સોનાથી પણ કિંમતી છે આ વસ્તુ જેને તમે કચરામાં ફેંકી દો છો, ફાયદા જાણી લેશો તો ફેંકતા પહેલા 100 વાર વિચારશો..

કેરી શરીર માટે ખુબ જ ફાયદાકારક છે અને તે અનેક બીમારીઓ સામે લડવામાં તમારી મદદ કરે છે. પણ શું તમે જાણો છો કે તેની છાલ પણ કેન્સર, હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓના જોખમ ઓછું કરી શકે છે. કેરી એક મૌસમી ફળ છે, પરંતુ હવે ચોમાસું આવી ગયું છે પરંતુ તેમ છતાં હજુ માર્કેટમાં કેરી જોવા મળે છે.  કેરી સ્વાદમાં ખુબ જ લાજવાબ છે અને તેના જબરદસ્ત સ્વાસ્થ્ય  લાભ પણ છે. ઉનાળામાં કેરી ખાવાના ઘણા ફાયદાઓ છે જેને સમર સુપર ફ્રુટ પણ કહેવાય છે. કેરી વિટામીન એ,સી,કે, ફોલેટ, મેગ્નેશિયમ, કોલીન, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપુર છે.

ખાસ વાત તો એ છે કે, તમે કેરીના ફાયદાઓ જાણો છો પણ બહુ ઓછા લોકો એ જાણે છે કે, તેની છાલ પણ ખુબ જ લાભકારી છે. આથી જ કહેવાય છે કે ‘આમ કે આમ, ગોટલીઓના દામ’ જો કે દરેક લોકો ફળનો ગર્ભ ખાવાનું જ પસંદ કરતા હોય છે. અને તેની છાલ ફેંકી દે છે. જો કે ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, કેરી છાલ અનેક યોગીકો, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર છે. જે ઘણી બીમારીઓથી બચાવે છે. તે વધતી ઉંમરને પણ ધીમી કરે છે. અહી આપણે કેરીની છાલના ફાયદાઓ વિશે જાણીશું.

શું આપણે કેરીની છાલ ખાઈ શકીએ છીએ ? : જ્યારે પણ આપણે કેરીનું સેવન કરીએ છીએ તો એ વિચારીએ છીએ કે શું તેની છાલ પણ કોઈ રીતે ઉપયોગી છે ? મોટાભાગના લોકો કેરીનો ગર્ભ ખાધા પછી તેની છાલ ફેંકી દેતા હોય છે. કારણ કે તે તેનો કોઈ સ્વાદ નથી હોતો. પણ તમે કેરીની છાલને ભોજન બનાવ્યા પછી ભોજનમાં સામેલ કરી શકો છો.

ગર્ભ કરતા છાલમાં બીમારીઓ સામે લડવાના ગુણ વધુ રહેલા છે :

કેરીનો ગર્ભ જ્યાં ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે જ્યારે તેની છાલ ગર્ભ કરતા પણ ઘણી બીમારીઓને ઓછી કરે છે. કેરીની છાલમાં તેની ગર્ભની તુલનામાં વધુ એન્ટી ઓક્સીડેન્ટ અને કેન્સર વિરોધી ગુણ રહેલા છે. કેરીની છાલ વિટામીન, કેરોટીનોયડ, પોલીફેનોલ્સનો સ્ત્રોત છે.

ઘણા પ્રકારના કેન્સરમાં સહાયક છે કેરીની છાલ : જાણકારી અનુસાર એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર કેરીની છાલ ઘણા પ્રકારના કેન્સર જેવા કે લંગ્સ કેન્સર, કોલન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, બ્રેઈન કેન્સર, અને સ્પાઈનલ કોર્ડ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલે સુધી તે ડાયાબિટીસના રોગી માટે પણ લાભકારી છે.

હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે :

કેરીની છાલ છોડમાં મળતા ફાઈટોન્યુટ્રીએટસ થી ભરપુર હોય છે. તે તમારા હ્રદય માટે સારું છે. અને હાર્ટએટેક, સ્ટ્રોક, કાર્ડીક અરેસ્ટ જેવી હૃદય સંબંધી સમસ્યાઓથી બચાવે છે. કેરીની છાલમાં ઉચ્ચ ફાઈબર સામગ્રી પણ હૃદયની સમસ્યાઓ દુર કરવામાં મદદ કરે છે. જે લોકો ફાઈબર યુક્ત આહાર ખાય છે, તેમણે હૃદય રોગનો ખતરો 40% ઓછો રહે છે.સ્કીન ટેનિંગ દુર કરવા : ગરમી અને ચોમાસામાં ઘણા લોકોને સ્કીન પર ટેનિંગની સમસ્યાથી પરેશાન રહે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેરીની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. કેરીની છાલ દ્વારા ટેનિંગ દુર કરવામાં મદદ મળે છે.

આ માટે તમારે માત્ર કેરીની છાલથી પોતાની ટેનિંગ વાળી સ્કીન પર હાથથી મસાજ કરવાની છે. થોડી વાર પછી પાણીથી ચહેરો ધોઈ નાખો. આમ તમે દરરોજ કરશો તો ચહેરા પર ગ્લોઇન્ગ આવશે. આમ તમે કેરીની છાલના ઉપયોગથી અનેક લાભ મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment