આ સામાન્ય સફેદ ટુકડાને પાણીમાં નાખો દિવસમાં બે વખત કરો કોગળા, થશે 5 અણધાર્યા ફાયદા… જાણો આ ચમત્કારિક પ્રયોગની રીત અને ફાયદા…

મિત્રો તમે કદાચ ક્યારેક તો ફટકડીનો ઉપયોગ કર્યો હશે. જો કે તેનો મોટે ભાગે ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે. તેવી જ રીતે ફટકડીનો અન્ય રીતે પણ ઉપયોગ કરી શકાય છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી તમને અનેક લાભ થાય છે. ફટકડીને ચહેરા પર રગડવાથી અથવા ફટકડીના પાણીથી ચહેરો ધોવાના ફાયદાઓ વિશે આપણે બધા સારી રીતે પરિચિત છીએ. ત્યાં સુધી કે ફટકડીનો ઉપયોગ કાપ કે વાગ્યાના ઘાને સારો કરવા માટે પણ કરવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો, જો તમે ફટકડીના પાણીથી કોગળા કરો છો તો, તે તમારી ઓરલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા, તમે બિલ્કુલ સાચું જ વાંચ્યું. આપણા માંથી ઘણા લોકો મોંની દુર્ગંધ, પેઢા માંથી લોહી આવવું અને દાંતમાં જીવાત લાગવાની કે પીળાશ જેવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ. એવા ઘણા ઓરલ પ્રોબ્લેમ્સથી છુટકારો મેળવવામાં ફટકડીનું પાણી ખૂબ જ લાભદાયી સાબીત થઈ શકે છે. 

ફટકડી એંટીસેપ્ટિક અને એન્ટિ બેક્ટેરિયલ, એન્ટિમાઈક્રોબિયલ ગુણોથી ભરપૂર હોય છે. જેનાથી તે હાનિકારક બેક્ટેરિયાથી લડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે મોંમાં થતાં બેક્ટેરિયાને સાફ કરવા માટે એક રામબાણ ઈલાજ છે. આ લેખમાં અમે તમને ફટકડીના પાણીથી કોગળા કરવાના 5 ફાયદાઓ અને ઉપયોગની રીત વિશે જણાવી રહ્યા છીએ.ફટકડીના પાણીથી કોગળા કરવાના ફાયદા:- 

1) પાયરીયાથી લડવામાં મદદરૂપ:- પાયરીયા દાંત અને પેઢાથી જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યામાં જડબા અને પેઢાના હાડકાંને ઘણું નુકસાન થાય છે, જેનાથી હાડકાંના ટીશુંને પણ નુકસાન પહોંચે છે. તેના કારણે કઈં પણ ખાવા કે પીવાથી દુખાવો થાય છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી હાનિકારક બેક્ટેરિયા સાફ કરવામાં અને પેઢાને સ્વસ્થ રાખવામા મદદ મળે છે. તે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે અને તમને રાહત અપાવે છે. 

2) કેવિટીથી છુટકારો અપાવે છે:- દાંતોમાં જીવાત લાગવાની સમસ્યા ઘણી સામાન્ય છે. આપણામાંથી મોટાભાગના લોકો અલગ-અલગ પ્રકારના જંક ફૂડ ખાય છે, પરંતુ દાંતની સફાઈ પર કઈં ખાસ ધ્યાન આપતા નથી. જેનાથી દાંતમાં જીવાત લાગી જાય છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી જીવાત અને હાનિકારક બેક્ટેરિયાની સાથે દાંતની વચ્ચે જામેલી ગંદકી અને કેવિટી સાફ કરવામાં મદદ મળે છે.3) સેન્સિટિવિટી દૂર કરે છે:- ઘણા લોકો જ્યારે કઈં ઠંડુ કે ગરમ ખાય છે, તો તેનાથી તેમના દાંતમાં ખૂબ જ ઝણઝણાટી કે સનસની થાય છે. ફટકડીના પાણીથી કોગળા કરવાથી તેનાથી રાહત મેળવવામાં મદદ મળે છે. 

4) મોંની દુર્ગંધ દૂર કરે છે:- આપણે બધા દરરોજ કોલગેટ કરીએ છીએ, પરંતુ છતાં પણ અમુક સમય બાદ મોંથી દુર્ગંધ આવવા લાગે છે. આવું મોંમાં રહેલા કીટાણુઓ અને બેક્ટેરિયાને કારણે થાય છે. ફટકડીના પાણીથી બેક્ટેરિયાને મારવા અને મોંની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. 5) પેઢામાંથી લોહી આવવાની સમસ્યા દૂર થાય છે:- કોલગેટ કરતાં સમયે અથવા કઇંક ભારે ખાતી વખતે ઘણા લોકોના પેઢામાંથી લોહી આવે છે. આવું પેઢામાં સોજો અને કીટાણુઓના કારણે થાય છે. ફટકડીનું પાણી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે. 

ફટકડીના પાણીથી કોગળા કઈ રીતે કરવા:- ફટકડીના પાણીથી કોગળા કરવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક નાનો ટુકડો ફટકડી વાટીને નાખવી અને તેને ઉકાળવાની છે. જ્યારે ફટકડી સરખી રીતે ઓગળી જાય તો તેને ગળી લો અને થોડું ઠંડુ થવા દેવું. નેવશેકું થાય એટલે તેનાથી કોગળા કરવા. તમે 2-3 મિનિટ સુધી તેનાથી કોગળા કરી શકો છો. દિવસમાં ઓછામાં ઓછું બે વખત ફટકડીના પાણીથી કોગળા કરવાથી તમને ઘણો ફાયદો થાય છે. આમ ફટકડી તમારા ઓરલ હેલ્થમાં તમારી મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment