માથાને સફેદ વાળને કરો કાળા ભમ્મર જેવા, જાણો પ્રાકૃતિક અને દેશી ઉપાય.

માથાને સફેદ વાળને કરો કાળા ભમ્મર જેવા, જાણો પ્રાકૃતિક અને દેશી ઉપાય.

આપણે બધા જ જાણીએ છીએ કે, આજકાલ ખોરાકની અશુદ્ધિ દિવસે દિવસે વધતી જાય છે. જેની અસર માણસના શરીર પર હવે સામાન્ય રીતે જોવા મળે છે. તો તેનાથી આપણા શરીરમાં ઘણા બદલાવ પણ આવે છે. તેમાંથી એક છે વાળ. આજે લગભગ ઘણા લોકોને ખુબ જ નાની ઉંમરમાં જ વાળ સફેદ થઈ જતા હોય છે. નાની ઉંમર હોય અને વાળ સફેદ થઈ જાય તો ઉંમર મોટી દેખાવા લાગે છે. ખરેખર તો વાળને પ્રદુષણ, ખાનપાન અને બીજી અન્ય ઘણી વસ્તુઓ અસર કરે છે. જેના કારણે વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જાય. તો બજારમાં મળતા હેર પ્રોડક્ટ્સ પણ આપણા વાળને નુકશાન કરે છે. 

પરંતુ નાની ઉંમરમાં જો વાળ સફેદ થઈ ગયા હોય તો લોકો તેણે છુપાવવા માટે હેર કલર જેવી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઘણી વાર આવી પ્રોડક્ટ્સ વધુ વાળને વધુ સફેદ બનાવે છે. તો આજે અમે તમને અમુક પ્રાકૃતિક ઉપચાર વિશે જણાવશું, તેના દ્વારા તમે તમારા વાળને કાળા કરી શકો છો. તો આ લેખમાં અમુક ટીપ્સ વિશે જણાવશું જે તમારા વાળને કાળા કરવામાં મદદ રૂપ થશે અને એ પણ પ્રાકૃતિકરૂપે. 

આમળા : તમને જણાવી દઈએ કે આમળા વાળને કાળા કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાળને કાળા કરવા માટે જ્યારે પણ આમળાની સિઝન હોય ત્યારે રોજનું એક આમળું ખાવું જોઈએ અથવા તો તેનું જ્યુસ પણ પિય શકો. આમળામાં વિટામીન સી ખુબ જ પ્રમાણમાં હોય છે, જે આપણી ઇમ્યુનિટીને પણ વધારે છે. તેમજ તમે આમળાનો પાવડર બનાવી એના વાળમાં દેશી મહેંદી સાથે પણ લગાવી શકો. તેનાથી પણ તમારા વાળ કાળા થશે. જો તમારી ઉંમર 40 વર્ષની ઓછી હોય તો આ ઉપાય ઉત્તમ છે.

દહીં : મિત્રો દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉત્તમ છે, પરંતુ તે વાળને કાળા કરવા માટે પણ કારગર છે. કેમ કે દહીંમાં કેલ્શિયમની માત્રા ભરપુર હોય છે. તો આ ઉપાયમાં તમારે એક વાટકી દહીં લેવાનું, ત્યાર બાદ તેમાં બે ટમેટા ક્રશ કરીને નાખવાના, ત્યાર પછી અડધું લીંબુ નીચોવવાનું અને પછી તેમાં 5 ચમચી જેટલું નીલગીરીનું તેલ નાખવાનું. આ મિશ્રણને બરોબર મિક્સ કરવાનું અને અઠવાડિયામાં બે વાર માથામાં લગાવવાનું. તેનાથી તમારા વાળ કાળા થવા લાગશે. 

ડુંગળીનો રસ : ડુંગળીનો રસ આમ તો વાળનો ખોડો દુર કરે છે અને વાળના ગ્રોથને વધારે છે. પરંતુ તમને એક ખાસ વાત જણાવી દઈએ કે દરેક લોકો માટે ડુંગળીનો રસ સુટેબલ નથી હોતો. તો પહેલા ડુંગળીના રસને લગાવીને ટ્રાયલ કરો. તો ડુંગળીના રસમાં કેટાલેસ એન્ઝાઈમ હોય છે, જે આપણા વાળને કાળા બનાવવા માટે ઉપયોગી થાય છે.

બાવળની છાલ : વાળને કાળા અને મુલાયમ બનાવવા હોય તો, બાવળની છાલબે મહેંદીમાં ભેળવીને લગાવવી જોઈએ. આ પેસ્ટને લગાવ્યા બાદ માથા પર ત્રણ કલાક સુધી રાખવાની છે. ત્યાર બાદ તેને ધોઈ નાખવાનું. પરંતુ બની શકે તો આ મિશ્રણ બનતું હોય ત્યારે તેના પર પીસેલી મેથી પણ નાખી શકો. આ ઉપાયથી વાળ તો કાળા થશે જ પરંતુ ખોડો પણ નાબુદ થશે. 

Leave a Comment