હવે પાર્લરનો ખર્ચો થશે ઓછો…હવે લીપ્સ્ટીક બનાવો તમારા જ ઘરે ઘરગથ્થુ વસ્તુઓમાંથી સરળ રીતે.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💄 મોંઘી લિપસ્ટિક ખરીદવાને બદલે હવે ઘરે જ બનાવો  તેના જેવી લિપસ્ટિક… 💄

💄 સ્ત્રીઓ જ્યારે મેકપ કરે ત્યારે લિપસ્ટિકને કેમ ભૂલી જાય ?  જો બધો મસ્ત મેકપ લગાવ્યો હોય અને લિપસ્ટિક ન લગાવી હોય તો કંઈક ઘટતું હોય તેવું લાગે. એટલે લિપસ્ટિક તો લગાવવી જરૂરી છે. તેનાથી ચહેરો વધારે આકર્ષક દેખાય છે.

Image Source :

💄 મિત્રો તમે બજારમાં કોઈ સારી બ્રાન્ડની લિપસ્ટિક લેવા જાવ એટલે તેનો ભાવ લગભગ 130 RS  થી વધારે હોઈ છે. પરંતુ આજે અમે એક એવી રીત લાવ્યા છીએ કે જેમાં માત્ર તમે દસ રૂપિયામાં તે હાઈ બ્રાંડ જેવી જ લિપસ્ટિક બનાવી શકો છો. હા મિત્રો, ખરેખર બનાવી શકો કોઈ પણ તમારા ડ્રેસને મેચિંગ કોઈ પણ કલરની લિપસ્ટિક તમે માત્ર દસ રૂપિયામાં ખૂબ જ ઓછી મહેનતે બજાર જેવી લિપસ્ટિક બનાવી શકો છો. અને જો વિશ્વાસ ન આવતો હોય તો આ આર્ટીકલ વાચ્યા બાદ એકવાર લિપસ્ટિક બનાવજો ઘરે ત્યાર બાદ તમને પૂરેપૂરો  વિશ્વાસ આવી જશે. અને મિત્રો ખાસ વાત એ છે કે તમને આ લિપસ્ટિક યુઝ કરવાની પણ ખૂબ જ મજા આવશે તે ગેરેંટી અમારી છે. તમે વિચાર્યું પણ નહિ હોય તેવી વસ્તુનો ઉપયોગ કરીને તમે આ લિપસ્ટિક બનાવી શકો છો. તમને તે વસ્તુના નામ જાણીને થોડી વાર માટે લાગશે કે ખરેખર આ વસ્તુનો ઉપયોગ કરીને લિપસ્ટિક પણ બનાવી શકાય ખરી. તો ચાલો વધારે ચર્ચા ન કરતા આપણે સીધા મુદ્દા પર આવીએ અને જાણીએ કે કંઈ રીતે તમે ઘરે લિપસ્ટિક બનાવી શકો છો અને એ પણ બજાર જેવી જ.

💄 લિપસ્ટિક બનાવવા માટે જોઈતી વસ્તુઓ:- 💄

Image Source :

💄 એક મીણબત્તી,

💄 એક માચીસ મીણબત્તી સળગાવવા માટે,

💄 એક ક્રેયોન્સ કલર એટલે કે મીણીયા કલરનું પેકેટ, (દસ રૂપિયા વાળું મળી રહેશે સરળતાથી કોઈ પણ સ્ટેશનરીમાંથી )

💄 વેસેલીન એક નાની ચમચી,

💄 એક વિટામીન ઈ કેપ્સુલ, (કોઈ પણ મેડીકલ સ્ટોર પરથી સરળતાથી મળી જશે.)

💄 એક પીંચ જેટલો આઈ શેડો, (લગભગ દરેક સ્ત્રી પાસે મેકપ કીટ હશે તેમાં તેની પાસે અલગ અલગ કલરનો આઈ શેડો હશે જ )

💄 એક લિપસ્ટિકનું ખાલી કન્ટેઈનર લિપસ્ટિક ભરવા માટે.

Image Source :

💄 મિત્રો આ લિપસ્ટિકની એક ખાસિયત તો ભૂલાઈ જ ગયું કે આ લિપસ્ટિકમાં આપણે વેસેલીનનો ઉપયોગ કર્યો છે. જેના કારણે તમારા હોઠ ડ્રાય થશે નહિ તેમજ ફાટશે નહિ. અને એક વિટામીન ઈ ની કેપ્સુલનો ઉપયોગ કર્યો છે જે તમારા હોઠને એકદમ સ્મૂથ રાખશે અને ક્રેયોન્સ અને આઈ શેડો તમારી લિપસ્ટિકને એક આકર્ષક કલર આપશે.

💄 લિપસ્ટિક બનાવવા માટેની રીત:- 💄

💄 સૌપ્રથમ એક પ્લેટ લઇ લો અને તેમાં એક મીણબત્તી લઇ લો અને એક માચીસ લઇ લો.

💄 હવે એક ચમચી લો. હવે તમારે જે કલરની લિપસ્ટિક બનાવી છે તે કલરનો ક્રેયોન્સ કલર લઇ લો. આપણે સ્ત્રીઓનો ફેવરીટ લિપસ્ટિક કલર એટલે કે લાલ કલર લઇ લઈએ છીએ.

Image Source :

 💄 હવે ક્રેયોન્સના ટૂકડા કરી તેને ચમચીમાં રાખી દો.

💄 હવે તે ચમચીમાં એક નાની ચમચી વેસેલીન નાખી દો.

💄 ત્યાર બાદ તેમાં એક વિટામીન ઈ ની કેપ્સુલ નાખી દો. હંમેશની જેમ કેપ્સુલને તોડીને તેની અંદરનું પ્રવાહી નાખવાનું છે.

💄 હવે મીણબત્તી સળગાવી લો. હવે તેને આપણે મીણબત્તીની  આંચ પર તે ચમચીમાં નાંખેલ બધી વસ્તુને બરાબર રીતે મેલ્ટ કરવાની છે એટલે કે ઓગાળવાની છે.

💄 મીણબત્તી સળગાવીને તેની આંચ પર ચમચી રાખી દો જેથી ચમચી ગરમ થશે ત્યારે બધી વસ્તુ ધીમે ધીમે મેલ્ટ થવા લાગશે.

💄 હજુ થોડું મેલ્ટ થાય ત્યાર બાદ તેમાં  એક પીંચ જેટલું એટલે કે રાઈના દાણા જેટલું આઈ શેડો નાખવાનું છે. મિત્રો ધ્યાન રહે કે તમે જે કલરનો ક્રેયોન્સ લીધો છે તેજ કલરનો આઈ શેડો લેવાનો છે.

💄 ફરીથી તે ચમચી મીણબત્તીની આંચ પર રાખી તેની અંદરની વસ્તુ મેલ્ટ કરવા માટે રાખો. તમે તે મિશ્રણને માચીસની દીવાસળીથી હલાવી શકો છો.

💄 હવે બધુ જ બરાબર મેલ્ટ થઈને એકબીજા સાથે મિક્સ થઇ જાય ત્યાર બાદ તમારે જરા ઝડપથી કામ લેવાનું છે નહિ તો તેને ફરી જામતા વાર નહિ લાગે.

Image Source :

💄 એકદમ સરસ બધું મેલ્ટ થઈને એકરસ થઇ જાય ત્યાર બાદ તેને વાર લગાડ્યા વગર જામી જાય તે પહેલા જ લિપસ્ટિક કન્ટેઇનરમાં ભરી દો. સરખી રીતે ભરવાનું છે.

💄 ભર્યા બાદ કન્ટેઇનરની બહારની બાજુ જે લિપસ્ટિકનું મિશ્રણ લાગી ગયું છે તે તરત જ સાફ કરી લો.

💄 ભર્યા બાદ થોડી વાર પછી જામી જશે અને તૈયાર થઇ જશે તમારી ફેવરીટ રેડ લિપસ્ટિક.

💄 મિત્રો આ રીતે તમે કોઈ પણ તમારા મનપસંદ કલરની લિપસ્ટિક સરળતાથી ઘરે બનાવી શકો છો. માત્ર તમારે શું કરવાનું છે કે તમારે જે કલરની લિપસ્ટિક બનાવવી છે તે જ કલરનો ક્રેયોન્સ કલર અને તેજ કલરનો આઈ શેડો લેવાનો છે. અને પ્રક્રિયા તો આજ રહેશે માત્ર ક્રેયોન્સ અને આઈ શેડો બદલાશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment