરો કે નુડલ્સમાં કોઈ એવા સારા પોષક તત્વો વધારે માત્રામાં નથી હોતા. જ્યારે આપણા શરીરનું સ્વાસ્થ્ય જાળવવા વિટામિન્સ પ્રોટીન વગેરેનું પ્રમાણ ખૂબ જ મહત્વનું છે અને તે નુડલ્સના સેવનથી ક્યારેય પ્રાપ્ત ન થાય.  નુડલ્સના સેવનથી ભૂખ પણ સંતોષાઈ જઈ જેથી આપણે બીજા કોઈ અન્ય પોષકતત્વ યુક્ત ખોરાકનું સેવન કરતા નથી.

 Image Source :

🍜 જેના કારણે શરીરમાં પોષકતત્વની ઉણપ ઉભી થાય છે અને તે ઉણપના કારણે આપણું સ્વાસ્થ્ય બગડે છે. તો આજથી જો તમે રોજ મેગી ખાતા હોવ અથવા તો વધારે માત્રામાં ખાતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે. માટે તેનું સેવન ટાળવું ખાસ કરીને યુવા વર્ગ, કારણ કે યુવાની જીવનની એવી અવસ્થા છે કે કદાચ તે અવસ્થામાં પથ્થર ખાઈએ તો પણ તે પચી જાય પરંતુ  તેની આડ અસર યુવાનીમાં નથી દેખાતી. પરંતુ સમય જતા તેની આડઅસરો દેખાય છે અને નુડલ્સનું કામ પણ કંઈક એવું જ છે. માટે તેનું વધારે પડતું સેવન ટાળવું.

🍜 આશા છે કે અમારો આ લેખ તમને ઉપયોગી થશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment