દૂધ સાથે આટલી વસ્તુ આવે છે વિરુદ્ધ આહાર માં જેને ભૂલથી પણ ન ખાવ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁દૂધની સાથે ક્યારેય ન ખાવી આ વસ્તુઓ તેનાથી થઇ શકે છે ગંભીર અને ભયંકર બીમારીઓ… 💁

🍲 મિત્રો જે લોકો જમવામાં સંતુલિત આહાર લે છે તે હંમેશા સ્વસ્થ રહે છે. અલગ-અલગ ચીજો ખાવાથી અલગ-અલગ પોષક તત્વો આપણા શરીરને મળે છે. આપણા શરીરને અલગ-અલગ પોષક તત્વોની જરૂર પડે છે. આપણે રોજબરોજ જે ખાઈએ છીએ તે પણ શરીરને ખુબ અસર કરે છે. જેમકે કાકડી ખાવાથી શરીરમાં ઠંડક થાય છે અને મસાલાઓ ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. પરંતુ તે બંનેને  સાથે ખાવાથી અનેક પ્રકારના રોગ થઈ શકે છે કારણ કે કાકડીની પ્રકૃતિ ઠંડક આપે છે જ્યારે મસાલાની પ્રકૃતિ ગરમી આપે છે.

🥛 ઘણી વખત અલગ-અલગ પ્રકૃતિના આહાર એક સાથે લેવાથી ઘણા ચામડીના રોગ થઈ શકે છે. જે કદી ઠીક નથી થતા. અને હા, આયુર્વેદમાં આવા આહારને વિરુદ્ધ આહાર કહેવામાં આવે છે. કે જેને એક સાથે ખાઈ ન શકાય. કોઈક આહાર એવા છે કે જે આ વિરુદ્ધ આહારમાં  આવે છે અને આપણે તેને એકસાથે ખાતા હોઈએ છીએ કારણકે આપણને તેના વિશે કોઈ માહિતી હોતી નથી અથવા તો આપણા સ્વાદ માટે પણ ખાતા હોઈએ છીએ.

🍲 આજકાલ એવી બીમારીઓ છે જે તે વાળ ખરવા, ચામડીના રોગો, પેટમાં એસિડિટી થવી, શરીરમાં સુસ્તી રહેવી વગેરે. આ વિરુદ્ધ આહાર ખાવાથી થાય છે. નવો અને કંઈક અલગ અથવા સ્વાદ વધારવા માટે આવા વિરૂદ્ધ આહારનું મિશ્રણ કરી લોકો ખાતા હોય છે અને લોકોને ખબર પણ નથી રહેતી કે ક્યારેક આ વિરુદ્ધ આહારની બીમારીઓની ઝપેટમાં તમે  આવી ગયા છો. તો આજે અમે તમને એવા જ વિરુદ્ધ આહાર વિશે જણાવશો કે જે તમને બિમારીઓથી દૂર રાખશે તેથી આ આર્ટીકલ પૂરો વાંચવા વિનંતી કે તેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે.

🥛 આજે અમે તમને એ જણાવશો કે દૂધની સાથે ક્યો ક્યો આહાર લેવો ન જોઈએ. મિત્રો દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ હિતાવહ છે કેમ કે દૂધમાં દરેક પ્રકારના વિટામીનનો સમાવેશ થાય છે અને માનવ શરીરમાં જે જરૂરત છે તે આ દૂધમાંથી મળી જાય છે. પરંતુ તેની સાથે બીજા આહાર કે જે અમે જણાવશું  તે ખાવાથી તમને નુંકશાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે દૂધની સાથે ક્યો ક્યો આહાર ન લેવા જોઈએ

🍌 મિત્રો સૌ પ્રથમ તો દૂધની સાથે કદી પણ કેળાની ન ખાવા જોઈએ આ સાંભળીને તમને ખુબ આશ્ચર્ય થશે. કેમ કે આપણે તો બનાના શેઇક પીતા જ હોઈએ છીએ. દૂધ અને કેળા આ બંને પોષકતત્વોથી ભરપૂર  હોય છે પરંતુ તેને એક સાથે ખાવા ન જોઈએ. કારણ કે દૂધ અને કેળાનો પાચન થવા માટેનો સમય અલગ અલગ હોય છે અને તે બંને એક સાથે આપણા પેટમાં જાય તો પાચન ક્રિયામાં ખુબ બાધા રૂપ બની છે. અને દરરોજ કેળા અને દૂધ સાથે ખાવાથી તમારી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને લીવર ખરાબ થાય છે તેની સાથે રાત્રે નીંદર પણ આવતી નથી અને સંપૂર્ણ દિવસ સુસ્તી લાગે છે.

🍌 જો તમે પણ દરરોજ બનાના શેઈકનો ઉપયોગ કરતા હોય તો કરશો નહિ પરંતુ કોઈક વાર તમે બનાના શેઇક લઈ શકો છો. પરંતુ જો એવી વસ્તુ કે જેમાં દૂધ અને કેળા એક સાથે હોય તેને દરરોજ ખાવામાં લેવા નહીં.

🌰 બીજુ છે દૂધ અને કાચી ડુંગળી. દૂધ અને ડુંગળી એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. દૂધ અને ડુંગળી ખાવામાં બંને વચ્ચે છથી સાત કલાકનો અંતર રાખવો જોઈએ. દૂધ અને કાચી ડુંગળી બંને એક સાથે પેટમાં મળે તો હું અનેક પ્રકારના ચામડીના રોગ થઈ શકે છે. જેવા કે એક્ઝિમા, સોર્યાસીસ, સફેદ ડાઘ, ડાઘ થઈ શકે છે તેથી જ્યારે દૂધ અને કાચી ડુંગળીનું સેવન કરીએ તો તે બંને વચ્ચે ૬ થી ૭ કલાકનું અંતર રાખવું ખુબ હિતાવહ છે. ૬ થી ૭ કલાકમાં કોઈપણ ખાવાનું પચી જાય છે પછી કંઈ બીજું ખાવાથી બંને મળી નથી શકતા અને તમે બીમારીઓથી બચી શકાય છે

🍊 ત્રીજું છે મિત્રો દૂધ અને ખાટા ફળો. દૂધ અને ખાટા ફળો બંનેના સેવન વચ્ચેનો સમય ૮ થી ૯ કલાકનો રાખો. આ બન્નેને સાથે ખાવાથી પેટમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. જેમ કે પેટમાં દુઃખાવો, અપચો, પેટમાં બળતરા થવી, લુઝમોશન, વગેરે બીમારીઓ  થઈ શકે છે. તેથી ખાટા ફળો જેવા કે નારંગી સંતરાને દૂધ સાથે ખાવા ન જોઈએ અને તે બંને વચ્ચેના અંતર ૮ થી ૯ કલાકનો હોવો જોઈએ.

🍍 ત્યારબાદ છે મિત્રો અનાનસ અને દૂધ. આ બન્ને વચ્ચેનો અંતરાલ ૬ થી ૮ કલાકનો રાખવો જોઈએ. અનાનસમાં બર્મલીન  નામનો એન્જાઈન હોય છે જે દૂધની સાથે ભળી જાય છે  અને આથી જ શરીરમાં ખોરાકમાંથી પોષકતત્વો મેળવવાની શક્તિને ખરાબ કરીને ધીમી કરી નાખે છે. અને બીજી વાત એ કે દૂધ અને અનાનસ એક સાથે લાંબા સમય માટે સેવન કરવામાં આવે તો તમારું લીવર ખરાબ થઈ શકે છે. ત્યારબાદ તમે કેટલાય પોષકતત્વો વાળા આહાર ખાસો તો પણ તમારું શરીર કમજોર રહેશે.

🍔 ત્યારબાદ છે મિત્રો દૂધ અને નમકીન. દૂધ અને નમકીન આપણા શાસ્ત્રોમાં પણ એકસાથે લેવામાં વર્જિત રાખેલા છે. આ બંનેને એક સાથે ખાવાથી તમને અનેક પ્રકારના ચામડીના રોગ થઈ શકે છે. દૂધ અને નમકીનના સેવન વચ્ચે ત્રીસ-પાંત્રીસ મિનીટનો અંતર જરૂર રાખવો જોઈએ.


🍗 મિત્રો દૂધ અને માંસ, માછલીનો એકસાથે સેવન કરવું જોઇએ નહીં. જો તેને એકસાથે સેવન કરવાથી તમારા શરીરમાં સીધી અસર લીવર પર થાય છે અને તેની સાથે ચામડીના રોગ પણ થાય છે. તેથી મિત્રો દૂધ અને માંસ અને માછલી એકસાથે સેવન ન કરવો અને તે બંને વચ્ચેના સેવન કરવાનું 8 થી 10 કલાકનું અંતર રાખવું જરૂરી છે.

🍗 તમે છો તમે જ્યારે પણ દૂધનું સેવન કરી રહ્યા હોય ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ હિતાવહ સાબિત થશે ત્યારબાદ અમે તમને ફરી યાદ દેવડાવી દઈએ કે દૂધ સાથે કંઈક કઈ વસ્તુ ન ખાવી જોઈએ. જેવી કે કાચી ડુંગળી, ખાટા ફળો, માંસ, મટન, ઈંડા ,લીંબુ, અનાનસ ,કેળા વગેરે જેવી વસ્તુઓ દૂધ સાથે ન ખાવી જોઈએ

તો મિત્રો આજે આ જાણકારી તમને ખુબ જ ઉપયોગી થશે તેવી આશા રાખીએ છીએ તેથી આ આર્ટીકલ ને ખુબ લાઈક કરો, શેર કરો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક ..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “દૂધ સાથે આટલી વસ્તુ આવે છે વિરુદ્ધ આહાર માં જેને ભૂલથી પણ ન ખાવ”

Leave a Comment