આ તેલના ત્રણથી ચાર ટીપા આવી રીતે લગાવી દો તમારી નાભિ પર, વાળ અને ત્વચા સહિત આટલી બીમારીઓ કરી દેશે ગાયબ… જાણો લગાવવાની રીત…

નાભિ પર તેલ લગાડવું કેટલું ફાયદાકારક છે ? નાભિ પર લીમડાનું તેલ લગાડવાથી ત્વચાને કેવા કેવા પ્રકારના ફાયદાઓ થઈ શકે છે ? તો મિત્રો તમને જણાવી દઈએ કે, વાસ્તવમાં નાભિ આપણા શરીરનું સેન્ટર પાર્ટ એટલે કે કેન્દ્ર બિંદુ છે. મોટાભાગે રાત્રે સૂતા પહેલા નાભિ પર તેલ લગાડવાની સલાહ આપવામાં આવે છે. આ ભાગ પર તેલ લગાડવાથી શરીરને અનેક બીમારીઓમાં ફાયદો મળે છે.

નાભિ પર તેલ લગાડવાથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી પણ પોતાનો બચાવ કરી શકો છો. નાભિ પર અલગ અલગ તેલ લગાડવાથી અલગ અલગ ફાયદાઓ મળે છે. તેવામાં લોકો સમજી નથી શકતા કે, તેમણે કયું તેલ નાભિ પર લગાડવું જોઈએ અને કયું નહીં. મોટાભાગે લોકો નાભિ પર નાળિયેરનું તેલ લગાડતા હોય છે. પરંતુ તમે ઈચ્છો તો લીમડાનું તેલ પણ લગાડી શકો છો. નાભિ પર લીમડાનું તેલ લગાડવું ઘણું જ ફાયદાકારક ગણવામાં આવે છે.

લીમડાના તેલમાં રહેલા પોષકતત્વો : લીમડાનું તેલ ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનું કારણ એ છે કે, તેમાં ઘણા પ્રકારના પોષકતત્વો જોવા મળે છે. લીમડાના તેલમાં એન્ટિ ઓક્સિડેંટ, એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફંગલ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. તેની સાથે જ લીમડાનું તેલ વિટામિન ઇ એમીનો એસિડ અને ફૈટી એસિડથી ભરપૂર હોય છે. લીમડાના તેલમાં રહેલા આ ગુણોને કારણે તેને લાભદાયી ગણવામાં આવે છે. નાભિ પર ઘણા પ્રકારના તેલ લગાડી શકાય છે.

નાભિ પર લીમડાનું તેલ લગાડવાની રીત : નાભિ પર મોટા ભાગે નાળિયેર અને તલનું તેલ લગાડવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે ઈચ્છો તો નાભિ પર લીમડાનું તેલ પણ લગાડી શકો છો. નાભિ પર લીમડાનું તેલ લગાડવાથી ત્વચાની સાથે જ સ્વાસ્થ્યને પણ લાભ મળી શકે છે. આ માટે તમે રોજ રાત્રે સૂતા પહેલા લીમડાના તેલના થોડા ટીપાં પોતાની નાભિ પર લગાવી લો. તેના પછી આરામથી સૂઈ જાઓ.

સૂતી વખતે નાભિ પર તેલ લગાડવાથી નાભિ બધા જ તેલને સરખી રીતે ઓબ્ઝર્વ કરી લે છે. તેનાથી સ્વાસ્થ્યને પૂરેપૂરો લાભ મળે છે. તમે એક ચમચી તેલ લો, તેના 4 થી 5 ટીપાં નાભિ પર નાખો અને સીધા સૂઈ જાઓ.

નાભિ પર લીમડાનું તેલ લગાડવાથી થતાં ફાયદાઓ : લીમડાના તેલમાં એટલા તત્વો રહેલા હોય છે કે, તે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. ત્વચા, વાળ પર લગાડતાની સાથે જ તેને નાભિ પર પણ લગાડવામાં આવે છે. નાભિ પર લીમડાનું તેલ લગાડવાથી સ્વાસ્થ્યને પણ ફાયદો મળે છે. તેલ લગાડવાથી મળતા ફાયદાઓ-

સ્કીન માટે : જો નાભિ પર લીમડાનું તેલ લગાડવામાં આવે તો, તેનાથી સ્કિનને ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. લીમડાના તેલમાં એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિ ફ્ંગલ ગુણો રહેલા હોય છે, જે સ્કીન માટે લાભદાયી હોય છે. રાત્રે નાભિ પર લીમડાનું તેલ લગાડવાથી ખીલ, પિગ્મેંટશન, એગ્ઝીમા અને ફોડલીની સમસ્યાઓ દૂર થાય છે. આવું કરવાથી ત્વચામાં નિખાર આવે છે, ત્વચાથી સંકળાયેલી બધી જ સમસ્યાઓ ધીરે-ધીરે દૂર થાય છે. લીમડાનું તેલ સ્કીન ડીસીઝ માટે ખુબ જ લાભદાયી રહે છે.

વાળ માટે : ત્વચાની સાથે જ રાત્રે લીમડાનું તેલ નાભિ પર લગાડવું એ વાળ માટે પણ ઘણું સારું ગણવામાં આવે છે. તેનાથી વાળને ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. લીમડાનું તેલ લગાડવાથી હેર ફોલ, હેર ડેમેજની સમસ્યાઓ દૂર થાય છે. વાળ પર લીમડાનું તેલ લગાડવાથી પણ ફાયદો થાય છે.

સ્વાસ્થ્ય માટે : નાભિ પર લીમડાનું તેલ લગાડવાથી ત્વચા, વાળની સાથે જ સ્વાસ્થ્યને પણ ઘણા પ્રકારના લાભ મળી રહે છે. જો રોજ રાત્રે નાભિ પર લીમડાનું તેલ લગાડવામાં આવે, તો સ્થૂળતા, સાંધાનો દુખાવો વગેરેથી છૂટકારો મળે છે. તેની સાથે જ તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. બૈલી ફૈટને ઓછી કરવામાં અને બ્લોટિંગની સમસ્યાને દૂર કરવા માટે પણ રાત્રે નાભિ પર લીમડાનું તેલ લગાડી શકાય છે. નાભિ પર તેલ લગાડવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સરખું થાય છે.

તમે પણ રાત્રે સૂતા પહેલા નાભિ પર તેલ લગાડી શકો છો. તેનાથી તમારી સ્કીન, હેલ્થને ઘણા પ્રકારના લાભ થાય છે. આમ રાત્રે નાભિ પર તેલ લગાડવાથી અનેક પ્રકારના ફાયદાઓ થઈ શકે છે. તો સ્વાસ્થ્યની ઘણા પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા નાભિ પર લીમડાનું તેલ જરૂરથી લગાડવું જોઈએ, જેનાથી આપણાં સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદાઓ મળી શકે.

નાભિનું તેલ સ્વાસ્થ્યની સાથે સાથે સ્કીન અને વાળ માટે પણ એટલું જ લાભદાયી બની રહે છે. તો વાળ અને સ્કિનની કેટલીક સમસ્યાઓ દૂર કરવા માટે પણ આપણે લીમડાના તેલનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. આ માટે દરરોજ રાત્રે સૂતી વખતે નાભિ પર આ લીમડાનું તેલ લગાડવું જેથી આપણને પણ આ બધા ફાયદાઓ મળી શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment